For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

56 વર્ષના પ્રકાશ રાજે દીકરા માટે કર્યા બીજા લગ્ન, પત્નીને Kiss કરતો ફોટો વાયરલ

સિંઘમ જેવી ફિલ્મોથી હિંદી સિનેમામાં વિલનની ભૂમિકાથી લોકપ્રિય થયેલા પ્રકાશ રાજે 56 વર્ષની ઉંમરમાં ફરીથી લગ્ન કરી લીધા છે.

|
Google Oneindia Gujarati News

સિંઘમ જેવી ફિલ્મોથી હિંદી સિનેમામાં વિલનની ભૂમિકાથી લોકપ્રિય થયેલા પ્રકાશ રાજે 56 વર્ષની ઉંમરમાં ફરીથી લગ્ન કરી લીધા છે. પ્રકાશ રાજ પોતાના બીજા લગ્નની 11મી વર્ષગાંઠ સેલિબ્રેટ કરી રહ્યા છે. આ પ્રસંગને ખાસ બનાવવા માટે પ્રકાશ રાજે પોતાની પત્ની પોની વર્મા સાથે એક વાર ફરીથી લગ્ન કરી લીધા છે. પોતાના લગ્નને 11 વર્ષ પૂરા થવા પર પ્રકાશ રાજ અને પોની વર્માએ ફરીથી લગ્ન કરવાનો નિર્ણય કર્યો. પ્રકાશ રાજે પોતાના બાળકો સામે પત્ની પોની વર્મા સાથે ફરીથી લગ્ન કર્યા.

પ્રકાશ રાજે શેર કર્યા ફોટા

પ્રકાશ રાજે શેર કર્યા ફોટા

પ્રકાશ રાજે ખુદ આના ફોટા પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર શેર કર્યા છે અને પત્ની પોની વર્માને કિસ કરીને પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો છે. એક ફોટામાં પ્રકાશ રાજ પોતાની પત્ની પોની વર્માને લિપ કિસ કરતા દેખાઈ રહ્યા છે.

પ્રકાશ રાજને પોની સાથે પ્રેમ, પછી કર્યા લગ્ન

પ્રકાશ રાજને પોની સાથે પ્રેમ, પછી કર્યા લગ્ન

સૌથી પહેલા પ્રકાશ રાજે પોની વર્મા સાથે પોતાના 11 વર્ષ પહેલાના લગ્નના ફોટા શેર કર્યા. આ સાથે કેપ્શનમાં લખ્યુ કે આ કેટલુ યોગ્ય રહ્યુ.. મારી આટલી સારી દોસ્ત બનવા માટે. એક પ્રેમિકા અને એક શાનદાર સહયાત્રી બનવા માટે મારી ડાર્લિંગ પત્નીનો આભાર. ત્યારબાદ પ્રકાશ રાજે ફરીથી લગ્ન કર્યા બાદ પોતાના લેટેસ્ટ ફોટો શેર કરીને લખ્યુ છે કે અમે આજે રાતે ફરીથી લગ્ન કર્યા.. કારણકે અમારો દીકરો...વેદાંત અમારા લગ્ન જોવા માંગતો હતો.

11 વર્ષ પહેલા કર્યા હતા બીજા લગ્ન

11 વર્ષ પહેલા કર્યા હતા બીજા લગ્ન

તમને જણાવી દઈએ કે પોની વર્મા સાથે પ્રકાશ રાજે 11 વર્ષ પહેલા બીજા લગ્ન કર્યા હતા. સિંઘમ, દબંગ 2 અને હીરોપંતીમાં જોવા મળી ચૂકેલા અભિનેતા પ્રકાશ રાજ વર્ષ 2010માં 24 ઓગસ્ટે બીજા લગ્ન કર્યા. આ પહેલા વર્ષ 1994માં પ્રકાશ રાજે તમિલ અભિનેત્રી લલિતા કુમારી સાથે લગ્ન કર્યા હતા. પ્રકાશ રાજની પહેલી પત્નીથી બે દીકરીઓ અને એક દીકરો છે પરંતુ પ્રકાશ રાજના દીકરાનુ 5 વર્ષની ઉંમરે નિધન થઈ ગયુ. પહેલી પત્નીથી પ્રકાશ રાજની બે દીકરીઓ મેઘના અને પૂજા છે.

પ્રકાશ રાજની બે દીકરીઓ

પ્રકાશ રાજની બે દીકરીઓ

દીકરાના નિધન બાદ લલિતા અને પ્રકાશ રાજના લગ્ન પણ તૂટી ગયા. બંનેએ ડિવૉર્સ લઈ લીધા. ત્યારબાદ 32 વર્ષની કોરિયોગ્રાફર પોની વર્મીની એન્ટ્રી પ્રકાશ રાજના જીવનમાં થઈ. ત્યારબાદ પ્રકાશ રાજે પોતાની દીકરીઓ સાથે પોની વર્માને મળાવી અને બંનેએ લગ્ન કરી લીધા. આજે પ્રકાશ રાજ અને પોની વર્માને એક દીકરો છે. જેના માટે ફરીથી પોની અને પ્રકાશ રાજે લગ્ન કર્યા.

English summary
56 years old Prakash Raj married again with his wife Pony verma photo viral
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X