For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોરોનાના કારણે UPSCએ સિવિલ સેવાની પ્રિલિમ પરીક્ષા સ્થગિત કરી

કોરોનાના કારણે UPSCએ સિવિલ સેવાની પ્રિલિમ પરીક્ષા સ્થગિત કરી

|
Google Oneindia Gujarati News

આખો દેશ કોરોનાની બીજી લહેરનો સામનો કરી રહ્યો છે. દરરોજ કોરોનાના લાખો કેસ સામે આવી રહ્યા છે. કોરોનાના વધતા મામલાને જોતાં સંઘ લોક સેવા આયોગે સિવિલ સેવા પ્રારંભિક પરીક્ષા 2021 સ્થગિત કરવાનો ફેસલો લીધો છે.

UPSC

આ પરીક્ષા 27 જૂને યોજાનાર હતી, પરંતુ હવે આ પરીક્ષાનું આયોજન 10 ઓક્ટોબરે કરાશે. યૂપીએસસીએ પરીક્ષા સ્થગિત કરવા સંબંધિત જાણકારી આપતા કહ્યું કે, કોરોનાની હાલની સ્થિતિને જોતાં સંઘ લોક સેવા આયોગે સિવિલ સેવા પ્રારંભિક પરીક્ષા 2021 સ્થગિત કરી દીધી છે, જે 27 જૂન 2021ના રોજ લેવાનાર હતી. હવે આ પરીક્ષા 10 ઓક્ટોબર 2021ના રોજ લેવાશે. પાછલા વર્ષે પણ સિવિલ સેવાની પરીક્ષાની તારીખમાં બદલાવ કરાયો હતો. પાછલા વર્ષે પરીક્ષાની તારીખ 31 મેથી વધારી 4 ઓક્ટોબર કરાઈ હતી, જેની મેઈન લેખિત પરીક્ષા સમાપ્ત થઈ ચૂકી છે અને હાલ કોરોનાના કારણે ઈન્ટર્વ્યૂ પેન્ડિંગ છે.

NRC પ્રાધિકરણ નાગરિકતા મુદ્દાને લઈ આસામ સુપ્રીમ કોર્ટ ગયુંNRC પ્રાધિકરણ નાગરિકતા મુદ્દાને લઈ આસામ સુપ્રીમ કોર્ટ ગયું

આ ઉપરાંત યૂપીએસસીએ અન્ય પરીક્ષાઓ પણ સ્થગિત કરી દીધી છે. કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠનમાં પ્રવર્તન અધિકારીઓની પસંદગી માટે નવ મેના રોજ યોજાના પરીક્ષા સ્થગિત કરી દેવાઈ છે. જેને લઈ યૂપીએસસીએ કહ્યું કે જેવી જ પરીક્ષા અને સાક્ષાત્કારની આગલી તિથિ નિર્ધારિત થસે પરીક્ષાર્થિઓને ઓછામા ઓછા 15 દિવસ પહેલાં સૂચના આપી દેવામાં આવશે. આયોગે સંયુક્ત ચિકિત્સા સેવા પરીક્ષા માટે થનાર રજિસ્ટ્રેશન પણ ટાળી દીધું છે જે 5 મેથી શરૂ થનાર હતું.

English summary
UPSC postponed prelim examination of civil service due to corona
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X