69th Filmfare Awards 2024: ફિલ્મફેર એવોર્ડ 2024ના ટેક્નિકલ એવોર્ડ જાહેર, જાણો યાદી
69th Filmfare Awards 2024: ગુજરાત ટુરિઝમ સાથે 69મા ફિલ્મફેર એવોર્ડ 2024 સેરેમની શનિવારના રોજથી શરૂ થઇ ગયો છે. શાહરૂખ ખાનની એક્શન થ્રિલર ફિલ્મ જવાનને બેસ્ટ એક્શન ફિલ્મનો એવોર્ડ મળ્યો છે. ગણેશ આચાર્યને રોકી ઔર રાની કી પ્રેમ કહાનીના હોટ સોન્ગ વોટ ઝુમકા ટ્રેક માટે બેસ્ટ કોરિયોગ્રાફીનો એવોર્ડ મળ્યો છે.
શનિવારે સાંજે અનેક કેટેગરીમાં એવોર્ડ આપવામાં આવ્યા હતા. આમાં એનિમલ અને સેમ બહાદુર મુખ્ય હતા. જોકે, મુખ્ય કેટેગરીના પુરસ્કાર વિજેતાઓની જાહેરાત હજુ બાકી છે. 69મા ફિલ્મફેર એવોર્ડ્સ 2024ના વિજેતાઓ પર એક નજર નાખો.

ફિલ્મફેર એવોર્ડ 2024 ની સંપૂર્ણ સૂચિ
- બેસ્ટ સાઉન્ડ ડિઝાઈન - સેમ બહાદુર માટે કુણાલ શર્મા અને એનિમલ માટે સિંક સિનેમા
- બેસ્ટ બેકગ્રાઉન્ડ સ્કોર - એનિમલ માટે હર્ષવર્ધન રામેશ્વર
- બેસ્ટ પ્રોડક્શન ડિઝાઇન - સુબ્રત ચક્રવર્તી અને અમિત રે સેમ બહાદુર માટે
- બેસ્ટ VFX- જવાન માટે રેડ ચિલીઝ VFX
- બેસ્ટ એડિટિંગ - ટ્વેલ્થ ફેલ માટે જસકુંવર સિંહ કોહલી અને વિધુ વિનોદ ચોપરા
- બેસ્ટ કોસ્ચ્યુમ ડિઝાઇન - સચિન લવલેકર, દિવ્યા ગંભીર અને નિધિ ગંભીર સેમ બહાદુર માટે
- બેસ્ટ સિનેમેટોગ્રાફી - અવિનાશ અરુણ ધાવરે થ્રી ઓફ યુ માટે
- શ્રેષ્ઠ સિનેમેટોગ્રાફી - રોકી ઔર રાની કી પ્રેમ કહાનીની વોટ ઝુમકા માટે ગણેશ આચાર્ય
- બેસ્ટ એક્શન - સ્પિરો રઝાટોસ, એનેલ અરાસુ, ક્રેગ મેકક્રે, યાનિક બેન, કેચા ખામફકડી અને સુનીલ રોડ્રિગ્ઝ જવાન માટે
ઉલ્લેખનીય છે કે, મુખ્ય કેટેગરીમાં પુરસ્કારોની જાહેરાત 28 જાન્યુઆરીએ કરવામાં આવશે. વિકી કૌશલની સેમ બહાદુરે બેસ્ટ સાઉન્ડ ડિઝાઈનિંગ, બેસ્ટ કોસ્ચ્યુમ ડીઝાઈન અને બેસ્ટ પ્રોડક્શન ડીઝાઈન કેટેગરીમાં એવોર્ડ જીત્યા છે. આ શોને અપારશક્તિ ખુરાના અને કરિશ્મા તન્નાએ હોસ્ટ કર્યો હતો.












Click it and Unblock the Notifications
