Filmfare Awards 2025: ફિલ્મફેર એવોર્ડ્સની જાહેરાત, જાણો કોણ બન્યું બેસ્ટ એક્ટર અને બેસ્ટ એક્ટ્રેસ

Filmfare Awards 2025: ભારતીય સિનેમા જગતનો સૌથી પ્રતિષ્ઠિત ગણાતો 70મો ફિલ્મફેર એવોર્ડ્સ 2025નો ભવ્ય સમારોહ શનિવાર, 11 ઓક્ટોબરના રોજ અમદાવાદના EKA એરેના ખાતે યોજાયો હતો. આ કાર્યક્રમમાં બોલિવૂડના અનેક સ્ટાર્સે હાજરી આપી હતી, અને વિજેતાઓની સંપૂર્ણ યાદી જાહેર કરવામાં આવી છે.

Filmfare Awards 2025

આ વખતનો ફિલ્મફેર એવોર્ડ્સ સમારોહ અભિનેત્રી આલિયા ભટ્ટ અને અભિનેતા અભિષેક બચ્ચન તેમજ કાર્તિક આર્યન માટે ખાસ રહ્યો હતો. જ્યારે 'લાપતા લેડીઝ' (Laapataa Ladies) ફિલ્મે મોટાભાગની મુખ્ય શ્રેણીઓમાં એવોર્ડ જીતીને પોતાનો દબદબો સાબિત કર્યો હતો.

જાણો કોણ બન્યું બેસ્ટ અભિનેતા અને અભિનેત્રી?

શ્રેણી વિજેતા ફિલ્મ
બેસ્ટ ફિલ્મ- લાપતા લેડીઝ
બેસ્ટ અભિનેતા- અભિષેક બચ્ચન અને કાર્તિક આર્યન (સંયુક્ત વિજેતા)- આઈ વોન્ટ ટુ ટોક / ચંદુ ચેમ્પિયન
બેસ્ટ અભિનેત્રી- આલિયા ભટ્ટ- જીગ્રા
બેસ્ટ દિગ્દર્શક - કિરણ રાવ - લાપતા લેડીઝ
બેસ્ટ સહાયક અભિનેતા- રવિ કિશન - લાપતા લેડીઝ
બેસ્ટ સહાયક અભિનેત્રી- છાયા કદમ - લાપતા લેડીઝ

'લાપતા લેડીઝ' અને 'કિલ'ની મોટી જીત

કિરણ રાવ દ્વારા દિગ્દર્શિત ફિલ્મ 'લાપતા લેડીઝ'ને શ્રેષ્ઠ ફિલ્મ, શ્રેષ્ઠ દિગ્દર્શક, શ્રેષ્ઠ સહાયક અભિનેતા, શ્રેષ્ઠ સહાયક અભિનેત્રી સહિત અનેક ટેકનિકલ એવોર્ડ મળ્યા હતા. બીજી તરફ, ફિલ્મ 'કિલ' (Kill)એ એક્શન, સિનેમેટોગ્રાફી, એડિટિંગ અને પ્રોડક્શન ડિઝાઇનની શ્રેણીઓમાં એવોર્ડ જીતીને ટેકનિકલ વિભાગમાં પોતાનો દમ બતાવ્યો હતો.

અન્ય મુખ્ય વિજેતાઓ

બેસ્ટ પુરુષ ડેબ્યૂ: લક્ષ્ય (કિલ)
બેસ્ટ સ્ત્રી ડેબ્યૂ: નિતાંશી ગોયલ (લાપતા લેડીઝ)
બેસ્ટ નવોદિત દિગ્દર્શક: કુણાલ ખેમુ (મંડગાંવ એક્સપ્રેસ) અને આદિત્ય સુહાસ જાંભલે (આર્ટિકલ 370)
બેસ્ટ ગીતકાર: પ્રશાંત પાંડે (ગીત: સજની - લાપતા લેડીઝ)
બેસ્ટ પુરુષ પ્લેબેક સિંગર: અરિજિત સિંહ (ગીત: સજની - લાપતા લેડીઝ)
બેસ્ટ સ્ત્રી પ્લેબેક સિંગર: મધુવંતી બાગચી (ગીત: આજ કી રાત - સ્ત્રી 2)
બેસ્ટ સંગીત આલ્બમ: રામ સંપથ (લાપતા લેડીઝ)
લાઇફટાઇમ એચિવમેન્ટ એવોર્ડ: પીઢ અભિનેત્રી ઝીનત અમાનને લાઇફટાઇમ એચિવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા.

આ ભવ્ય કાર્યક્રમ ગુજરાતમાં યોજાતા, ગુજરાતના કલા અને સંસ્કૃતિ જગત માટે પણ એક ગૌરવની ક્ષણ બની રહ્યો હતો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X