Video : એક ચાહકે શ્રદ્ધા કપૂરને કેમેરા સામે જ ઘુંટણિયે બેસીને પ્રપોઝ કરી દીધુ, વીડિયો વાયરલ
હાલમાં જ ફિલ્મ તું જુઠી મે મક્કારમાં જોવા મળેલી અભિનેત્રી શ્રદ્ધા કપૂરનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં શ્રદ્ધા કપૂરને તેનો એક ફેને ઘુંટણો પર બેસીને પ્રપોઝ કરી રહ્યો છે.
બોલિવૂડની ક્યૂટ અભિનેત્રી શ્રદ્ધા કપૂરની મોટી ફેન ફોલોઈંગ છે. હાલમાં જ તે મુંબઈ એરપોર્ટ પર ગ્લેમરસ લુકમાં જોવા મળી હતી. આ દરમિયાન કેમેરા સામે જ તેના એક ફેને ઘુંટણો પર બેસીને પ્રપોઝ કરી દીધુ.

શ્રદ્ધા કપૂર તેના ફેન્સનું પુરતુ ધ્યાન રાતે છે. તે પોતાના ફેન્સને ચોક્કસ મળે છે ત્યારે હાલમાં જ તેનો એક ફેન એરપોર્ટ પહોંચ્યો હતો અને તમામ લોકોની પરવા કર્યા વગર જ એક બુકે સાથે શ્રદ્ધા કપૂરને પ્રપોઝ કરી દીધુ. બીજી તરફ શ્રદ્ધા કપૂરના રિસપોન્સે લોકોના દિલ જીતી લીધા છે.
વીડિયોમાં જોઈ શકાય છે કે, શ્રદ્ધા કપૂર કારમાંથી નીચે ઉતરે છે તે દરમિયાન તેનો આ ફેન હાથમાં ફૂલોનો ગુલદસ્તો લઈને આવી જાય છે. આ પછી તે તરત જ અભિનેત્રીને ઘૂંટણિયે બેસીને પ્રપોઝ કરતો જોવા મળે છે. શ્રદ્ધા કપૂરે પણ ફેનને નિરાશ ન કર્યો અને કેમેરા સામે તેની સાથે પોઝ આપ્યા અને બુકે પણ સ્વીકાર્યો.
શ્રદ્ધા કપૂરનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં શ્રદ્ધા કપૂરની તેના ફેન્સ માટેના વર્તનને લઈને લોકો તેના વખાણ કરી રહ્યા છે. એક યુઝરે વખાણ કરતા લખ્યુ કે, શ્રદ્ધા ખૂબ જ નમ્ર અને ફિટ છે. જ્યારે અન્ય એકે લખ્યું કે, મારી હાફ ગર્લફ્રેન્ડ બનો.
શ્રદ્ધા કપૂરની ફિલ્મોની વાત કરીએ તો તે હાલમાં જ તુ જૂઠી મેં મક્કારમાં રણબીર કપૂર સાથે જોવા મળી હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર હીટ રહી હતી. આ સિવાય તે આગામી સમયમાં તેની ફિલ્મ સ્ત્રી 2માં જોવા મળશે. આફિલ્મમાં તેની રાથે રાજકુમાર રાવ પણ જોવા મળશે. આ ફિલ્મ ઓગસ્ટ 2024માં સિનેમાઘરોમાં આવશે.
-
રાજીવ ચંદ્રશેખરનો દાવો: કેરળમાં ભાજપના નેતૃત્વ હેઠળના NDAનો ઉદય થશે -
તમારી યાદશક્તિ વધારવા માટે પાંચ અસરકારક ટિપ્સ -
Uttarakhand News: દેહરાદૂન પુસ્તક મેળામાં ગઢવાલી અને કુમાઉની સાહિત્ય છવાયું, ૨૬ નવા પુસ્તકોનું વિમોચન થયું -
તમિલનાડુના મુખ્યમંત્રી મેટ્રો ટ્રેનમાં મુસાફરો સાથે સંવાદ કર્યો -
Artemis II Splash Down: નાસાના અવકાશયાત્રીઓ સુરક્ષિત રીતે પૃથ્વી પર પાછા ફર્યા -
પીએમ મોદી આ શનિવારે પશ્ચિમ બંગાળમાં ત્રણ ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે -
ભાજપના નેતા પીસી જ્યોર્જે FCRA સુધારા બિલ પસાર થવા અંગે કેથોલિક બિશપ્સની ટીકા કરી -
મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં 4.7 ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ જાનહાનિના અહેવાલ નથી -
પલાનીસ્વામી: વિજયની સરખામણી એમજીઆર સાથે ન કરો -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
પેટ્રોલ-ડીઝલના ભાવ નિયંત્રિત કરવા સરકારે શું કરવું જોઈએ? -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા




Click it and Unblock the Notifications
