જોક્સ: તમે સંડાસમાં પણ હોઇ શકો છો....
કાકા (વાળંદને): આજ તો ભારે થઇ ! સવારે જંગલ ગયો, હજી તો નાડી છોડી ત્યાં તો સામે સિંહ...!
વાળંદ : લે બહુ કરી કાકા, પછી?
કાકા : પછી શું, મેં તો વાળી મુઠી, હું આગળ ને સિંહ પાછળ... થોડી વાર પછી પાછળ જોયું ને સિંહ લપસ્યો.
વાળંદ : પછી?
બાપૂ : વળી પાછી દોટ મૂકી.... હું આગળ ને સિંહ પાછળ... થોડી વાર પછી પાછળ જોયું ને સિંહ ફરી લપસ્યો ! માંડ માંડ ઘરે જીવતો આવ્યો. બાપલા!!!
.
.
વાળંદ : જબરું કહેવાય, અમારા જેવા ને તો ઝાડા થઇ જાય!
કાકા: ડોબા, તો સિંહ અમથો બે વાર લપસ્યો તો ?
------------
ડોક્ટર- તમને કદી નિમોનિયાની તકલીફ થઇ છે?
પપ્પુ- હા એક વાર
ડોક્ટર - ક્યારે??
પપ્પુ- સ્કૂલમાં જ્યારે એક વાર ટિચરે તેનો સ્પેલિંગ પૂછ્યો હતો ત્યારે!!!!

મારા અમેરિકન મિત્ર ફોન કરીને મને પૂછ્યું "યાર આ Monkey Bath શું છે?"
મેં કહ્યું મને નથી ખબર, તે ક્યાંથી સાંભળ્યો આ શબ્દ...
તો કહે આખું અમેરિકા વાત કરી રહ્યું છે "મંકી બાથ બિટવીન મોદી એન્ડ ઓબામા"
હું- ડફોળ...Monkey Bath નહીં...મન કી બાત!!!!
------
હંમેશા યાદ રાખો જ્યારે તમે એકલા હોવ અને તમામ દરવાજા બંધ થઇ ગયા હોય છે ત્યારે
.
.
.
.
તમે સંડાસમાં પણ હોઇ શકો છો....
દરેક વસ્તુને સિરીયસી લેવાની જરૂર નથી!!!












Click it and Unblock the Notifications
