આપ નેતા રાઘવ ચઢ્ઢાથી વધુ કમાય છે પરિણીતિ ચોપડા, શિક્ષણ પણ જાણીને ચોંકી જશો
Raghav Chadha and Parineeti Chopra: બૉલિવુડ અભિનેત્રી પરિણીતી ચોપરા અને આમ આદમી પાર્ટીના નેતા રાઘવ ચઢ્ઢા તેમના લગ્નને લઈને ચર્ચામાં છે. બંને કોલેજના દિવસોથી મિત્રો છે અને હવે આ સંબંધને નવુ નામ આપવા જઈ રહ્યા છે. મીડિયા રિપોર્ટસ મુજબ પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢા 13મી મેના રોજ સગાઈ કરવાના છે.
રાઘવ ચઢ્ઢા દેશના સૌથી યુવા સંસદસભ્ય અને પંજાબના રાજ્યસભાના સાંસદ છે. તેમણે 2012માં આમ આદમી પાર્ટી (AAP) સાથે પોતાની રાજકીય કારકિર્દી શરૂ કરી હતી. જ્યારે પરિણીતી ચોપડા એક અભિનેત્રી તરીકે બૉલિવુડ ફિલ્મો કરે છે. આવો જાણીએ આ કપલનુ શિક્ષણ અને તેમની પાસે કેટલી મિલકત છે.

રાઘવ ચઢ્ઢાનુ શિક્ષણ
રાઘવ ચઢ્ઢા આમ આદમી પાર્ટીના નેતા હોવા ઉપરાંત ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પણ છે. જો કે, આ વાત બહુ ઓછા લોકો જાણે છે. તેમણે દિલ્હી યુનિવર્સિટીમાંથી બી.કોમ કર્યુ છે. આ પછી, તેમણે ઈન્સ્ટિટ્યૂટ ઑફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઑફ ઈન્ડિયા (ICAI)માંથી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટનો અભ્યાસ કર્યો.
ત્યારબાદ રાઘવ ચઢ્ઢા ઈએમબીએમાં પ્રમાણપત્ર અભ્યાસક્રમ માટે લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિક્સ (LSE) ગયા. આમ આદમી પાર્ટીમાં જોડાતા પહેલા રાઘવ ચઢ્ઢાએ શ્યામા માલપાણી, ડેલોઈટ અને ગ્રાન્ટ થોર્ન્ટન જેવી કંપનીઓમાં પણ કામ કર્યું છે.
પરિણીતિ ચોપડાનુ શિક્ષણ
બૉલિવુડ અભિનેત્રી પરિણીતી ચોપરાના ભણતર વિશે વાત કરીએ તો તેણે અંબાલાથી પોતાનું સ્કૂલિંગ પૂરુ કર્યુ છે. તે પછી તે ઈંગ્લેન્ડ ગઈ, જ્યાં તેણે લંડન સ્કૂલ ઑફ ઈકોનોમિક્સ અને ઈંગ્લેન્ડની માન્ચેસ્ટર બિઝનેસ સ્કૂલમાં અભ્યાસ કર્યો. તેણે માન્ચેસ્ટર બિઝનેસ સ્કૂલમાંથી ફાઇનાન્સ, ઇકોનોમિક્સ અને બિઝનેસમાં ટ્રિપલ ઑનર્સની ડિગ્રી પણ મેળવી છે.
પરિણીત ચોપરાએ સંગીતમાં બીએ ઑનર્સ પણ કર્યુ છે. પરિણીતી ચોપરા ઇન્વેસ્ટમેન્ટ બેન્કર બનવા માંગતી હતી. પરંતુ 2009ની મંદીને કારણે તેનુ સપનુ પૂરુ થઈ શક્યું નહીં. જે બાદ તે ઈંગ્લેન્ડથી ભારત આવી અને યશ રાજ ફિલ્મમાં પીઆર કન્સલ્ટન્ટ તરીકે જોડાઈને બૉલિવુડમાં પ્રવેશ કર્યો.
રાઘવ ચઢ્ઢાની સંપત્તિ
મીડિયા રિપોર્ટસ મુજબ રાઘવ ચઢ્ઢાએ 37 લાખ રૂપિયાનુ ઘર ખરીદ્યુ છે. આ સિવાય રાજ્યસભાના સાંસદ પાસે મારુતિ સ્વિફ્ટ ડિઝાયર કાર અને 90 ગ્રામ સોનાના દાગીના પણ છે. તેમની કિંમત લગભગ 4,95,000 રૂપિયા છે. સરકારી દસ્તાવેજો અનુસાર તેમની પાસે કુલ 36 લાખ 99 હજાર 471 રૂપિયાની જંગમ સંપત્તિ છે. આ સિવાય AAP નેતા પાસે 6 લાખ રૂપિયાના ડિબેન્ચર, બોન્ડ અને શેર પણ છે.
પરિણીતિ ચોપડાની સંપત્તિ
પરિણીતી ચોપરા પાસે રાઘવ ચઢ્ઢા કરતા પણ વધુ સંપત્તિ છે. અહેવાલો મુજબ તેની કુલ સંપત્તિ 60 કરોડની નજીક છે. અભિનેત્રીએ બૉલિવુડની ઘણી ફિલ્મોમાં પણ કામ કર્યુ છે. પ્રાપ્ત માહિતી અનુસાર, પરિણીતિ ચોપડા એક ફિલ્મ માટે લગભગ 5 કરોડ રૂપિયા ચાર્જ કરે છે. ફિલ્મો ઉપરાંત બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ પણ તેની કમાણીનો સ્ત્રોત છે. પરિણીતિ મુંબઈના બાંદ્રામાં સી-ફેસિંગ એપાર્ટમેન્ટમાં રહે છે, જેની કિંમત લગભગ 22 કરોડ રૂપિયા છે.
-
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Jewar Airport: આવતીકાલે ખુલશે એશિયાનું સૌથી મોટું એરપોર્ટ! PM માટે સુરક્ષાનો અભેદ્ય કિલ્લો, ક્યારે ટેકઓફ થશે ફ -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો








Click it and Unblock the Notifications
