સલમાનની 'ટાઇગર ઝિંદા હે' બસ 3 મહિનામાં

Written By:
Subscribe to Oneindia News

સલમાન ખાનની ફિલ્મ 'ટ્યુબલાઇટ' ફ્લોપ થયા બાદ બધા લોકો હવે તેની આવનારી ફિલ્મ 'ટાઇગર ઝિંદા હે 'ની રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મ 22 ડિસેમ્બરે રિલિઝ થવાની છે એટલે કે માત્ર હવે ત્રણ જ મહિના બાદ સલમાનની એક્શન ફિલ્મ રિલિઝ થશે. આ ફિલ્મના નિર્દેશક અલી અબ્બાસ ઝફર છે, જેમણે સલમાન સાથે 'સુલતાન' ફિલ્મ બનાવી હતી. 'ટ્યુબલાઇટ' ફિલ્મ ફ્લોપ જવા બાદ 'ટાઇગર ઝિંદા હે' માં સલમાન ખાન વધુ ચોકસાઇથી કામ કરી રહ્યા છે. આ ફિલ્મમાં સલમાનની સાથે કેટરીના કૈફ પણ જોવા મળશે. નોંધનીય છે કે, ફિલ્મ 'એક થા ટાઇગર'ના ડાયરેક્ટર કબીર ખાન હતા, પરંતુ તેમની 'ટ્યૂબલાઇટ' ફ્લોપ ગયા બાદ હવે કદાચ સલમાન 'ટાઇગર ઝિંદા હે'માં કોઇ ચાન્સ લેવા નથી માંગતા.

સલમાનનો ફરી એક્શન લુક

સલમાનનો ફરી એક્શન લુક

'ટ્યુબલાઇટ'માં સલમાન એકદમ સત્ય બોલનાર અને ભોળા વ્યક્તિની ભૂમિકા બાદ ફરી તે એક્શન અવતારમાં જોવા મળશે. 'ટાઈગર ઝિંદા હે' માં ખુબ જ સારા એક્શન સીનને લેવામાં આવ્યા છે. અને તે માટે હોલિવૂડના એક્શન ડાયરેક્ટની પણ મદદ લેવામાં આવી છે. એટલે એક વાત તો નક્કી છે કે સલમાનના ચાહકોને સલમાન આ વખતે નિરાશ થવા નહી દે.

કેટરીના અને સલમાન

કેટરીના અને સલમાન

સલમાન અને કેટરીનાની જોડી હંમેશા તેમના ચાહકોને પસંદ આવી છે. અને આ ફિલ્માં પણ તેઓ ઘણા લાંબા સમય બાદ સાથે કામ કરી રહ્યા છે, ત્યારે સ્વાભાવિક રીતે જ તેમના ચાહકોને આ ફિલ્મ જોવાની તત્પરતા વધારે જ હશે.

ટાઇગર ને મળશે ક્રિસમસનો ફાયદો

ટાઇગર ને મળશે ક્રિસમસનો ફાયદો

આ ફિલ્મ 22 ડિસેમ્બરે રિલિઝ થવાની છે એટલે તેને ક્રિસમસની રજાઓનો ફાયદો ચોક્કસ થશે. આ ઉપરાંત 'ટાઇગર ઝિંદા હે' એ 'એક થા ટાઇગર'ની સિક્વલ છે. 'એક થા ટાઇગર' સુપરહિટ ફિલ્મ રહી હતી આથી 'ટાઇગર ઝિંદા હે' ને તેની ઓપનિંગ વખતે લાભ રહેશે.

સલમાન અને અલી અબ્બાસ ઝફર

સલમાન અને અલી અબ્બાસ ઝફર

સલમાન અને અલી અબ્બાસે સાથે મળીને 'સુલતાન' જેવી સુપરહિટ ફિલ્મ બનાવી છે. આથી જ કદાચ સલમાને 'ટાઇગર ઝિંદા હે'માં પણ અલીને ચાન્સ આપ્યો છો. હવે 'ટાઇગર ઝિંદા હે' માં સલમાન અને અલીની જોડી 'સુલતાન' જેવો કમાલ કરી શકે છે કે કેમ, એ જોવાનું છે. દર્શકોને આ ફિલ્મ તરફ આકર્ષતું વધુ એક પાસુ છે, કેટરીના. લાંબા ગાળા બાદ સલમાન અને કેટરીનાની જોડી ફરીથી મોટા પડદે જોવા મળશે અને આ માટે દર્શકો અત્યંત ઉત્સાહિત છે.

English summary
3 months for Salman Khans action film Tiger Zinda Hai. Here know why its most awaited of 2017.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.