For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

7 Mistakes: અને બદલાઇ ગઇ કેટરીનાની લાઇફ

|
Google Oneindia Gujarati News

કેટરીના કૈફ આજે બોલીવુડની સફળ અભિનેત્રીઓમાં ગણવામાં આવે છે. આજે ફિલ્મો કેટરીનાના નામે ચાલી પણ જાય છે, પરંતુ કેટરીનાના જીવનના કેટલાંક એવા નિર્ણયો છે જે સાચા રહ્યા હોત તો લગભગ આજે તેનું કરિયર એ ટોચ પર હોત જ્યાં જવા માટે દરેક અભિનેત્રી તરસે છે.

કેટરીનાના ખોટા નિર્ણયોનું નુકસાન તેણે ચુકવવું પડ્યું અને તેનો તમામ શ્રેય લઇ ગઇ દીપિકા પાદુકોણ. જોકે એકવાર આ ફાયદો નરગિસ ફખરીને પણ મળ્યો. પરંતુ જોવામાં આવે તો સૌથી વધારે ફાયદામાં રહી દીપિકા પાદુકોણ.

શાહરુખ ખાનથી લઇને રણવીર કપૂર સુધી તમામની સાથે દીપિકાને તસ મળી ગઇ કારણ કે કેટરીનાએ તે તકનો ફાયદો ઉઠાવ્યો નહીં. આવો એક નજર કરીએ કેટરીનાના આ 7 ખોટા નિર્ણયો પર...

યે જવાની હે દીવાની

યે જવાની હે દીવાની

પોતાના રિયલ લાઇફ બોયફ્રેંડ રણબીર કપૂરની સાથે રોમાંસ કરવાની તક અને 100 કરોડ કમાનાર ફિલ્મની હીરોઇન બનવા કોણ ના કહી શકે, પરંતુ કેટરીનાએ એ કર્યું.

ચેન્નઇ એક્સપ્રેસ

ચેન્નઇ એક્સપ્રેસ

જબ તક હે જાનની સુપર સકસેસ બાદ રોહિત શેટ્ટીની ચેન્નઇ એક્સપ્રેસ માટે કેટરીનાને પહેલા પસંદ કરવામાં આવી હતી. પરંતુ કેટરીનાએ આ શાનદાર તકને હાથથી જવા દીધી, અને આ તક મળી દીપિકા પાદુકોણને.

રામ લીલા

રામ લીલા

રામ લીલામાં રણવીર સિંહ અને દીપિકા પાદુકોણની સુંદર અને શાનદાર જોડીને જોયા બાદ લગભગ આપને પણ અફસોસ નહીં થાય કે કેટરીનાએ આ ફિલ્મ છોડી દીધી.

હેપ્પી ન્યૂ યર

હેપ્પી ન્યૂ યર

એક તરફ દીપિકા એક પછી એક શાનદાર ફિલ્મોને હા કહેતી રહી એ જાણવા છતાં પણ કે તે કેટરીના બાદ બીજા નંબરની ચોઇસ હતી. કેટરીના સતત ભૂલ કરતી રહી અને હેપ્પી ન્યૂ યર પણ તેણે પોતાના હાથથી જવા દીધી.

ડિઝની સાથે પૂરો કર્યો કોંટ્રેક્ટ

ડિઝની સાથે પૂરો કર્યો કોંટ્રેક્ટ

કેટરીના કૈફની સાથે ડિઝનીએ ત્રણ ફિલ્મોનો કોંટ્રેક્ટ કર્યો હતો. પરંતુ કેટરીનાએ તેમના બધા રૂપિયા પરત કરી દીધા કારણ કે સમાચાર અનુસાર તે રણબીર કપૂર સાથે લગ્ન કરવાના હતા.

કિક

કિક

નર્ગિસ ફખરીની સાથે સલમાન ખાનનું હિટ સોંગ 'મેનુ યાર ના મિલે તે મર જાવા..' પહેલા કેટને ઓફર કરવામાં આવ્યું હતું. અને તેની પહેલા દીપિકાની પાસે આ ઓફર ગઇ હતી, બંનેની ના બાદ નરગિસને આ ગીત કરવાની તક મળી હતી.

મોહન જોદાડો

મોહન જોદાડો

દીપિકા પાદુકોણે ફિલ્મ મોહન જોદાડોને રિજેક્ટ કરી તો કેટરીનાને ઋતિકની સાથે કાસ્ટ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો. પરંતુ કેટરીનાએ પણ સમય નહીં હોવાના કારણે આ પ્રોજેક્ટથી હાથ ખેંચી લીધા.

English summary
Katrina Kaif did these 7 mistakes that has changed her career. Katrina chose Shahrukh Khan over Salman and also rejected few movies with Ranbir Kapoor.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X