પક્ષોને ખિસ્સામાં લઇને ફરતા પ્રોફેશનલ પ્રચારકો!

joke
સોહમ ઠાકર, પાલનપુર

નેતા થયા નાદાર
તમે મન મુકીને વરસો મતદાર...
મન મુકીને વરસો...
તમે છો આ રાજકારણનો આધાર...
તમે મન મુકીને વરસો મતદાર
મન મુકીને વરસો...

વરસાદ તો વરસ્યો છે આ વખતે મતોનો, પણ આમાં કોણ થશે માલદાર અને કોણ થશે નાદાર, કોણ રહેશે કોરા અને કોણ ભીંજાશે આ મતોની ઝડીમાં એ તો 20મી ડિસેમ્બરે જ ખબર પડશે. આ ખુરશીના સ્વયંવરમાં ખુરશી કોને પહેરાવશે હાર તે જોવાની તાલાવેલી સર્વેને છે.

મારી બાજુમાં રહેતા રમાભાભી હાંફળા ફાંફળા આવ્યા, મને કહે, તમારા ભાઇ છનાલાલ આચાર સંહિતા લાગી ત્યારથી સુતા છે તે હજી સુધી ઉઠતા નથી. મેં કહ્યું, ક્યાંથી ઉઠે? બે મહિનાથી પગ વાળા નથી.

અમારા છનાલાલે "બેગાની શાદીમેં અબ્દુલ્લા દીવાના"ની કહેવત સાર્થક કરી બતાવી છે. અમારા છનાલાલે "જાનમાં કોઇ જાણે નહીં ને વરની ફઇ હું" એવો પ્રચાર કર્યો છે. બાકી તેમણે શું પ્રચાર કર્યો છે, એ અંગે કહેવું હોય તો કહી શકાય કે તેમણે કોઇ પણ પક્ષને નારાજ નથી કર્યા. તેમણે બધા જ પક્ષોનો પ્રચાર કર્યો. તેમને આ બધા માટે જેવું જેવું મહેનતાણું મળ્યું તેવી મહેનત છનાલાલે કરી છે.

આમ પણ અમારા છનાલાલનું કામ જ એવું કે એક ઇલેક્શનમાં દાબીને ખટક રાખે એટલે આવનારા પાંચ વરસ સુધીનો ખર્ચો કાઢી નાંખે. પછી ક્યાંથી ઉઠે એ. મેં રમાભાભીને કહ્યું કે એમના કાનમાં જઇને કહો કે એક પાર્ટીવાળા આવ્યા છે. એમની પાર્ટીનો પ્રચાર કરવાનો છે. અને પછી જુઓ છનાલાલ કેવા પરગટ થાય છે. ભાઇ આ તો જેવો જેનો વિષય, બાકી છનાલાલને ચૂંટણી લડવામાં કોઇ રસ નથી હોં!

હવે આવા છનાલાલ ગલીએ ગલીએ જોવા મળે છે. ચૂંટણીનું જાહેરનામું બહાર પડ્યું નથી અને ચાર ખિસ્સાવાળી બે જોડ સફારી સિવડાવે. ચારેય ખિસ્સામાં અલગ અલગ પક્ષોના નિશાન રાખે. સરવાળે બધા જ પક્ષો છનાલાલના ખિસ્સામાં પડ્યા હોય. જે પક્ષની સભામાં જાય તે પક્ષનું નિશાન બહાર રાખે, બાકી બધા ખિસ્સાની અંદર.

આ વખતે છનાલાલે સફારીમાં ત્રણ ખિસ્સા વધારાયા. અરે ભાઇ, જીપીપી, સપા અને બસપા વધ્યાને! છનાલાલનું ગણિત પાક્કું છે. જેમ પક્ષ વધે તેમ છનાલાલની સફારીના ખિસ્સા વધે. મારાથી રહેવાયું નહીં એટલે મેં તો પૂછી નાખ્યું, ક્યાંક ખિસ્સું ભૂલી ગયા અને એક પક્ષનું નિશાન બીજાની સભામાં નીકળ્યું તો? છનાલાલ બોલ્યા, એમ તે કાંઇ ભુલાતું હશે! ગાંડો સમજે છે મને? છેલ્લા વીસ વર્ષથી ધંધો કરું છું. જો ગણાવું તને, ડાબા ખિસ્સામાં કમળ, જમણામાં પંજો, બે અપક્ષ પેન્ટના ખિસ્સામાં છે. બેટ પાછલા ખિસ્સામાં રાખ્યું છે. બધું જ મોઢે છે ભાઇ મને. મારી ચિંતા કરીશ નહીં તું, છે ને કમાલ આપણા છનાલાલની ધમાલ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X