Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ફિલ્મ રામ સેતુની અડધી ટીમ કોરોના પોઝિટિવ, બે હિરોઈનની તબિયત લથડી

ફિલ્મ રામ સેતુની અડધી ટીમ કોરોના પોઝિટિવ, બે હિરોઈનની તબિયત લથડી

બૉલીવુડ અભિનેતા રવિવારે કોરોનાથી સંક્રમિત મળી આવ્યા. સોમવારે 5 એપ્રિલે અક્ષય કુમારે સૂચના આપી કે તે ડૉક્ટરની સલાહ પર હોસ્પિટલમાં દાખલ થઈ ગયો છે. અક્ષય કુમાર સહિત રવિવારે ફિલ્મ રામ સેતુ સાથે જોડાયેલી ટીમના 45 લોકો કોવિડ 19 પોઝિટિવ મળી આવ્યા છે. આ એ લોકો છે જેઓ ફિલ્મ માટે તેમની પ્રોડક્શન ટીમમાં કામ કરે છે. અક્ષય કુમાર અને ફિલ્મ રામ સેતુમાં કામ કરવા માટે આવનાર 45 જૂનિયર આર્ટિસ્ટને કોરોના થયા બાદ ફિલ્મની અભિનેત્રી નુસરત ભરુચા અને જેકલીન ફર્નાંડિસની તબીયતને લઈ તેમના ફેન્સ ઘણા પરેશાન થયા છે. તાજા માહિતી મુજબ ફિલ્મ રામસેતુની હિરોઈન જેકલીન ફર્નાંડિસ અને નુસરત ભરુચાએ સાવધાનીના ભાગ રૂપે ખુદને હોમ આઈસોલેટ કરી લીધી છે. જો કે જેકલીન અને નુસરતની કોરોના રિપોર્ટ વિશે કોઈ જાણકારી મળી નથી.

ram setu

ટાઈમ્સ ઑફ ઈન્ડિયામાં છપાયેલા રિપોર્ટ મુજબ ફિલ્મ રામ સેતુના સેટ પર શનિવારે 3 એપ્રિલના રોજ અક્ષય કુમાર સાથે જેકલીન અને નુસરત ફિલ્મનું શૂટિંગ કરી રહી હતી. બંને એક્ટ્રેસે સાવધાનીના ભાગ રૂપે ખુદને આઈસોલેટ કરી લીધી છે. જેકલીન અને નુસરત જલદી જ કોરોના ટેસ્ટ કરાવશે.

મંગળવારે ફિલ્મ રામ સેતુના ક્રિએટિવ ડાયરેક્ટર ચંદ્રપ્રકાશ દ્વિવેદીનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. ચંદ્રપ્રકાશ દ્વિવેદી પણ શનિવારે 3 એપ્રિલે ફિલ્મના મડ આઈલેંડના શૂટિંગ દરમ્યાન અક્ષયની સાથે હતા. અક્ષય કુમારે ફિલ્મ સાથે જોડાયેલા લોકોને પોતાનું ધ્યાન રાખવા કહ્યું છે.

એક સૂત્રએ કહ્યું કે અક્ષય કુમારે રામ સેતુના અધિકારીઓ સાથે વાત કરી છે અને પૂછ્યું કે શું ફિલ્મ સાથે જોડાયેલા તમામ લોકો કોરોના પોઝિટિવ થયા છે? અક્ષય હાલ મુંબઈની હીરાનંદાની હોસ્પિટલમાં દાખલ છે અને ઠીક છે. પવઈના હીરાનંદાની હોસ્પિટલમાં અક્ષય રવિવારે સાંજે દાખલ થયા હતા, પરંતુ તેમણે સોમવારે જાણકારી આપી. તેમણે કહ્યું કે તેઓ જલદી જ ઘરે વાપસી કરશે અને કામ પર પરત ફરશે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X