Preview : લવ સ્ટોરીને લવ મૅરેજમાં બદલવાની મથામણ છે 2 સ્ટેટ્સ!
ફિલ્મ : 2 સ્ટેટ્સ
બૅનર : નડિયાદવાલા ગ્રાન્ડસન એંટરટેનમેંટ, ધર્મા પ્રોડક્શન્સ, યૂટીવી મોશન પિક્ચર્સ
નિર્માતા : સાજિદ નડિયાદવાલા, કરણ જૌહર
દિગ્દર્શક : અભિષેક વર્મન
સંગીત : શંકર-અહેસાન-લૉય
કલાકાર : આલિયા ભટ્ટ, અર્જુન કપૂર, રોનિત રૉય, અમૃતા સિંહ, શિવ સુબ્રહ્મણ્યમ, રેવતી
ચેતન ભગતની નવલકથા 2 સ્ટેટ્સ પર આધારિત ફિલ્મ 2 સ્ટેટ્સ શુક્રવારે રિલીઝ થઈ રહી છે. ફિલ્મને લઈને જોરદાર આતુરતા છે. ફિલ્મના યુવાન કલાકારો આલિયા ભટ્ટ તથા અર્જુન કપૂરની કેમેસ્ટ્રીને જોવા માટે લોકોની ઉત્સુકતા વધી ગઈ છે. ખાસ તો આલિયા ભટ્ટની આ ત્રીજી ફિલ્મ છે અને તે પણ ત્રીજા હીરો સાથે. ફિલ્મમાં આલિયા-અર્જુનની ઇંટીમેસી પણ ચર્ચામાં છે અને એટલે જ ફૅન્સ કદાચ આવતીકાલે ફિલ્મ રિલીઝ થતા જ થિયેટરો તરફ ઉમટી પડશે.
સાજિદ નડિયાદવાલા તથા કરણ જૌહર નિર્મિત અને અભિષેક વર્મન દિગ્દર્શિત 2 સ્ટેટ્સ ફિલ્મમાં આલિયા-અર્જુન ઉપરાંત રોનિત રૉય, અમૃતા સિંહ, શિવ સુબ્રહ્મણ્યમ તથા રેવતી પણ છે. ફિલ્મ આવતીકાલે રિલીઝ થાય, તે પહેલા ગઈકાલે મુંબઈના લાઇટબૉક્સ થિયેટરમાં ફિલ્મનું સ્પેશિયલ સ્ક્રીનિંગ પણ રાખવામાં આવ્યું કે જેમાં આલિયા ભટ્ટ અને અર્જુન કપૂર હાજર રહ્યા હતાં. આ ઉપરાંત કરણ જૌહર, મલાઇકા અરોરા ખાન, કરિશ્મા કપૂર અને સોનાક્ષી સિન્હા જેવી સેલિબ્રિટીઓ હાજર રહી હતી.
ચાલો જોઇએ 2 સ્ટેટ્સ ફિલ્મ અને સ્પેશિયલ સ્ક્રીનિંગની તસવીરો સાથે પ્રિવ્યૂ :

ક્રિશ-અનન્યાની વાર્તા
ચેતન ભગતની નવલકથા પર આધારિત 2 સ્ટેટ્સ ક્રિશ મલ્હોત્રા અને અનન્યા સ્વામીનાથન નામના એક કપલની લવ-સ્ટોરી છે કે જે પ્રેમથી લગ્ન સુધીની સફર રજૂ કરે છે.

મુલાકાત અને પ્રેમ
ક્રિશ-અનન્યાની મુલાકાત આઈઆઈએમ-અમદાવાદ ખાતે થાય છે અને બંને એક-બીજાના પ્રેમમાં પડી જાય છે.

લગ્નનો નિર્ણય
થોડાક સમય સુધી બરાબર ચાલે છે. પછી જ્યારે આઈઆઈએમમાં કોર્સ ખતમ થવાનો હોય છે, ત્યારે ક્રિશ-અનન્યા લગ્ન કરવાનો નિર્ણય કરે છે.

મુશ્કેલીઓનો ઝંઝાવાત
લગ્નનો નિર્ણય કરતા જ ક્રિશ-અનન્યાના જીવનમાં મુશ્કેલીઓનો ઝંઝાવાત શરૂ થઈ જાય છે, કારણ કે ક્રિશ દિલ્હીના એક પંજાબી પરિવારનો છે, તો અનન્યા ચેન્નઈના એક તામિળ બ્રાહ્મણ પરિવારની છે.

સંમતિથી લગ્નનો નિર્ણય
ક્રિશ-અનન્યા એક મહત્વનો નિર્ણય કરે છે કે જ્યાં સુધી તેમના પરિવારો સંમત નહીં થાય, ત્યાં સુધી લગ્ન નહીં કરે.

સાંસ્કૃતિક અલગતાઓનો ટકરાવ
ક્રિશ-અનન્યાના લગ્નને લઈને બંનેના માતા-પિતા મુલાકાત કરે છે, પરંતુ વાત બગડવા લાગે છે. સાંસ્કૃતિક અલગતાઓનો ટકરાવ થાય છે અને બંનેના પરિવારો આ લગ્નની વિરુદ્ધ ઊભા થઈ જાય છે.

હઠે ચઢે છે ક્રિશ-અનન્યા
પ્રેમ-કહાણીને પ્રેમ-લગ્નમાં બદલવા માટે ક્રિશ-અનન્યા એક મુશ્કેલ લડાઈ લડવા માટે તૈયાર હોય છે. વિદ્રોહ સરળ હોય છે, પણ બંને પોતાના પરિવારોને સંમત કરવાની હઠે ચઢે છે.

ગંભીર વાતની વ્યંગ્યાત્મક રજૂઆત
શું અનન્યા અને ક્રિશનો પ્રેમ આ મુશ્કેલ સંઘર્ષમાં વિજય મેળવશે? શું તેઓ પોત-પોતાના માતા-પિતાને સંમત કરી શકશે? ફિલ્મમાં આ ગંભીર બાબતને વ્યંગ્યાત્મક રીતે રજૂ કરાઈ છે. (આગળ જુઓ સ્પેશિયલ સ્ક્રીનિંગ પ્રસંગની તસવીરો)

2 સ્ટેટ્સ સ્પેશિયલ સ્ક્રીનિંગ
2 સ્ટેટ્સ સ્પેશિયલ સ્ક્રીનિંગમાં આલિયા ભટ્ટ.

2 સ્ટેટ્સ સ્પેશિયલ સ્ક્રીનિંગ
2 સ્ટેટ્સ સ્પેશિયલ સ્ક્રીનિંગમાં અર્જુન કપૂર અને આલિયા ભટ્ટ.

2 સ્ટેટ્સ સ્પેશિયલ સ્ક્રીનિંગ
2 સ્ટેટ્સ સ્પેશિયલ સ્ક્રીનિંગમાં અર્જુન કપૂર અને આલિયા ભટ્ટ.

2 સ્ટેટ્સ સ્પેશિયલ સ્ક્રીનિંગ
2 સ્ટેટ્સ સ્પેશિયલ સ્ક્રીનિંગમાં અર્જુન કપૂર અને કરણ જૌહર.

2 સ્ટેટ્સ સ્પેશિયલ સ્ક્રીનિંગ
2 સ્ટેટ્સ સ્પેશિયલ સ્ક્રીનિંગમાં કરણ જૌહર, અર્જુન કપૂર અને આલિયા ભટ્ટ.

2 સ્ટેટ્સ સ્પેશિયલ સ્ક્રીનિંગ
2 સ્ટેટ્સ સ્પેશિયલ સ્ક્રીનિંગમાં કરણ જૌહર, અર્જુન કપૂર તથા આલિયા ભટ્ટ.

2 સ્ટેટ્સ સ્પેશિયલ સ્ક્રીનિંગ
2 સ્ટેટ્સ સ્પેશિયલ સ્ક્રીનિંગમાં મલાઇકા અરોરા ખાન અને કરિશ્મા કપૂર.

2 સ્ટેટ્સ સ્પેશિયલ સ્ક્રીનિંગ
2 સ્ટેટ્સ સ્પેશિયલ સ્ક્રીનિંગમાં નીલમ.

2 સ્ટેટ્સ સ્પેશિયલ સ્ક્રીનિંગ
2 સ્ટેટ્સ સ્પેશિયલ સ્ક્રીનિંગમાં સોનાક્ષી સિન્હા.
-
ગુજરાતમાં ભરઉનાળે માવઠાની આગાહી, આ જિલ્લાઓમાં કરા પડી શકે -
Gold Rate Today: ઈરાન જંગ વચ્ચે સોનું ફરી સસ્તું થયું! જાણો લેટેસ્ટ કિંમત -
Petrol Diesel Price: 14 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gujarat Weather: રાજ્યમાં ભર ઉનાળે કમોસમી વરસાદની આગાહી, નોંધી લેજો આ તારીખ -
તમિલનાડુના રાજકારણમાં મોટી ઉથલપાથલ, શશિકલાએ નવી પાર્ટીની જાહેરાત કરી -
Gujarat Weather: રાજ્યના આ જિલ્લાઓમાં ગરમીનું યલો એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Dhurandhar 2: ક્યારે અને ક્યાં જોઈ શકશો રણવીર સિંહની 'ધુરંધર 2', આવી ગઈ સંપૂર્ણ વિગતો -
ખેડૂતો માટે ખુશખબર: ગુજરાત સરકારનો મોટો નિર્ણય, સિંચાઈ માટે કેનાલમાંથી અપાશે પાણી -
LPG Price Today: એલપીજી અંગે 3 દિવસમાં સરકારે લીધા 7 મોટા નિર્ણય, ક્યાં પહોંચ્યો ગેસ સિલિન્ડરનો ભાવ? -
Israel Iran War: શું સંકટ વચ્ચે ભારતમાં સસ્તું થશે Petrol-Diesel? શું છે સમુદ્ર પર તરતું 'ઓઇલ માર્કેટ'? -
Gujarat Titans Schedule: ગુજરાત ટાઇટન્સ આ દિવસે રમાશે પ્રથમ મેચ, રાજસ્થાન અને દિલ્હી સામે પણ થશે જોરદાર ટક્કર -
LPG Price Today: ગેસની અછત વચ્ચે મોટો ઝટકો! આજે તમારા શહેરમાં કેટલાનો મળી રહ્યો છે સિલિન્ડર, ચેક કરો નવા રેટ












Click it and Unblock the Notifications
