HOT Pics: મોની રોયથી લઇને દિપીકાનો રેડ કાર્પેટ લૂક

Posted By:
Subscribe to Oneindia News

હાલમાં જ બોલીવૂડ અને ટેલિવિઝન પર વિવિધ એવોર્ડ ફંકશન ચાલી રહ્યા છે. અને જ્યારે પણ કોઇ એવોર્ડ ફંકશનની વાત હોય ત્યારે તેમાં સૌથી આકર્ષણ અને જેવા જેવી વાત તે હોય છે કે કંઇ હિરોઇન કેવા કપડાં પહેરીને તે એવોર્ડ સમારંભમાં આવી હતી. અને તે કેવી રીતે તે એવોર્ડ સમારંભમાં અન્ય અભિનેત્રીઓ કરતા છવાઇ ગઇ હતી.

હાલમાં જ મુંબઇમાં ટેલિવિઝન ક્ષેત્રે આઇટા એવોર્ડને આયોજીત કરવામાં આવ્યા હતા. જેમાં ટીવી ક્ષેત્ર સાથે જોડાયેલી અનેક હસ્તીઓએ રેડ કાર્પેટ પણ હાજરી આપી લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા. જો કે આ એવોર્ડમાં શાન બની હતી નાગિન ફેમ હિરોઇન મોની રોય. તે સિવાય દેબિના અને કરિશ્મા તન્ના પણ આ એવોર્ડમાં છવાઇ ગયા હતા. તો બીજી તરફ લક્સ ગોલ્ડન રોઝ એવોર્ડનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શાહરૂખ ખાન, દિપીકા પાદુકોણ, માધુરી દિક્ષિત સમેત અનેક જાણીતી બોલીવૂડ હસ્તીઓએ હાજરી આપી હતી.

જો કે ત્યારે ટેલીવીઝન અને બોલીવૂડના આ બે એવોર્ડ ફંકશનમાં વિવિધ સેલેબ્રિટી કેવા અંદાજમાં નજરે પડ્યો હતા. જુઓ નીચેની આ તસવીરોમાં....

દિપીકા પાદુકોણ

દિપીકા પાદુકોણ

લક્સ ગોલ્ડન રોઝ એવોર્ડમાં દિપીકા પાદુકોણ આ હોટ લૂકમાં જોવા મળી હતી. પર્પલ રંગના સાઇડ કટ વાળા આ સાટીન ગાઉનમાં દિપીકા સુપર હોટ લાગી રહી હતી. વધુમાં તેમણે શાહરૂખ ખાન સાથે આ એવોર્ડમાં એક નાનકડું ડાન્સ પર્ફોર્મન્સ પણ આપ્યું હતું. વળી તમામ લોકોની નજરો આ એવોર્ડ ફકંશનમાં દિપીકા પર જ અટકી ગઇ હતી.

કેટરીના કૈફ

કેટરીના કૈફ

તો લક્સ ગોલ્ડન રોઝ એવોર્ડમાં કેટરીના કૈફ આ ગ્રીન ગાઉનમાં જેવા મળી હતી. નોંધનીય છે કે આ સમગ્ર ફંકશનમાં દિપીકા અને કૈટરીના એક બીજાથી અળગા અને અલગ થલગ રહેવાનો પ્રયાસ કરી રહ્યા હોય તેવું સ્પષ્ટ દેખાઇ રહ્યું હતું.

માધુરી દિક્ષીત

માધુરી દિક્ષીત

તો એવરગ્રીન બ્યૂટી માધુરી દિક્ષીત આ બ્લેક ફીશ કટ ટાઇપના ગાઉનમાં સુપર હોટ અને બ્યૂટીફૂલ દેખાતી હતી. તેણે પણલક્સ ગોલ્ડન રોઝ એવોર્ડમાં રેડ કાર્પેટ એન્ટ્રી લઇને આ એવોર્ડ ફંકશનને ચાર ચાંદ લગાડ્યા હતા.

કરીના કપૂર

કરીના કપૂર

તો ગોર્ઝિયસ કરીના કપૂર પણ આ એવોર્ડ ફંકશનમાં હાજર રહી હતી. બેબી બમ્પ સાથે રેડ ગાઉનમાં કરીના કપૂર સુપર કૂલ દેખાતી હતી. અને પ્રેગનન્સીએ તેની સુંદરતાના વધુ જ નીખારી દીધી હોય તેવું સ્પષ્ટ દેખાતું હતું.

અનુષ્કા શર્મા

અનુષ્કા શર્મા

વાઇટ સ્લાઇટ સ્ક્રટ અને બ્લેક કોપ ટોપમાં અનુષ્કા શર્મા આ ફકંશનમાં આ કૂલ લૂક સાથે આવી હતી. અને તેમની સુંદરતા જોતા જ બનતી હતી.

તમન્ના ભાટિયા

તમન્ના ભાટિયા

નોંધનીય છે કે ખાલી બોલીવૂડ હિરોઇન જ નહીં. સાઉથની પણ કેટલીક જાણીતી અભિનેત્રીઓએ આ એવોર્ડ ફંકશનમાં ભાગ લીધો હતો. ત્યારે આ એવોર્ડ ફંકશનમાં તમન્ના ભાટિયા આ રેડ ક્યૂટ ડ્રેસમાં જોવા મળી હતી.

અદિતી

અદિતી

અદિતી જેટલી ફિલ્મોમાં નથી દેખાતી. તેટલી એવોર્ડ ફંકશન અને ફેશન શોમાં દેખાાય છે. અને આ એવોર્ડ ફંકશનમાં પણ અદિતી કંઇક આ રીતે વાઇટ ફ્રિલ વાળા ગાઉનમાં મનમોહક દેખાતી હતી.

મોની રોય

મોની રોય

તો ટીવી જગતની ટોપની અભિનેત્રી તેવી મોની રોય હાલમાં જ મુંબઇ ખાતે યોજવામાં આવેલાઆઇટા એવોર્ડ ગોલ્ડન ગાઉન અને મનમોહક અદાઓ સાથે કંઇક આ લૂકમાં જોવા મળી હતી. અને તમામ લોકો આ એવોર્ડ ફંકશનમાં ખાલી તેની જ સુંદરતાની વાતો કરી રહ્યા હતા.

દેબિના

દેબિના

તો ગુરુમીત ચૌધરીની પત્ની દેબીના પણ આ એવોર્ડ ફંકશનમાં હાજર રહી હતી. અને તેના આ બ્લુ હોટ ડ્રેસ લોકોનું ધ્યાન તેની તરફ આકર્ષિત કર્યું હતું.

કરિશ્મા તન્ના

કરિશ્મા તન્ના

ત્યારે ટીવી ક્ષેત્રે યોજવામાં આવેલા આ એવોર્ડ ફંકશનમાં કરિશ્મા તન્ના આ ગોલ્ડન ડ્રેસમાં જોવા મળી હતી. ટીવી સેલેબ્રિટીમાં મોની પછી કરિશ્માની કાતિલ અદાઓએ લોકોને ઘાયલ કર્યા હતા.

English summary
Bollywood and Tv Celebrities Hot red carpet photos 2016.
Please Wait while comments are loading...