જોક્સ: પતિનું FACEBOOK સ્ટેટસ
પતિ- જો ઓપરેશન દરમિયાન હું મરી જઉં તો આ ડોક્ટર સાથે લગ્ન કરી લેજે!!
પત્ની- આવું કેમ બોલો છો!!
પતિ- તો શું હું ડોક્ટરને માફ કરી દઉં!!
------------
ટીચર:- "Fox નું બહુવચન શું થાય?"
વિધ્યાર્થી:- "Winter"
ટીચર:- "અલ્યા ડફોળ, Fox એટલે શિયાળ થાય"
વિધ્યાર્થી:- "તો Winter એટલે શિયાળો...!!!

કોઈ નો અકસ્માત થાય ત્યારે બધા ના અલગ અલગ નિવેદનો .....
અમેરીકન : ઓહ માય ગોડ !
પાકિસ્તાની : યા અલ્લાહ !
સાઉથ આફ્રીકન : ઓ..... લા લા લા લા લા!
ગુજરાતી : પાર્ટીએ હોશિયારી કરવામાં ને કરવામાં ઘુસાડી દીધી !
---------
પતિનું FACEBOOK સ્ટેટસ:-
અફાટ નીલા આકાશમાં
ઊંચે ઊડી ક્ષિતિજ ને આંબવા નું
મન થાય છે આજે....
પત્નીની કમેન્ટ...
ધરતી પર સ્પર્શ થતાં જ....
દૂધની થેલી લેતા આવજો...












Click it and Unblock the Notifications
