For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

UPSC IFS Exam: યુપીએસસી આઈએફએસ પરીક્ષાનું શેડ્યૂઅલ જાહેર

UPSC IFS Exam: યુપીએસસી આઈએફએસ પરીક્ષાનું શેડ્યૂઅલ જાહેર

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ સંઘ લોક સેવા આયોગે મંગળવારે ભારતીય વન સેવા મેન પરીક્ષાનું શેડ્યૂઅલ જાહેર કરી દીધું છે. જાહેર કરાયેલ શેડ્યૂઅલ અનુસાર, યૂપીએસસી આઈએફએસ મેન પરીક્ષાનું આયોજન આગામી 28 ફેબ્રુઆરીથી 7 માર્ચ સુધી કરાશે. જે ઉમેદવારો પ્રારંભિક પરીક્ષા પાસ કરી ચૂક્યા છે, તેઓ મેન પરીક્ષામાં બેસવા માટે યોગ્ય છે. યૂપીએસસી આઈએફએસ પીટી પરીક્ષાનું આયોજન 4 ઓક્ટોબરે થયું હતું અને તેનું રિઝલ્ટ 23 ઓક્ટોબરે જાહેર થયું હતું.

UPSC

આ શેડ્યૂઅલ તમે વેબસાઈટ પર જઈ ડાઉનલોડ કરી શકો છો, આ સમાચારમાં નીચે પણ શેડ્યૂલની ડાયરેક્ટ લિંક આપવામાં આવી છે.તેના પર ક્લિક કરીને પણ તમે ડાઉનલોડ કરી શકો છો. સત્તાવાર જાહેરાત મુજબ યૂપીએસસી આઈએફએસ મેન પરીક્ષામાં અંગ્રેજી, સામાન્ય જ્ઞાન, ગણિત, આંકડાશાસ્ત્ર, ભૌતિક વિજ્ઞાન, પ્રાણી વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન, ભૂવિજ્ઞાન, કૃષિ, પશુપાલન અને પશુ ચિકિત્સા વિજ્ઞાન, વાનિકી, કૃષિ એન્જીનિયરિંગ, સિવિલ એન્જીનિયરિંગ, કેમિકલ એન્જીનિયરિંગ, મિકેનિકલ એન્જીનિયરિંગ અને વનસ્પતિ વિજ્ઞાનના પ્રશ્ન સામેલ થશે. જાહેરાત મુજબ પરીક્ષા માટે ઈ-એડમિટ કાર્ડ પરીક્ષાથી 3-4 અઠવાડિયા પહેલાં જાહેર કરાશે.

યૂપીએસસી આઈએફએસ મેન પરીક્ષાનું એડમિટકાર્ડ કેવી રીતે ડાઉનલોડ કરશો

  • સૌથી પહેલાં સત્તાવાર વેબસાઈટ upsc.gov.in પર જાવ.
  • હોમપેજ પર વૉટ્સ ન્યૂ સેક્શનમાં IFS Mains માટે ઈ એડમિટ કાર્ડ ડાઉનલોડ કરવાની લિંક જોવા મળશે, તેના પર ક્લિક કરો.
  • જરૂરી જાણકારી નોંધી લૉગઈન કરો.
  • હવે તમારી યૂપીએસસી આઈએફએસ મેન પરીક્ષાનું એડમિટ કાર્ડ સ્ક્રીન પર જોવા મળશે.
  • અહીં તમે એડમિક કાર્ડમાં આપેલી જાણકારી જોઈ શકો છો.
  • ઉમેદવાર ભવિષ્યની સુવિધા માટે આ એડમિટકાર્ડની પ્રિન્ટ લઈ શકે છે.

સત્તાવાર વેબસાઈટ પર જવા માટે અહીં ક્લિક કરોશેડ્યૂઅલ જોવા માટે અહીં ક્લિક કરો

English summary
UPSC IFS Exam: Schedule of UPSC IFS Main Exam announced
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X