કંગના રનૌત વિશે આપેલા નિવેદન માટે મહારાષ્ટ્રના ગૃહમંત્રીને મળી ધમકી, જાણો સમગ્ર મામલો
મહારાષ્ટ્ર ગૃહમંત્રી કાર્યાલયે માહિતી આપી છે કે રાજ્યના ગૃહમંત્રી અનિલ દેશમુખના નાગપુર સ્થિત ઑફિસમાં મંગળવારે ધમકીભર્યા કૉલ આવ્યા છે
મુંબઈઃ મહારાષ્ટ્ર ગૃહમંત્રી કાર્યાલયે માહિતી આપી છે કે રાજ્યના ગૃહમંત્રી અનિલ દેશમુખના નાગપુર સ્થિત ઑફિસમાં મંગળવારે ધમકીભર્યા કૉલ આવ્યા છે, આ ફોન કૉલ ફિલ્મ અભિનેત્રી કંગના રનોત માટે આપેલા નિવેદનના કારણે આવ્યા છે. તમને જણાવી દઈએ કે મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખે કંગના સામે ડ્રગ મામલે તપાસના આદેશ આપ્યા છે. ઉલ્લેખનીય છે કે બૉલિવુડ અભિનેત્રી કંગના રનોતે અભિનેતા સુશાંત સિંહ રાજપૂત કેસમાં ડ્રગ એંગલ સામે આવ્યા બાદ ખુલાસો કર્યો હતો કે બૉલિવુડમાં 99 ટકા લોકો ડ્રગ્ઝનો ઉપયોગ કરે છે પરંતુ મુંબઈ પોલિસ બધુ જાણતી હોવા છતાં મૌન છે.

ગૃહમંત્રી અનિલ દેશમુખે કંગના સામે આપ્યા છે તપાસના આદેશ
શિવસેના નેતા સંજય રાઉતે મુંબઈ પોલિસનુ અપમાન ગણાવી કંગના પર વાર કર્યો. એટલુ જ નહિ મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખે કહ્યુ કે મુંબઈ પોલિસ અભિનેત્રી સામે ડ્રગ્ઝ મામલે તપાસ કરશે. ગૃહમંત્રીએ અભિનેતા અધ્યયન સુમનના એક નિવેદનને આધાર ગણાવ્યો છે. તમને જણાવી દઈએ કે અભિનેતા શેખર સુમનના દીકરા અધ્યયન સુમન થોડા વર્ષો પહેલા કંગના રનૌત સાથે રિલેશનશિપમાં હતા. કંગના સાથે બ્રેકઅપ થયા બાદ અધ્યયને આરોપ લગાવ્યો હતો કે કંગના ખુદ પણ ડ્રગ્ઝ લેતી હતી અને તેને પણ ડ્રગ્ઝ લેવા માટે કહેતી હતી.

સીએમ ઉદ્ધવ ઠાકરેને પણ મળી છે ધમકી
દેશમુખે કહ્યુ કે ધારાસભ્ય સુનીલ પ્રભુ અને પ્રતાપ સરનાઈક દ્વારા પ્રસ્તુત અનુરોધ અનુસાર મે વિધાનસભામાં જવાબ આપ્યો અને કહ્યુ કે કંગના રનૌતના સંબંધ અધ્યયન સુમન સાથે હતા જેણે એક ઈન્ટરવ્યુમાં કહ્યુ કે તે ડ્રગ્ઝ લે છે અને તેને પણ મજબૂર કરે છે. મુંબઈ પોલિસ આ મામલે ધ્યાન રાખશે. ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખ પહેલા મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે અને એનસીપી પ્રમુખ શરદ પવારને પણ ધમકીભર્યા ફોન આવ્યા છે. મહારાષ્ટ્ર સરકારમાં એક મંત્રીના જણાવ્યા મુજબ એક અજ્ઞાત વ્યક્તિએ દેશમુખના નાગપુર સ્થિત કાર્યાલયમાં ફોન કર્યો. વળી, શરદ પવારના ઘરે પણ આવો જ ફોન આવ્યો. પોલિસને સૂચના આપી દેવામાં આવી છે અને મામલાની તપાસ થઈ રહી છે.

કંગનાએ કહ્યુ - જો ભૂલ નીકળી તો છોડી દઈશ મુંબઈ
જ્યારે કંગનાને અનિલ દેશમુખના નિર્ણય બાદ ટ્વિટ કર્યુ જેમાં તેણે લખ્યુ, હું બહુ ખુશ છુ કે મુંબઈ પોલિસ અને મુંબઈના ગૃહમંત્રી અનિલ દેશમુખે મારુ સાંભળ્યુ અને હું મારો ડ્રગ ટેસ્ટ કરાવવા માટે સંપુૂર્ણપણે તૈયાર છુ. મારા કૉલ રેકોર્ડ્ઝની તપાસ કરાવવામાં આવે. જો મારુ કોઈ ડ્રગ માફિયા સાથે કનેક્શન નીકળે તો હું મારી ભૂલ માનવા માટે તૈયાર છુ. સાથે હું હંમેશા માટે મુંબઈ છોડવા માટે પણ તૈયાર છુ. તમને બધાને મળવા માટે ઘણી ઉત્સુક છુ. જલ્દી મળીએ.












Click it and Unblock the Notifications
