આમિર ખાન અને કિરણ રાવે લગ્નના 15 વર્ષ પછી લીધા ડિવૉર્સ, કહ્યુ - અંત નહિ, શરૂઆત છે...

બૉલિવુડ અભિનેતા આમિર ખાન અને તેની પત્ની કિરણ તેમજ ફિલ્મ નિર્માતા કિરણ રાવે ડિવૉર્સ લઈ લીધા છે.

મુંબઈઃ બૉલિવુડ અભિનેતા આમિર ખાન અને તેની પત્ની કિરણ તેમજ ફિલ્મ નિર્માતા કિરણ રાવે ડિવૉર્સ લઈ લીધા છે. આમિર ખાન અને કિરણ રાવના લગ્ન 15 વર્ષ ચાલ્યા. આમિર અને કિરણે એક સાથે 15 વર્ષ સાથે રહ્યા બાદ ડિવૉર્સ લેવાનો નિર્ણય કર્યો છે. શનિવારે(3 જુલાઈ)એ બંનેએ આ વાત જાહેર કરી છે. આમિર અને કિરણે 2005માં લગ્ન કર્યા હતા. આમિર ખાન અને કિરણ રાવે એક સંયુક્ત નિવેદન જાહેર કરીને કહ્યુ છે કે તે ડિવૉર્સ લઈ ચૂક્યા છે. કપલે કહ્યુ છે કે તે પોતાના દીકરા આઝાદ રાવ ખાનને સહ-માતાપિતા તરીકે પાળશે. સાથે જ પાની ફાઉન્ડેશન અને અન્ય પરિયોજનાઓમાં પ્રોફેશનલ ભાગીદારી ચાલુ રાખશે. તેમણે કહ્યુ કે ડિવૉર્સ લેવાનો નિર્ણય કરવો તેમના માટે ભાવુક કરનારો હતો. આમિર ખાનના આ બીજા લગ્ન છે તે તૂટી ગયા છે. આમિર ખાને આ પહેલા પોતાની પહેલી પત્ની રીના દત્તને ડિવૉર્સ આપ્યા હતા. બંનેના લગ્ન 16 વર્ષ ચાલ્યા હતા.

15 વર્ષનો સંબંધ સુંદર હતો, હવે નવી શરૂઆત કરશે આમિર ખાન અને કિરણ રાવ

15 વર્ષનો સંબંધ સુંદર હતો, હવે નવી શરૂઆત કરશે આમિર ખાન અને કિરણ રાવ

ફિલ્મ ક્રિટીક તરણ આદર્શે આમિર ખાન અને કિરણ રાવનો જોઈન્ટ સોશિયલ મીડિયા પર શેર કર્યુ છે. આ નિવેદનની શરૂઆતમાં આમિર અને કિરણ રાવે લખ્યુ છે, 'આ 15 વર્ષોનો સંબંધ સુંદર હતો, અમે આ 15 વર્ષોમાં એક સાથે જીવનભરના અનુભવ, આનંદ અને સ્મિત વહેંચ્યુ છે. અમારા સંબંધમાં માત્ર વિશ્વાસ, સમ્માન અને પ્રેમ છે અને છેલ્લા વર્ષોમાં આમ જ વધ્યો. પરંતુ હવે અમે પોતાના જીવનમાં નવી શરૂઆત ઈચ્છીએ છીએ. હવે પતિ-પત્ની તરીકે નહિ પરંતુ એક માતાપિતા અને પરિવાર તરીકે પોતાની જિંદગી આગળ વધારવા માંગીએ છીએ.'

આમિર અને કિરણે પરસ્પર સંમતિથી લીધા ડિવૉર્સ

આમિર અને કિરણે પરસ્પર સંમતિથી લીધા ડિવૉર્સ

પોતાના જોઈન્ટ સ્ટેટમેન્ટમાં આમિર અને કિરણે કહ્યુ છે કે તે થોડા સમય પહેલા જ અલગ થઈ ગયા હતા. અલગ રહેવા છતાં બંને એક પેરેન્ટ તરીકે પોતાના દીકરા આઝાદ રાવ ખાનનુ પાલનપોષણ કરશે. તેમણે કહ્યુ, 'અમે થોડા સમય પહેલા પરસ્પર સંમતિથી ડિવૉર્સ લીધા છે અને સુનિયોજિત રીતે અલગ રહેવાનુ શરૂ કરી દીધુ. હવે આને અમે ઔપચારિક રીતે તમને બધાને બતાવવામાં સહજ અનુભવી રહ્યા છે. અલગ-અલગ રહેવા છતાં અમે એક પરિવારની જેમ છે. અમે પોતાના દીકરા આઝાદ પ્રત્યે સમર્પિત માતાપિતા છે. જેનુ પાલનપોષણ અમે મળીને કરીશુ.'

પ્રોફેશનલી આમિર-કિરણ એકસાથે

પ્રોફેશનલી આમિર-કિરણ એકસાથે

જોઈન્ટ સ્ટેટમેન્ટમાં આમિર અને કિરણે કહ્યુ છે, 'અમે ડિવૉર્સ લીધા છે પરંતુ ફિલ્મો, પાની ફાઉન્ડેશન અને અન્ય પ્રોજેક્ટ્સ પર અમે એક પાર્ટનરશિપમાં કામ કરીશુ. અમે પોતાના કામ પ્રત્યે ઘણા ઈમોશનલ છીએ. અમારા સંબંધને મજબૂત બનાવવા અને અમારો સપોર્ટ કરવા માટે અમારા પરિવારજનો અને દોસ્તોનો ખૂબ ખૂબ આભાર. તેમના સાથના કારણે આ નિર્ણય લેવામાં અમે મજબૂત રહ્યા. અમે અમારા શુભચિંતકો પાસે પ્રેમ અને દુઆ માંગીએ છીએ અને આશા રાખીએ છીએ કે અમારી જેમ તમે આ ડિવૉર્સને અંત રુપે નહિ પરંતુ જિંદગીની એક નવી યાત્રા તરીકે જોશો.'

લગાન ફિલ્મ દરમિયાન મળ્યા હતા આમિર અને કિરણ, 2005માં કર્યા હતા લગ્ન

લગાન ફિલ્મ દરમિયાન મળ્યા હતા આમિર અને કિરણ, 2005માં કર્યા હતા લગ્ન

આમિર ખાન અને કિરણ પહેલી વાર લગાનના શૂટિંગ દરમિયાન મળ્યા હતા. કિરણ ફિલ્મ લગાનમાં એક આસિસટન્ટ ડાયરેક્ટર હતી. આમિર ખાન અને કિરણે 28 ડિસેમ્બર, 2005ના રોજ લગ્ન કર્યા હતા. આમિર ખાનની પહેલી પત્નીનુ નામ રીના દત્તા છે. લગ્નના 16 વર્ષ બાદ આમિરે રીના દત્તા સાથે ડિવૉર્સ લીધા હતા. આમિર ખાન અને રીના દત્તાના લગ્નથી બે બાળકો છે જુનેદ ખાન અને ઈરા ખાન.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X