'12મી ફેલ'ના ગૌરી ભૈયા એટલે કે અંશુમાન પુષ્કરની રિયલ લાઈફ, ભણ્યા MBA, પગાર મળ્યો 500 રુપિયા...
12th Fail Anshumaan Pushkar: બૉલિવુડના ફેમસ ડિરેક્ટર વિધુ વિનોદ ચોપરાની ફિલ્મ '12મી ફેલ'એ આ દિવસોમાં સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી છે. દરેક લોકો આ ફિલ્મની વાર્તા અને તેમાં જોવા મળેલા પાત્રોના વખાણ કરતા થાકતા નથી. આ ફિલ્મમાં IPS મનોજ કુમાર શર્મા અને IRS શ્રદ્ધા જોશીની ભૂમિકામાં જોવા મળેલા વિક્રાંત મેસી અને મેધા શંકરે બધાના દિલ જીતી લીધા છે.
આ ફિલ્મમાં ગૌરી ભૈયાના રોલમાં જોવા મળેલા અંશુમન પુષ્કરના પણ ખૂબ વખાણ થઈ રહ્યા છે. તમને જણાવી દઈએ કે આ ફિલ્મમાં ગૌરી ભૈયાએ મનોજ કુમારને આઈપીએસ બનાવવામાં મોટી ભૂમિકા ભજવી છે. જો કે એવું કહેવામાં આવી રહ્યું છે કે અસલ આઈપીએસ મનોજ શર્માની રિયલ લાઈફમાં આવું કોઈ પાત્ર નહોતું, પરંતુ ફિલ્મના આ રોલે દરેકના દિલમાં એક અલગ જ છાપ છોડી છે.

મળતી માહિતી મુજબ, ગૌરી ભૈયા એટલે કે અંશુમન પુષ્કર બિહારનો રહેવાસી છે. તેણે પટનાના મોકામાંથી શાળાકીય શિક્ષણ મેળવ્યું. અંશુમનને બાળપણથી જ એક્ટિંગનો ખૂબ શોખ હતો. તે એક દમદાર અભિનેતા બનવા માંગતો હતો. તે MBAનો અભ્યાસ કરવા પટનાથી મુંબઈ ગયો હતો જ્યાં પહોંચતા જ તેણે નક્કી કરી લીધું હતું કે તે એક્ટર બનશે.
તમને જણાવી દઈએ કે મનોજ શર્માના ગૌરી ભૈયા એટલે કે અંશુમન બૉલિવુડ એક્ટર ઋતિક રોશનનો મોટો ફેન છે. તે ઋતિકની જેમ ડાન્સર બનવા માંગતો હતો. એટલું જ નહીં, અંશુમનનું માનવું છે કે કેકે મેનન, મનોજ બાજપેયી, રણદીપ હુડ્ડા અને ઈરફાન ખાનની પણ તેના અભિનેતા બનવામાં મોટી ભૂમિકા છે કારણ કે આ લોકોની એક્ટિંગ જોઈને તેને આ ઈન્ડસ્ટ્રીમાં આવવાની પ્રેરણા મળી હતી.
અંશુમન પુષ્કરે ટેલીચક્કરને આપેલા ઈન્ટરવ્યુમાં જણાવ્યું છે કે મુંબઈમાં એમબીએનો અભ્યાસ કરતી વખતે તેણે એક ચિપ્સ બ્રાન્ડની જાહેરાત માટે ઓડિશન આપ્યું હતું જે ખૂબ જ ખરાબ ગયું હતું. પહેલી વાર જ્યારે તેણે થિયેટર કર્યું ત્યારે તેને 500 રૂપિયા અને ખાવા માટે 200 રૂપિયાનો પગાર મળ્યો, જે તેણે આજે પણ ખર્ચ્યો નથી.
અંશુમન પુષ્કરે ફિલ્મ '12મી ફેલ'માં ગૌરી ભૈયાની ખૂબ જ દમદાર ભૂમિકા ભજવી છે. તેના મજબૂત પાત્રને કારણે જ ફિલ્મમાં તેનું મહત્વ જાણીતું બન્યું છે. તમને જણાવી દઈએ કે આ પહેલા અંશુમન વેબ સીરિઝ 'જામતાડા'માં રૉકી અને ફિલ્મ 'ગ્રહણ'માં ઋષિના રોલમાં જોવા મળી ચૂક્યો છે. આ બંનેમાં લોકોએ તેને ખૂબ પસંદ કર્યો.












Click it and Unblock the Notifications
