જોક્સ: ભીડ જોઇને રાહુલ ખુશ થઇ ગયો
પંજાબમાં પોતાની આસપાસ આટલી ભીડ જોઇને રાહુલ ખુશ થઇ ગયો.
રાહુલ (સંતાને)- જોયો મારો રૂઆબ, મને જોવા કેટલા લોકો આવ્યા છે
સંતા- એ તો એવું છે ને કે બધાને અચરજ થાય છે કે કોણ છે તે વ્યક્તિ જેના જોક્સ સરદારો કરતા પણ વધારે વંચાય છે. માટે આટલી ભીડ છે.
--------
એક કાળી અંધીયારી રાતે, વરસતા વરસાદમાં એક વ્યક્તિને ઘરે કોઇને બેલ મારી
વ્યક્તિએ દરવાજો ખોલ્યો તો સામે ભીંજાયેલા સરદારજી ઉભા હતા
સરદારજી- પ્લીઝ, ધક્કો મારોને
વ્યક્તિએ ના કહી તે દરવાજો બંધ કરી સૂઇ ગયો
પણ થોડીવાર પછી તેના જમીરે તેને સૂવા ના દીધા. તેને થયું સરદારજીની મદદ કરવી જોઇએ.
તેણે દરવાજો ખોલ્યો અને બૂમ પાડી
"સરદારજી ક્યાં છો તમે? લાવો હું ધક્કો મારું"
સરદારજી- હું તારા હિંચકા પર બેઠા છું, આવ અહીં, હિંચકાને ધક્કો મારવા.

પતિ- ડાર્લિંગ, જ્યારે હું ઓફિસનો ગુસ્સો તારા પર ઉતારું છું ત્યારે તું ત્યારી ભડાસ ક્યાં કાઢે છે?
પત્ની - તમારા ટૂથબ્રશથી ટોયલેટ સાફ કરીને!
------------
ડોક્ટર (દર્દીને)- હવે તું એકદમ ઠીક થઇ ગયો છે. હવે તને શાનો ડર છે?
દર્દી- જે ગાડીથી મારો એક્સિડન્ટ થયો હતો તેની પર લખ્યું હતું
.
.
"ફિર મિલેગે"
-----
મનોચિકિત્સક બંતા, માનસિક રોગી સંતાથી વાત કરતો હતો
ડૉ.બંતા -માની લે કે અત્યારે એક રેલગાડી, ફૂલ સ્પીડથી તારી સામે આવે, તો તું શું કરશે?
સંતા- હું મારા હેલિકોપ્ટરમાં બેસી ઉડી જઇશ
ડૉ.બંતા- તારી પાસે હેલિકોપ્ટર ક્યાંથી આવશે?
સંતા- ત્યાં થી જ જ્યાંથી તારી પાસે રેલગાડી આવી હતી... !
---
સંતા ખુબ જ દુખી હતો
બંતા- કંઇ વાતનું ટેન્શન છે ?
સંતા- યાર, મેં એક ફ્રેન્ડને બે લાખ રૂપિયા આપ્યા હતા પ્લાસ્ટિક સર્જરી કરાવા માટે
.
.
હવે હું તેને ઓળખી જ નથી શકતો.












Click it and Unblock the Notifications
