Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

આ મહિલાએ કર્યો અનુરાધા પોંડવાલની બાયોલોજીકલ દીકરી હોવાનો દાવો

90ના દશકમાં હિંદી સિનેમાની દિગ્ગજ ગાયિકાઓમાંના એક રહેલા અનુરાધા પોંડવાલ વિશે એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે.

90ના દશકમાં હિંદી સિનેમાની દિગ્ગજ ગાયિકાઓમાંના એક રહેલા અનુરાધા પોંડવાલ વિશે એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. 45 વર્ષની એક મહિલાએ દાવો કર્યો છે કે તે અનુરાધા પોંડવાલની દીકરી છે અને તેનુ નામ કરમાલા મોડેક્સ છે. કરમાલાએ દાવો કર્યો છે કે અનુરાધાએ તેને 1974માં જન્મ આપ્યા બાદ બીજા કોઈને સોંપી દીધી હતી. કરમાલા તિરુવનંતપુરમની રહેવાસી છે અને જિલ્લા પરિવાર અદાલતમાં આ અંગે કેસ દાખલ કર્યો છે.

ચાર દિવસની હતી ત્યારે અનુરાધા પોંડવાલે કોઈ બીજાને આપી દીધી

ચાર દિવસની હતી ત્યારે અનુરાધા પોંડવાલે કોઈ બીજાને આપી દીધી

અદાલતમા દાખલ કરેલ અરજીમાં કરમાલાએ દાવો કર્યો છે કે તે લોકપ્રિય પાર્શ્વ ગાયિકા અનુરાધા પોંડવાલની દીકરી છે. મહિલાનો દાવો છે કે જ્યારે તે ચાર દિવસની હતી ત્યારે અનુરાધા તેને કોઈ બીજા (પાલક માતાપિતા)ને આપી દીધી હતી. ઈન્ડિયન એક્સપ્રેસ સાથે ખાસ વાતચીતમાં કરમાલાએ દાવો કર્યો કે એ વખતે અનુરાધા પોંડવાલ મારા પાલનપોષણ માટે તૈયાર નહોતા.

5 વર્ષ પહેલા પિતાએ જણાવ્યુ - મારી બાયોલોજિકલ મા અનુરાધા પોંડવાલ છે

5 વર્ષ પહેલા પિતાએ જણાવ્યુ - મારી બાયોલોજિકલ મા અનુરાધા પોંડવાલ છે

કરમાલાએ દાવો કર્યો કે ચાર પાંચ વર્ષ પહેલા મારા પિતાએ મને જણાવ્યુ કે મારી બાયોલોજીકલ મા અનુરાધા પોંડવાલ છે. પોન્નાચન (મહિલાના પિતા), એ વખતે મહારાષ્ટ્રમાં સેનામાં તૈનાત હતા અને તેની ગાયિકા સાથે દોસ્તી હતી. મહિલાએ જણાવ્યુ કે જ્યારે મને આ વિશે માહિતી મળી ત્યારે મે અનુરાધા પોંડવાલનો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો પરંતુ તેમણે મારો નંબર બ્લોક કરી દીધો ત્યારબાદ અમે કાયદાકીય રસ્તો અપનાવ્યો.

તે મારી મા છે અને હું તેમને પાછા મેળવવા ઈચ્છુ છુ

તે મારી મા છે અને હું તેમને પાછા મેળવવા ઈચ્છુ છુ

મહિલાએ જણાવ્યુ કે અનુરાધા પોંડવાલ મારી મા છે અને હું તેમને પાછા મેળવવા ઈચ્છુ છુ. કરમાલાના વકીલ અનિલ પ્રસાદના જણાવ્યા મુજબ તિરુવનંતપુરમના ફેમિલી કોર્ટે અનુરાધા અને તેમના બાળકોને 27 જાન્યુઆરીએ સુનાવણી દરમિયાન હાજર રહેવા માટે કહ્યુ છે. પ્રસાદ કહે છે કે તેમણે કેસ ફાઈલ કરતા પહેલા સિંગર અને તેમના બે બાળકોનો સંપર્ક કરવાની કોશિશ કરી હતી પરંતુ તેમની પાસેથી કોઈ સકારાત્મક પ્રતિક્રિયા મળી નહિ. પ્રસાદે પોતાના નિવેદનમાં કહ્યુ કે કરમાલા તરફથી તેમના બાયોલોજીકલ પેરેન્ટ્સ પાસેથી 50 કરોડનુ વળતર માંગવામાં આવ્યુ છે કારણકે તે જે બાળપણ અને જિંદગીના હકદાર હતા તેમને તેનાથી વંચિત રાખવામાં આવ્યા. અરજીમાં અનુરાધા અને તેમના પતિ સાથે સંબંધિત સંપત્તિઓના વેચાણ પર સ્ટેની માંગ પણ કરવામાં આવી છે. પ્રસાદનુ કહેવુ છે કે જો પોંડવાલ કરમાલાના દાવાને ફગાવી દેશે તો તે કોર્ટમાં ડીએનએ ટેસ્ટ કરાવવાની માંગ કરશે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X