સુશાંત સિંહ રાજપૂતના મોતથી દુઃખી 13 વર્ષની છાત્રાએ કરી આત્મહત્યા

સુશાંતની આત્મહત્યાની લોકો પર કઈ રીતની અસર પડી છે તેનો અંદાજો તમને છત્તીસગઢ સ્થિત ભિલાઈના આ સમાચારથી લાગી શકે છે.

બૉલિવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂત પોતાના ઉત્કૃષ્ટ અભિનય અને પોતાના સરળ તેમજ શાંત સ્વભાવ માટે જાણીતા હતા પરંતુ જે રીતે અચાનક તેમણે મુંબઈ સ્થિત પોતાના ફ્લેટ પર આત્મહત્યા કરી લીધી તેણે દરેક વસ્તુને ચોંકાવી દીધી છે. લોકો તેમની આત્મહત્યા પર સવાલ ઉઠાવી રહ્યા છે અને આની પાછળ ષડયંત્રની વાત કરી રહ્યા છે. પરંતુ સુશાંતની આત્મહત્યાની લોકો પર કઈ રીતની અસર પડી છે તેનો અંદાજો તમને છત્તીસગઢ સ્થિત ભિલાઈના આ સમાચારથી લાગી શકે છે. અહીં માત્ર 13 વર્ષની છાત્રાએ સુશાંતના મોત બાદ આત્મહત્યા કરી લીધી.

સુસાઈડ નોટ મળી આવી

સુસાઈડ નોટ મળી આવી

પોલિસની તપાસમાં એ વાત સામે આવી છે કે સુશાંત સિંહની ફેન આ છાત્રા સુશાંતના મોતથી એટલી દુઃખી હતી કે તેણે આત્મહત્યા કરી લીધી. આત્મહત્યા બાદ છાત્રાની એક સુસાઈડ નોટ પણ સામે આવી છે. જેમાં છાત્રાએ આત્મહત્યા પહેલા લખ્યુ કે તે સુશાંત સિંહના દુનિયામાંથી જતા રહેવાના કારણે ખૂબ દુઃખી છે અને તેને સારુ નથી લાગી રહ્યુ માટે તે આત્મહત્યા કરી રહી છે. વળી, આ આત્મહત્યા બાદ ભિલાઈ નગર પોલિસ આ કેસની તપાસમાં લાગી ગઈ છે.

7માં ધોરણમાં ભણતી હતી છાત્રા

7માં ધોરણમાં ભણતી હતી છાત્રા

માહિતી અનુસાર આત્મહત્યા કરનારી છાત્રાનુ નામ જે એન્જેલા છે અને તે 7માં ધોરણની છાત્રા હતી. આત્મહત્યા પહેલા છાત્રાએ સુશાંત સિંહ રાજપૂતની ફિલ્મ છિછોરે જોઈ હતી. તમને જણાવી દઈએ કે આ પહેલી વાર નથી જ્યારે સુશાંતની મોત બાદ તેના કોઈ ફેને આત્મહત્યા કરી છે. આ પહેલા આંધ્ર પ્રદેશની 21 વર્ષીય છોકરીએ પણ સુશાંતના મોતબાદ આત્મહત્યા કરી લીધી હતી. રિપોર્ટની માનીએ તો છોકરી સુશાંતના મોતથી ઘણી દુઃખી હતી.

રૂમ બંધ કરીને કરીને આત્મહત્યા

રૂમ બંધ કરીને કરીને આત્મહત્યા

છત્તીગઢના ભિલાઈમાં રહેતી એન્જેલા ત્રણ ભાઈ બહેનોમાં સૌથી મોટી હતી. તેના પિતા એસ સતીશ રાયપુર સ્થિત એક ખાનગી કંપનીમાં નોકરી કરે છે. સતીષ પોતાના બાળકોને સવારે નાનીના ઘરે મૂકી ગયા હતા. ઘટના સમયે એન્જેલા ઘરમાં એકલી હતી. બુધવારે સાંજે તે ટીવી પર ફિલ્મ છિછોરે જોઈ રહી હતી. જે સમયે તે ફિલ્મ જોઈ રહી હતી ત્યારે તે ઘણી ખુશ હતી અને ઘરે તેના પિતા પણ હાજર હતી પરંતુ કોઈ કામથી સતીષને ઘરેથી બજાર જવુ પડ્યુ. પરંતુ જ્યારે તે પાછા આવ્યા તો એન્જેલાએ દરવાજો ખોલ્યો નહિ. ત્યારબાદ પિતા ઘરની પાછળની બારીમાંથી અંદર ગયા. રૂમની અંદર એન્જેલાએ ખુદને ફાંસીના ફંદાથી લટકાવી લીધી હતી. આ દરમિયાન ટીવી પર સુશાંતની ફિલ્મ ચાલી રહી હતી. પિતાએ તેને ફંદા પરથી કાઢી અને સેક્ટર 9 સ્થિત હોસ્પિટલમાં લઈ ગયા જ્યાં ડૉક્ટરોએ તેેને મૃત ઘોષિત કરી દીધી. ઘટના બાદ પોલિસ આ કેસની તપાસ કરી રહી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X