છેલ્લા 6 મહિનામાં 5 જાણીતી જોડી તુટી, લિસ્ટમાં પંડ્યાથી લઈને મલાઈકા સુધીના નામ
હાર્દિક પંડ્યા અને નતાશાના ડિવોર્સને લઈને સતત ચર્ચા થઈ રહી છે. જો કે તમને જાણીને નવાઈ લાગશે કે છેલ્લા 6 મહિનામાં બોલિવૂડની ઘણી જાણીતી જોડીઓ તુટી છે.
આજે અમે તમને બોલિવૂડની કેટલીક એવી જોડીઓ વિશે જણાવી રહ્યાં છીએ, જે તુટતા જ લોકોને આશ્ચર્ય થયુ. આ લિસ્ટમાં મલાઈકા અરોરાથી લઈને હાર્દિક પંડ્યા સુધીના જાણીતા નામ સામેલ છે.

અર્જુન કપૂર-મલાઈકા અરોરા
બોલિવૂડ એક્ટર અને ફિલ્મ મેકર અરબાઝ ખાન સાથે છૂટાછેડા પછી મલાઈકા અરોરાએ તેના કરતા 10 વર્ષ નાના અભિનેતા અર્જુન કપૂરને ઘણા વર્ષો સુધી ડેટ કરી. જો કે છેલ્લા કેટલાક સમયથી ચર્ચા છે કે મલાઈકા અરોરા અને અર્જુન કપૂરનું બ્રેકઅપ થઈ ગયું છે. હવે બંને ન તો સાથે જોવા મળે છે અને ન તો સોશિયલ મીડિયા પર એકબીજા વિશે કંઈપણ પોસ્ટ કરે છે.
એશા દેઓલ-ભરત તખ્તાની
હેમા માલિની અને દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રની પુત્રી એશા દેઓલે તેના બિઝનેસમેન પતિ ભરત તખ્તાની સાથે છૂટાછેડા લીધા છે. હાલમાં જ ઈશાએ ખુદ સોશિયલ મીડિયા દ્વારા લોકોને આ અંગે જાણકારી આપી. ઈશા અને ભરતના લગ્ન 29 જૂન 2012ના રોજ મુંબઈના ઈસ્કોન મંદિરમાં થયા હતા. તેમને રાધ્યા અને મીરાયા નામની બે પુત્રીઓ છે. ઈશા અને ભરતે સંયુક્ત નિવેદન શેર કરીને અલગ થવાની જાહેરાત કરી હતી.
દલજીત કૌર અને નિખિલ પટેલ
ટીવી અભિનેત્રી દલજીત કૌરે કેન્યામાં સેટેલાઇટ બિઝનેસમેન નિખિલ પટેલ સાથે વર્ષ 2023માં જ બીજા લગ્ન કર્યા હતા. આ પછી તે તેના પતિ સાથે પુત્ર સાથે કેન્યા ગઈ હતી. પરંતુ થોડા મહિના પછી તેમના સંબંધોમાં તિરાડ આવી ગઈ. દલજીતે સોશિયલ મીડિયા દ્વારા જણાવ્યું કે નિખિલે તેની સાથે સંબંધમાં છેતરપિંડી કરી છે. તે બીજી સ્ત્રીને ડેટ કરી રહ્યો છે.
ઈશા કોપ્પીકર-ટિમ્મી નારંગ
બોલિવૂડ એક્ટ્રેસ ઈશા કોપ્પીકર અને તેના બિઝનેસમેન પતિ ટીમી નારંગે 2024ની શરૂઆતમાં અલગ થવાની જાહેરાત કરી હતી. 2009 માં લગ્ન કરનાર દંપતીએ તેમની પુત્રી રિયાનાને એકસાથે ઉછેરવાનું નક્કી કર્યું છે. આ દંપતીએ તેમના અલગ થવાના કારણો જાહેરમાં જાહેર કર્યા નથી, પરંતુ તેમની નજીકના સૂત્રોએ જણાવ્યું હતું કે પરસ્પર મતભેદોને કારણે તેમના સંબંધો તૂટી ગયા છે. બંને પરસ્પર સંમતિથી જ છૂટાછેડા લઈ રહ્યા છે.
હાર્દિક પંડ્યા-નતાશા સ્ટેનકોવિક
વર્ષ 2020 માં કોર્ટ મેરેજ પછી સર્બિયન મોડલ અને અભિનેત્રી નતાશાએ ભારતીય ક્રિકેટર હાર્દિક પંડ્યા સાથે 14 ફેબ્રુઆરી 2023 ના રોજ રાજસ્થાનના ઉદયપુરમાં હિંદુ અને ખ્રિસ્તી રિવાજો મુજબ ફરીથી લગ્ન કર્યા હતા. હાલમાં બંનેએ અલગ થવાની જાહેરાત કરી છે. બંનેને એક પુત્ર છે, જેનું નામ અગસ્ત્ય છે.












Click it and Unblock the Notifications
