• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

અમિતાભ : 70મા જન્મ દિવસે 70 વણસાંભળેલી વાતો

|

અમદાવાદ, 11 ઑક્ટોબર : અમિતાભ બચ્ચનના 70મા જન્મ દિવસે લોકો તેમને શુભેચ્છાઓ પાઠવી રહ્યાં છે. તેમની ફિલ્મો અને અંગત જીવન વિશે તમામ વાતો એવી છે કે જે કોઈનાથી છુપાયેલી નથી, પરંતુ ઘણી વાતો એવી પણ છે કે જેનાથી કદાચ સૌ અજાણ છે. અમે રજૂ કરીએ છીએ બિગ બીના 70મા જન્મ દિવસે તેવી 70 વણસાંભળેલી વાતો કે જે તમે ક્યારેય નહિં સાંભળી હોય.

1. અમિતાભે બે વાર ગ્રેજ્યુએશન કર્યું.

2. તેઓ એરફોર્સમાં એંજીનિયર બનવા માંગતા હતાં.

3. તેમની પ્રથમ ફિલ્મ સાત હિન્દુસ્તાની નહિં, પણ મૃણાલ સેનની ભુવન શોમ હતી. તેમાં અમિતાભે પોતાનો અવાજ આપ્યો હતો.

4. તેમની પ્રથમ સૅલેરી 500 રુપિયા હતી.

5. સૌપ્રથમ અમિતાભે સેકેંડ હૅન્ડ ફિયાટ કાર ખરીદી હતી. તે પણ કલકત્તામાં.

6. તેમની સરનેમ શ્રીવાસ્તવ છે, પરંતુ તેમના પિતાએ પોતાનું નામ બચ્ચન રાખ્યું અને અમિતાભે તેમને જ ફૉલો કર્યાં.

7. તેમના પિતાએ પ્રથમ સરનેમ ઇન્કલાી રાખી હતી. બાદમાં બચ્ચન કરી.

8. તેમની હાઇટ 74 ઇંચ છે કે જે બૉલીવુડના ટોચના કલાકારોમાં સૌથી વધુ છે.

9. બિગ બીએ કલકત્તામાં શિપિંગ કંપનીમાં એક એક્ઝીક્યુટિવ તરીકે કામ કર્યુ હતું.

10. ઇન્દિરા ગાંધીએ કહેતાં સુનીલ દત્તે બિગ બીને રેશ્મા ઔર શેરા માટે સાઇન કર્યાં.

11. કલ્યાણજી-આણંદજીએ અમિતાભના સંઘર્ષપૂર્ણ દિવસોમાં ઘણી મદદ કરી અને પ્રકાશ મહેરા સાથે મુલાકાત કરાવી.

12. સંઘર્ષ દરમિયાન અમિતાભે ઘણી રાતો મુંબઈના મરીન ડ્રાઇવના કિનારે બેંચો ઉપર વિતાવી. આજે પણ તે બેંચ જોઇ બિગ બી લાગણીશીલ બની જાય છે.

13. સત્યજીત રેએ અમિતાભના અવાજનો ઉપયોગ 1977માં ફિલ્મ શતરંજ કે ખિલાડીમાં કર્યો.

14. જે અવાજ ઉપર દુનિયા મરે છે, તે અવાજ ઑલ ઇન્ડિયા રેડિયોએ રિજેક્ટ કર્યો હતો. અમીન સયાનીએ તેમને રિજેક્ટ કર્યો હતો.

15. સાત હિન્દુસ્તાની તેમની અભિનેતા તરીકે પ્રથમ ફિલ્મ હતી.

16. બચ્ચનને પહેલી ફિલ્મ માટે માત્ર 1000 રુપિયા મળ્યા હતાં.

17. મહેમૂદના સાન્નિધ્યે અમિતાભે ઘણું શીખ્યું.

18. જંઝીર ફિલ્મ અગાઉ અમિતાભની 12 ફિલ્મો ફ્લૉપ થઈ હતી.

19. તેમનું ફેવરિટ નામ વિજય છે કે જે તેમણે 20 ફિલ્મોમાં ધારણ કર્યું.

20. જયા બચ્ચન સાથે પ્રથમ મુલાકાત ફિલ્મ ઇંસ્ટીટ્યૂટ પુણેમાં થઈ. બીજી વાર ગુડ્ડીના સેટે.

21. અમિતાભના લગ્ન 1973માં થયાં. અમિતાભ અને જયાને રોમાંસ કરતાં નાદિરાએ જોયા હતાં.

22. અમિતાભ-જયા એવા કપલ છે કે જેમની સૌથી વધુ 30 ફિલ્મો આવી છે.

23. અમિતાભ એકમાત્ર અભિનેતા છે કે જેમની વર્ષમાં કમ સે કમ એક જ્યુબિલી ફિલ્મ આવી.

24. સૌથી વધુ ડબલ રોલ કરનાર અભિનેતા બિગ બી છે. મહાનમાં ટ્રિપલ રોલ કર્યો હતો.

25. સૌથી વધુ વાર બેસ્ટ એક્ટર માટે નૉમિનેટ કરાઈ ચુક્યાં છે.

26. શશિ કપૂરની તેઓ પ્રથમ પસંદગી હતાં.

27. ફિલ્મ લાલ બાદશાહમાં નિરૂપા રૉય છેલ્લી વાર તેમના માતા બન્યાં.

28. મૃત્યુદાતા સાથે કમબૅક કર્યા બાદથી તેઓ બિગ બી તરીકે ઓળખાયા.

29. ખુદા ગવાહના શુટિંગ દરમિયાન અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિએ તેમને એરફોર્સની સુરક્ષા આપી હતી. અફઘાનિસ્તાનમાં સૌથી વધુ જોવાયેલી ભારતીય ફિલ્મ ખુદા ગવાહ જ છે.

30. બિગ બી આજે પણ માને છે કે વહીદા રહેમાન કરતાં સુંદર કોઈ અભિનેત્રી નથી.

31. સલીમ જાવેદે મિસ્ટર ઇન્ડિયા ફિલ્મ અમિતાભ સાથે બેસી લખી હતી.

32. રંગ બરસે ભીગે ચુનર... ગીત અમિતાભના પિતાએ લખ્યુ હતું અને બિગ બીએ ગાયુ હતું. અગ્નિપથની કવિતા પણ હરિવંશરાય બચ્ચનની છે.

33. અમિતાભ એકમાત્ર એવા સ્ટાર છે કે જેમણે પોતાની જ ફિલ્મની રીમેક બનાવી કે જેમા તેઓ હીરો અને વિલન બંને બન્યાં.

34. અમિતાભ પ્યોર વેજીટેરિયન છે.

35. અમિતાભ સવ્યસાચી છે.

36. કૉમિક કૅરેક્ટર સુપ્રીમો તેમની ઉપર આધારિત છે.

37. જયા વારંવાર સાંભળે છે કે અમિતજી એકાકી છે.

38. એશિયાના પ્રથમ અભિનેતા છે કે જેમનું મીણનું પુતળું લંડનના મૅડમ તુસાદ મ્યુઝિયમમાં મુકાયું.

39. 2001માં અમિતાભ ઇજિપ્ત ખાતે સદીના મહાનાયક સન્માનથી નવાજાયાં.

40. બીબીસી ન્યુઝે પણ તેમને સદીના મહાનાયક ઠરાવ્યાં.

41. 2003માં ફ્રાંસના ડ્યુવિલે ટાઉને તેમને ઑનરરી સિટિઝનશિપ એટલે કે નાગરિકતાથી નવાજ્યાં.

42. બ્રુસ વિલિસે જણાવ્યું હતું કે અમિતાભ બચ્ચન હૉલીવુડ સ્ટાર કરતાં પણ મોટાં છે.

43. 2001માં તેમને પદ્મભૂષણથી નવાજાયાં.

44. મોહબ્બતેં ફિલ્મ બનાવવા માટે યશ ચોપરાને અમિતાભે જણાવ્યુ હતું.

45. તેમને અસ્થમાની બીમારી છે.

46. તેમને મસલ્સ પેન રહે છે. આ બીમારીને મયાસ્થેનિયા ગ્રાવિસ કહે છે.

47. માંસપેશીઓની બીમારી છતાં બિગ બીએ અક્સ ફિલ્મ માટે 40 ફુટની ઊંચાઈથી સ્ટંટ કર્યું.

48. 31મી ઑક્ટોબર, 2006ના રોજ શૂટ આઉટ એટ લોખંડવાલા માટે અમિતાભે 5 કલાકમાં સતત 23 સીન કર્યાં. તે જોઈ લોકો દંગ રહી ગયાં.

49. તેમના પુત્રી શ્વેતાના લગ્ન નિખિલ નંદા સાથે થયાં. નંદાના માતા રાજ કપૂરના પુત્રી છે.

50. બિગ બીના ઘરે ઇટાલિયન માર્બલ લાગેલાં છે, જ્યારે બાથરૂમે ફ્રાંસ અને જર્મનીની બાથ ફિટિંગ્સ છે.

51. તેમના બંને બંગલાઓ પ્રતીક્ષા અને જલસાની કિંમત 160 કરોડ ઊપર છે.

52. જલસા અમિતાભને ભેંટમાં મળ્યો હતો.

53. અમિતાભનું ફેવરિટ સૂટ ગબ્બાના સ્ટાઇલ છે.

54. અમિતાભના ફેવરિટ સૂટનું કાપડ ઇટાલીથી આવ્યું. તેના બટન ઇંગ્લૅન્ડથી અને ધાગું ફ્રાંસથી આવ્યું.

55. તેમની ફેવરિટ બ્રાંડ ફ્રટેલી રોસેતી છે કે જેની કિંમત 35 હજારથી શરૂ થાય છે.

56. બિગ બી પાસે 11 કારો છે. તેમાં 1 લૅક્સેસ, 2 બીએમડબ્લ્યૂ અને 3 મસ્રિડીઝ છે.

57. તેમની ફેવરિટ કાર લૅક્સસ છે. તે બુલેટપ્રૂફ છે.

58. તેમની પાસે રેડિયલ ટાયર્સ વાળી કારો છે કે જે માત્ર ફાર્મ્યુલા વનમાં પ્રયોગ થાય છે.

59. જયારે તેઓ યુવાન હતાં, તેમના બાળકો શ્વેતા-અભિષેક તેમને સ્કૂલે નહોતા આવવા દેતાં, કારણ કે તેમને સૌ ઘેરી વળતા હતાં.

60. અમિતાભ બચ્ચનને ઘડિયાળ સંગ્રહનુ ઝનુન છે. તેમનું કહેવું છે કે તેઓ ક્યારેય ઘડિયાળો રિપૅર નથી કરાવતાં. તેમની મનપસંદ બ્રાંડ લાંગિન્સ છે કે જેની કિંમત 2 લાખ રુપિયા છે.

61. આ ઉપરાંત તેમને પેન સંગ્રહનો પણ શોખ છે. તેમની પાસે લગભગ 1000 પેનોનું કલેક્શન છે. મોંટ બ્લાંસ તેમને તેમના જન્મ દિવસે દર વર્ષે પેન ગિફ્ટ કરે છે.

62. અમિતાભ બચ્ચનને લંડન તેમજ સ્વિટ્ઝરલૅન્ડ ફરવું પસંદ છે.

63. લંડનમાં તેઓ સેંટ જેમ્સ કોર્ટે રોકાણ કરવું પસંદ કરે છે કે જે બર્કિંઘમથી માત્ર 5 મિનિટના અંતરે છે.

64. જાહેરાત કંપની વાળા 10 દિવસમાં 10 કરોડ આપે છે અને તેમના દ્વારા એક મિનિટમાં 7000 કમાવે છે.

65. તેમને બૉલીવુડ શબ્દથી નફરત છે કારણ કે તેનાથી માત્ર હિન્દી ફિલ્મ જગતની પ્રતીતિ થાય છે.

66. તેમને બેટી બી શબ્દથી પણ નફરત છે કે જે તેમના પૌત્રી આરાધ્યા માટે વપરાય છે. તેઓ પોતાની પૌત્રીને બિટિયા કહે છે જ્યારે જયા બચ્ચન આરાધ્યાને સ્ટ્રૉબેરી કહે છે.

67. 27મી જુલાઈ, 2012ના રોજ અમિતાભને લંડન ઓલિંપિકમાં ટૉર્ચ ઉપાડવાનો ગૌરવ પ્રાપ્ત થયો.

68. તેમની પ્રથમ ફિલ્મ સાત હિન્દુસ્તાની તેમની એકમાત્ર બ્લૅક એન્ડ વ્હાઇટ ફિલ્મ છે.

69. 1995માં તેઓ મિસ વર્લ્ડ પ્રતિયોગિતાના જજોમાંના એક હતાં

70. જ્યારે કુલીના સેટે પુનીત ઇસ્સારના પ્રહારથી તેઓ ઈજાગ્રસ્ત થયાં ત્યારે પણ તેઓ હૉસ્પિટલ જતા અગાઉ દુઃખાવો થવા છતાં પૂર્ણ શૉટ આપીને ગયા હતાં.

English summary
Bollywood star Amitabh Bachchan has turned 70. We bring to you 70 facts about him, which you perhaps do not know.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more