Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Filmfare 2018 બાદ ઉર્વશી રૌતેલા કેમ બની ચર્ચાનું કેન્દ્ર?

જિયો ફિલ્મફેર એવોર્ડ્સ 2018 બાદ ચર્ચામાં ઉર્વશી રૌતેલાતેના બોલ્ડ બ્લેક ગાઉનને કારણે થયો વિવાદઆ અંગે વધુ વાંચો અહીં...

આ વખતના 63મા જિયો ફિલ્મફેર એવોર્ડ ઘણી રીતે ખાસ હતા. એક તો ઘણા વખત પછી શાહરૂખ ખાન, સલમાન ખાન, કરણ જોહર, યશ ચોપરા જેવા મોટા નામો બાજુએ મુકી માત્ર અને માત્ર ટેલેન્ટ અને સારી ફિલ્મોને ધ્યાનમાં એવોર્ડ્સ એનાયત કરવામાં આવ્યા. આ તમામ મોટા સ્ટાર્સની હાજરી છતાં ઇરફાન ખાન, વિદ્યા બાલન અને ખાસ કરીને રાજકુમાર રાવ આ એવોર્ડ ફંક્શનમાં છવાયેલા રહ્યા હતા. આ એવોર્ડ ફંક્શનની તસવીરો સોશ્યલ મીડિયા પર હજુ પણ વાયરલ થઇ રહી છે. ક્યાંક એવોર્ડ્સની તો ક્યાંક સ્ટાર્સના ડ્રેસિંગની વાત થઇ રહી છે.

ચર્ચામાં ઉર્વશી

ચર્ચામાં ઉર્વશી

એવામાં એક્ટ્રેસ ઉર્વશી રૌતેલા હાલ ચર્ચાનું કેન્દ્ર બની છે અને તે પણ પોતાના ગાઉનને કારણે. ઉર્વશી આ એવોર્ડ્સમાં બ્લેક કલરના ડીપ હોલ્ટર કાઉલ નેક સાથે જોવા મળી હતી અને તેણે પોતાની તસવીર સોશ્યલ મીડિયા પર શેર કરી હતી.

બોલ્ડ ડ્રેસ માટે થઇ ટ્રોલ

બોલ્ડ ડ્રેસ માટે થઇ ટ્રોલ

ઉર્વશી પોતાવા બોલ્ડ ડ્રેસિંગ માટે જાણીતી છે અને આનાથી પણ ઘણા બોલ્ડ આઉટફિટ્સ પહેરી ચૂકી છે અને તેની તસવીરો સોશ્યલ મીડિયા પર પોસ્ટ પણ કરી ચૂકી છે. આમ છતાં આ ગાઉનમાં તેને જોઇને કેટલાક યુઝર્સે તેને ટ્રોલ કરી હતી.

સરખો ડ્રેસ પહેરવાની સલાહ

સરખો ડ્રેસ પહેરવાની સલાહ

તેમણે ઉર્વશીને સરખો ડ્રેસ પહેરવાની સલાહ આપી હતી, તો ઘણાએ અભદ્ર ટિપ્પણી પણ કરી હતી. ઉર્વશીનો ગાઉન ખરેખર બોલ્ડ હતો અને એમાં તે ખૂબ સુંદર અને હોટ લાગી રહી હતી. આવા ગાઉન્સ આજે બોલિવૂડની મોટા ભાગની એક્ટ્રેસ પહેરે છે. જો કે, સોશ્યલ મીડિયા પર લોકોને ટ્રોલ કરવા માટે માત્ર એક બહાનાની જરૂર હોય છે.

દરેક સ્ટાર થાય છે ટ્રોલ

દરેક સ્ટાર થાય છે ટ્રોલ

ઉર્વશીએ પોતાની ગરિમા જાળવતાં આ યૂઝર્સને કે તેમની અભદ્ર ટિપ્પણીઓને દાદ આપી નથી. યૂઝર્સ પોતાની રીતે જાત-જાતની ટિપ્પણીઓ કરવામાં વ્યસ્ત છે. સોશ્યલ મીડિયા પર અમિતાભ બચ્ચનથી માંડીને રાખી સાવંત સુધીના તમામ સ્ટાર્સને ક્યારેક ને ક્યારેક આ પરિસ્થિતિનો સામનો કરવો જ પડે છે.

ઉર્વશી આપશે જવાબ?

ઉર્વશી આપશે જવાબ?

જો કે, હવે બોલિવૂડ એક્ટ્રેસિસ આવા ટ્રોલર્સને સામો જવાબ આપતી થઇ છે. ઇશા ગુપ્તા, મલાઇકા અરોરા, રિચા ચઢ્ઢા, ટ્વિંકલ ખન્ના જેવી એક્ટ્રેસિસ ટ્રોલર્સને સામે સણસણતો જવાબ આપી ચૂકી છે. પ્રિયંકાને તો અનેકવાર ટ્રોલ કરવામાં આવી છે અને તે ખૂબ કળપૂર્વક એના જવાબ વાળે છે. હવે ઉર્વશી આ મામલાને કઇ રીતે થાળે પાડે એ જોવું રહ્યું

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X