Aamir Khan Net Worth: બર્થડે બૉય આમિર ખાન છે કરોડોની સંપત્તિના માલિક
બૉલિવુડના સુપરસ્ટાર આમિર ખાન આજે પોતાનો 58મો જન્મદિવસ મનાવી રહ્યા છે. આજના ખાસ દિવસે આવો જાણીએ તેમની સંપત્તિથી લઈને કાર કલેક્શન સુધીની રસપ્રદ વાતો.
Aamir Khan Net Worth: બૉલિવુડના સુપરસ્ટાર આમિર ખાન આજે પોતાનો 58મો જન્મદિવસ મનાવી રહ્યા છે. જન્મદિવસ પર તેમને દુનિયાભરમાંથી શુભેચ્છાઓ મળી રહી છે. તેમની છેલ્લી ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢા ભલે ફ્લોપ ગઈ પરંતુ તેમના સ્ટારડમમાં કોઈ ફરક નથી પડ્યો. આજના ખાસ દિવસે આવો જાણીએ તેમની સંપત્તિથી લઈને કાર કલેક્શન સુધીની રસપ્રદ વાતો.

સખત પરિશ્રમ બાદ મળી સફળતા
આમિર ખાન ઘણા દાયકાઓથી બૉલિવુડ પર રાજ કરે છે પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે ડેબ્યૂ કરતા પહેલા આમિર ખાને સખત સંઘર્ષ કર્યો હતો. એક સમય હતો જ્યારે આમિર ખાન પોતે પોતાની ફિલ્મોના પોસ્ટર ચોંટાડતો અને લોકોને કહેતો કે તે ફિલ્મનો હીરો છે.

આટલા કરોડની છે સંપત્તિ
આમિર ખાન જાહેરાતમાંથી ખૂબ કમાણી કરે છે. તમને જાણીને નવાઈ લાગશે કે આમિર ખાન એક વર્ષમાં 100 કરોડથી વધુની કમાણી માત્ર જાહેરાતોથી કરે છે.અહેવાલો મુજબ આમિર ખાનની કુલ સંપત્તિ 1500 કરોડથી વધુ છે. આ સિવાય આમિર ખાન ફિલ્મ પ્રોડક્શન, ટીવી હોસ્ટિંગ અને બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ દ્વારા પણ ઘણી કમાણી કરે છે.

આલીશાન ઘર અને કાર કલેક્શન
ઘણા અહેવાલો મુજબ તેમના ફ્લેટનુ ભાડુ દર મહિને આઠ લાખથી વધુ છે. આમિર ખાન પાસે મુંબઈના પૉશ વિસ્તારમાં એક આલીશાન ઘર પણ છે. તેણે તેને વર્ષો પહેલા 18 કરોડમાં ખરીદ્યો હતો. જોકે આમિર ખાનને લક્ઝરી લાઈફ પસંદ નથી. તેણે પોતાના ઘરનુ ઈન્ટિરિયર પણ ખૂબ જ સરળ રીતે કર્યુ છે.આમિર ખાનનો પણ પંચગનીમાં ખૂબ જ સુંદર બંગલો છે. બે એકરમાં ફેલાયેલો આ બંગલો આમિર ખાને સાત કરોડ રૂપિયાથી વધુમાં ખરીદ્યો હતો. હવે તેની કિંમત પણ ઘણી વધુ હોવાનો અંદાજ છે. આમિર ખાનને લક્ઝરી કારનો ખૂબ જ શોખ છે. તેમની પાસે 9થી વધુ કારનો સંગ્રહ છે જેમાં મર્સિડીઝ બેન્ઝ, રોલ્સ રૉયસ અને ફૉર્ડનો સમાવેશ થાય છે.












Click it and Unblock the Notifications
