જોક્સ: એટલે જ તો દારૂ વસ્તુ જ એવી છે...
એન્જિનીયર 1- ભાઇ તારી મદદની જરૂર છે તે ઓનલાઇન છે અને "આઇ લવ યુ" કહે છે હું શું કરું???
એન્જિનીયર 2- ભાઇ સૌથી પહેલા સ્ક્રીનશોર્ટ લે... ડોક્યૂમેન્ટેશન બહુ જરૂરી છે...
---------------
લગ્ન કરેલા પુરુષો માટે તેનું "ઘરબાર" જ તેનું સર્વસ્વ હોય છે. માટે જ તો કાં તો ઘરમાં જોવા મળે છે નહીં તો...
.
.
.
બારમાં!!!!

એક વ્યક્તિ નદી કિનારે માછલી પકડવા પહોંચ્યો તો તેને યાદ આવ્યું કે તે માછલી માટે ચારો તો તે લેવાનું જ ભૂલી જ ગયો છે.
ત્યારે તેને બાજુમાંથી પસાર થતા સાપના મોઢામાં તેને જીવડું જોયું. તેને સાપને પકડીને તેના મોઢામાંથી જીવડું નીકાળી દીધું પણ દયા આવવાના કારણે તેણે જીવડા બદલે સાપને થોડોક દારૂ પીવડાવ્યો.
થોડાક સમય બાદ તે સાપ બીજા ત્રણ જીવડાં મોઢામાં લઇને આવી ગયો
.
.
.
એટલે જ તો દારૂ વસ્તુ જ એવી છે!!! કે લત લાગી જાય!!!












Click it and Unblock the Notifications
