Kick@50 Crore : જુઓ એવા 10 દૃશ્યો કે જે Miss શકાય નહીં...
મુંબઈ, 28 જુલાઈ : બૉક્સ ઑફિસે સલમાન ખાનનો જાદૂ જળવાયેલો છે. શુક્રવારે રિલીઝ થયેલ તેમની ફિલ્મ કિકે શનિવારે ઝાટકાભેર કમાણી કરી છે. કિક ફિલ્મે બે દિવસમાં જ કમાણીનો આંકડો 50 કરોડે પહોંચાડી દીધો છે.
જાણીતા સમીક્ષક અને ટ્રેડ એનાલિટિક તરણ આદર્શે ટ્વિટર પર આ માહિતી આપી છે. તરણના ટ્વીટથી સ્પષ્ટ થાય છે કે કિકે શુક્રવાર કરતા શનિવારે વધુ કમાણી કરી છે. ફિલ્મે રિલીઝ થતાની સાથે જ બે દિવસમાં જ જોરદાર કમાણી કરી છે. પહેલા દિવસે કિકની કમાણી 35 કરોડની હતી કે જે આ વર્ષે પહેલા દિવસે સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ બની છે.
સલમાન ખાન સાથે જૅકલીન ફર્નાન્ડીઝ, નવાઝુદ્દીન સિદ્દીકી અને રણદીપ હુડા તથા નરગિસ ફખરી જેવા સ્ટાર્સને જોવા માટે લોકોએ કિકનું એડવાન્સ બુકિંગ કરાવી લીધું છે. કિકનું દિગ્દર્શન સાજિદ નડિયાદવાલાએ કર્યું છે. આ સાથે તેઓ દિગ્દર્શન ક્ષેત્રે ઝંપલાવ્યા છે.
ચાલો હાલ તો આપને બતાવીએ કિક ફિલ્મના એ 10 દૃશ્યો કે જે મિસ ન કરી શકાય :

અક્ષયનું પાર્ટી ઑલ નાઇટ...
સલમાન ખાન અક્ષય કુમારના ગીત પાર્ટી ઑલ નાઇટ... ગીત પર ડાન્સ કરતા નજરે પડે છે. જૅકલીન સાથેનું આ દૃશ્ય ખૂબ જ ફન્ની છે.

દબંગ સ્પૂફ
સલમાન ખાન ફિલ્મના એક દૃશ્યમાં પોતાની જ ફિલ્મ દબંગની સ્ટાઇલની ફન્ની કૉપી કરે છે.

શરાબી મિથુન
શરાબી મિથુન પોતાના જ ડિસ્કો ડાન્સર ગીત વડે પોતાને બહેલાવે છે.

રૉબરી સીન્સ
કિકમાં કેટલાક રૉબરી સીન્સ ખૂબ જ બેટર છે અને તે ધૂમ સિરીઝ કરતા વધુ ઉત્તમ છે.

જૅકલીનના ડાન્સ મૂવ્સ
આપણે જૅકલીન ફર્નાન્ડીઝને ક્યારેય આવા બ્રિલિયંટ ડાન્સર તરીકે નથી જોયાં. કિકમાં જોઈ શકાય છે.

સલમાન ખાન
સલમાન ખાને કિકમાં જેટલુ પણ કર્યુ છે, તે બધુ કમાલ છે. તેમના ડાયલૉગ્સ, તેમના એક્સપ્રેશન્સ, બધા દૃશ્યો બેસ્ટ છે.

સ્ટંટ સીન્સ
કિકમાં સ્ટંટ સીન્સ પણ બેસ્ટ છે અને તેમાં પણ હેલીકૉપ્ટર વાળુ સીન તો કમાલનું છે.

નવાઝુદ્દીન સિદ્દીકી
નવાઝુદ્દીન સિદ્દીકીનું હાસ્ય અને એક્ટિંગ મિસ ન કરી શકાય.

સલમાનનું ફૅન કૅરેક્ટર
સલમાન ખાનના કૉમેડી સીન્સ સાચે જ હાસ્ય ઉપજાવનારા અને દર્શકોને હસવા માટે મજબૂર કરનારા છે.

ભાગમભાગ
લૂંટ બાદ નાસભાગના જે દૃશ્યો છે, તે પણ ખૂબ જ રોમાંચક છે.
-
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ? -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
કચ્છમાં કરા સાથે વરસાદ, ખેડૂતોને મોટુ નુકસાન -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતમાં માવઠાનો વધુ એક રાઉન્ડ આવશે, 28 એપ્રિલથી વાતાવરણમાં પલટાની આગાહી -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત -
બનાસકાંઠાના CNG પ્લાન્ટને દેશના 15 રાજ્યો અપનાવશે, 60 કરોડ ફળવાયા








Click it and Unblock the Notifications
