પત્નીએ એ રીતે કરી પતિની કરી બુરાઈ, સાંભળીને સૌ ચોંકી ગયા
પત્નીએ એ રીતે કરી પતિની કરી બુરાઈ, સાંભળીને સૌ ચોંકી ગયા
પતિની બુરાઈ સહન ના થઈ શકે
કેટલીક મહિલાઓ એકબીજા સાથે પતિ-પત્નીના સંબંધો વિશે
વાતો કરી રહી હતી. થોડીવાર સાંભળ્યા બાદ
એક મહિલા બોલીઃ અરે, બહેન ખબર નહિ મહિલાઓ
પોતાના પતિની બુરાઈ કેવી રીતે કરી શકે છે...
હવે મારા પતિને જ જોઈ લો
બુધ્ધિના નામનો એક પૈસો પણ તેમની પાસે નથી...
દેખાવ ભગવાને આપ્યો નથી...
રંગ એવો કે જન્મતા જ ભઠ્ઠીમાં નાખીને શેકી દીધો હોય..
અને કંજૂસ એવા કે ચડ્ડી પણ સેકન્ડ હેન્ડ ખરીદીને પહેરે છે..
નસકોરા એવા બોલાવે કે એવુ મન થાય કે
સૂતા જ નાકમાં તેલ નાખીને આગ લગાવી દઉ...
પણ બહેન મજાલ છે જો આજ સુધી મે એમની બુરાઈ કરી હોય...
જેવા છે મારા તો દેવતા છે. હું તો નથી કરતી તેમની બુરાઈ. 


.......................

પતિ વાળ કપાવીને ઘરે આવ્યો અને
પત્નીને કહ્યુઃ જો હું તારાથી દસ વર્ષ નાનો લાગુ છુ કે નહિ?
હાજર જવાબી પત્ની બોલીઃ મુંડન કરાવી લેતા તો
લાગતુ કે હજુ હમણા જ પેદા થયા હોય.. 


......................
પ્રશ્નઃ પ્રેમ શું છે?
જવાબઃ જીવનનો પ્રકાશ છે.
પ્રશ્નઃ લગ્ન શું છે?
જવાબઃ એ જ પ્રકાશનું વીજળીનું બિલ છે. 


.......................












Click it and Unblock the Notifications
