For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બર્થ ડે બેબી દીપિકાના 10 શાનદાર રોલ

|
Google Oneindia Gujarati News

દીપિકા પાદૂકોણ બૉલીવુડમાં હાલ એક ચમકતી અભિનેત્રી બની ગઇ છે. ઓમ શાંતિ ઓમ ફિલ્મથી બૉલીવુડમાં પર્દાર્પણ કરનારી આ અભિનેત્રીની ચાર ફિલ્મો 2013માં 100 ક્લબમાં સામેલ થઇ છે. આજે બૉલીવુડની 100 કરોડી અભિનેત્રી 28 વર્ષની થઇ ગઇ છે.

દીપિકાએ બૉલીવુડમાં છ વર્ષ પૂર્ણ કર્યા છે અને આ છ વર્ષમા તેણે પોતાની અભિનય ક્ષમતાનાને નીખારી છે અને પોતાની લોકપ્રિયતામાં વધારો કર્યો છે. આ સાથે જ તેણે કોઇ એક બીબાઢાળ રોલ સુધી સીમિત નહીં રહીને સતત પડકારજનક પાત્રો ભજવીને પોતાનામાં રહેલી અભિનય ક્ષમતાને લોકો સમક્ષ રજૂ કરી છે. ત્યારે આજે તેના જન્મ દિવસ નીમિત્તે અમે અહીં તેના દ્વારા કરવામાં આવેલા વિભિન્ન રોલ અંગે તસવીરોમાં જણાવવામાં આવ્યું છે.

ઓમ શાંતિ ઓમ(2007)

ઓમ શાંતિ ઓમ(2007)

દીપિકા પાદૂકોણની આ પર્દાર્પણ ફિલ્મ હતી. આ ફિલ્મમાં દીપિકાએ શાંતિ પ્રિયા નામની એક 70ના દશકાની અભિનેત્રીનો રોલ કર્યો હતો. આ ફિલ્મમાં તેણે ડબલ રોલ કર્યા હતા. તેમજ તેણે આ ફિલ્મમાં ‘ધૂમ તાના..' ગીત થકી પોતાની ડાન્સિંગ સ્કીલ પણ દર્શાવી હતી.

બચના એ હસીનો(2008)

બચના એ હસીનો(2008)

2008માં તે સિદ્ધાર્થ આનંદની ફિલ્મ ‘બચના એ હસીનો' ફિલ્મમાં જોવા મળી હતી. આ ફિલ્મમાં તેની સાથે તેનો જે તે સમયનો બોયફ્રેન્ડ રણબીર કપૂર હતો. આ ફિલ્મમાં તેણે એક આઝાદ વિચારો ધરાવતી ગાયત્રી નામની યુવતીનું પાત્ર ભજવ્યુ હતુ.

લવ આજ કાલ(2009)

લવ આજ કાલ(2009)

2009માં તે ઇમ્તિયાઝ અલીની ફિલ્મ ‘લવ આજ કાલ'માં જોવા મળી હતી. આ ફિલ્મમાં તેની વિરુદ્ધ સૈફ અલી ખાન હતો. આ ફિલ્મમાં તેણે એક મીરા નામની મહત્ત્ત્વાકાંક્ષી યુવતીનું પાત્ર ભજવ્યુ હતુ.

કાર્તિક કોલિંગ કાર્તિક(2010)

કાર્તિક કોલિંગ કાર્તિક(2010)

2010માં આવેલી ફરહાન અખ્તરની ફિલ્મ કાર્તિક કોલિંગ કાર્તિકમાં દીપિકા પાદૂકોણે એક કોર્પોરેટ મહિલા સોનાલી મુખરજી નામનું પાત્ર ભજવ્યુ હતુ. જે ફરહાન અખ્તર પાસેથી પ્રેમ અને વિશ્વાસ અંગે શીખે છે.

આરક્ષણ(2011)

આરક્ષણ(2011)

પ્રકાશ ઝાની 2011માં આવેલી ફિલ્મ કોટા સિસ્ટમ અને એજ્યુકેશન પર આધારિત ફિલ્મ હતી, જેમાં દીપિકાએ અધિકાર માટે લડતા અમિતાભ બચ્ચનની પુત્રી પૂર્વીનું પાત્ર ભજવ્યુ હતુ. જેમાં તે એકદમ સામાન્ય યુવતીના પાત્રમાં હતી.

કોકટેલ(2012)

કોકટેલ(2012)

2012માં હોમી અદાજાનિયા દ્વારા ડિરેક્ટ કરવામાં આવેલી રોમેન્ટિક કોમેડી ફિલ્મ કોકટેલ તેના માટે ગેમ ચેન્જર સાબિત થઇ હતી. આ ફિલ્મમાં તેના દ્વારા ભજવવામાં આવેલા પાત્રની સરાહના કરવામાં આવી હતી.

રેસ 2(2013)

રેસ 2(2013)

2013નું વર્ષ દીપિકા પાદૂકોણ માટે ઘણું જ સારુ રહ્યું છે. આ વર્ષે તેની 4 ફિલ્મોમાં તેણે ચાર ભિન્ન ભિન્ન પ્રકારના પાત્રો ભજવ્યા હતા. રેસ ટૂમાં તેણે એલીના નામની યુવતીનું પાત્ર ભજવ્યુ હતુ જે પોતાના લાભ માટે લોકોની હત્યા કરી નાખે છે.

યે જવાની હે દીવાની(2013)

યે જવાની હે દીવાની(2013)

ત્યાર બાદ તેની અન્ય એક ફિલ્મ યે જવાની હે દીવાની ફિલ્મમાં તે તેના એક્સ બોયફ્રેન્ડ રણબીર કપૂર સાથે જોવા મળી હતી. આ ફિલ્મમાં તેણે નૈના નામની યુવતીનું પાત્ર ભજવ્યું છે, જે અન્તર્મુખી છે જે એક ટ્રીપ પર જાય છે અને તેનું જીવન બદલાય જાય છે.

ચેન્નાઇ એક્સપ્રેસ(2013)

ચેન્નાઇ એક્સપ્રેસ(2013)

ઓમ શાંતિ ઓમ બાદ 2013માં તે શાહરુખ ખાન સાથે ચેન્નાઇ એક્સપ્રેસ મુવીમાં જોવા મળી હતી. આ ફિલ્મ રોહિત શેટ્ટીની હતી, આ ફિલ્મમાં દીપિકા એક નવા અને ફ્રેશ અવતારમાં જોવા મળી છે. જેમાં તે કાન્જીવરમ સાડી, ગજરામાં જોવા મળી હતી.

ગોલીઓ કી રાસલીલા રામ લીલા(2013)

ગોલીઓ કી રાસલીલા રામ લીલા(2013)

ચેન્નાઇ એક્સપ્રેસ બાદ દીપિકા પાદૂકોણ, સંજય લીલા ભણસાલીની ફિલ્મ રામ લીલામાં જોવા મળી હતી. આ ફિલ્મમાં તેણે એક ગુજરાતી દિકરીનું પાત્ર ભજવ્યુ હતુ. આ ફિલ્મમાં તેણે ગરબા નૃત્ય કર્યુ હતુ, આ ફિલ્મમાં રણવીર સિંહ અને તેની કેમેસ્ટ્રીને ઘણી જ વખાણવામાં આવી હતી. આ ફિલ્મમાં તેના અભિનયને ઘણો જ વખાણવામાં આવ્યો હતો.

English summary
10 differents role played by birthday girl deepika padukone
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X