Pics : બૉલીવુડમાં આમિરના 25 વરસ, બંને પત્નીઓને કહ્યું શુક્રિયા

મુંબઈ, 29 એપ્રિલ : બૉલીવુડના મિસ્ટર પરફેક્શનિસ્ટ આમિર ખાને આજે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પોતાના 25 વરસ પૂર્ણ કર્યાં છે. આ પ્રસંગે તેમણે મીડિયાને મળી તેમને આટલો બધો પ્રેમ આપવા બદલ સૌનો આભાર વ્યક્ત કર્યો અને સાથે જ 25 વરસની સફર અંગે જણાવ્યું કે કઈ રીતે તેમણે પોતાના શૂટિંગના પ્રથમ જ દિવસે પૂરા આઠ કલાક એક સીન આપવા માટે ઇંતેજાર કરવો પડ્યો હતો અને ત્યારે તેમણે ક્યારેય વિચાર્યું પણ નહોતું કે તેઓ ઇન્ડસ્ટ્રીમાં સફળતાથી ભરેલા 25 વરસ પૂર્ણ કરશે અને અહીં સુધી પહોંચશે.

આમિર ખાને મીડિયા સાથે વાતચીત દરમિયાન જણાવ્યું કે તેઓ અંધશ્રદ્ધાળુ નથી અને તેમને આ મુકામો જેટલી તેમની સફળતાએ પહોંચાડી છે, એટલી જ તેમની નિષ્ફળતાનો પણ ફાળો છે. તેમણે આ પ્રસંગે કૅમેરા મૅન, સાઉન્ડ રેકૉર્ડર, દિગ્દર્શકો તથા સંગીત દિગ્દર્શકોનો આભાર વ્યક્ત કર્યો અને જણાવ્યું - હું શુક્રિયા અદા કરવા માંગુ છું મારા ઑડિયંસનો કે જેણે 25 વરસ સુધી મારી ફિલ્મો જોઈ અને મને હિટ બનાવ્યો. મને આટલો પ્રેમ આપ્યો અને આટલું સન્માન આપ્યું. તેને આપણે તોળી ન શકીએ.

આમિર ખાને જણાવ્યું - ઑડિયંસ બાદ મારી ફૅમિલીનો પણ આભાર વ્યક્ત કરીશ, કારણ કે અમારું જીવન જે પ્રકારનું હોય છે, તેમાં ફૅમિલીએ ઘણું સહન કરવું પડે છે. હું શુક્રિયા અદા કરવા માંગીશ કિરણજીનો, અમ્મીનો, અબ્બુજાનનો, મારા ભાઈ-બહેનોનો, રીમાજીનો કે જેઓ મારા પ્રથમ પત્ની છે. રીમાજીની ફૅમિલીએ મારો ઘણો સાથ આપ્યો. આ સફર ખુશખુશાલ રહી અને મને ઘણું બધું શીખવા મળ્યું. આ 25 વરસો જોતા ખૂબ ખુશી થાય છે.

આવો તસવીરોમાં જોઇએ આમિર ખાને કઈ રીતે કરી બૉલીવુડમાં 25 વર્ષ પૂર્ણ કરવાની ઉજવણી.

આમ કરી આમિરે શરુઆત

આમ કરી આમિરે શરુઆત

જ્યારે હું નવો-નવો આવ્યો, ત્યારે મને ખબર નહોતી કે મારૂં કૅરિયર ક્યાં જશે. મારી પ્રથમ જ ફિલ્મ કયામત સે કયામત તક સુપર હિટ રહી અને હું સ્ટાર બની ગયો. પછી હું જ્યાં પણ જતો, લોકોની ગિર્દી થઈ જાત. પછી મારી કેટલીક ફિલ્મો ફ્લૉપ રહી. મેં ભૂલો પણ કરી અને તેમાંથી ઘણું શીખ્યો પણ ખરો.

આમિરે કરી ભૂલો

આમિરે કરી ભૂલો

આમિરે જણાવ્યું કે મેં કેટલીક એવી ફિલ્મો સાઇન કરી કે જે ફ્લૉપ રહી અને આ ફિલ્મો સાઇન કરવી તેમની ભૂલ હતી, પણ જ્યારે હું વિચારુ છું, તો મને લાગે છે કે સૌથી વધુ જે બોધપાઠ મને મળ્યો છે, તે પોતાની ભૂલોમાંથી જ. હું આજે જે કંઈ છું, તે પોતાની ભૂલોના કારણે જ છું.

આમિરને ફૉલો કરે છે લોકો

આમિરને ફૉલો કરે છે લોકો

આમિર ખાને જણાવ્યું - હું મારી દૃષ્ટિએ જોઈ કશું નથી કરતો. હું તે જ કરુ છું, જે મને સારૂં લાગે છે. હું નવું કરતાં ડરતો નથી. મને લાગે છે કે જો આપા સાચા અને સાહસી હોવ, તો અંતે વિજય આપનો જ થાય છે.

કોઈ પણ ફિલ્મને રિગ્રેટ નથી કરતો

કોઈ પણ ફિલ્મને રિગ્રેટ નથી કરતો

આમિરે જણાવ્યું - હું કોઈ પણ ફિલ્મને રિગ્રેટ નથી કરતો. જેટલો મહત્વ હું પોતાની સફળતાને આપુ છું, તેટલો જ મહત્વ હું પોતાની નિષ્ફળતાને પણ આપુ છું.

મારા નકારાત્મક બિંદુઓ

મારા નકારાત્મક બિંદુઓ

આમિર ખાન કહે છે - મારી બે ક્વૉલિટીઓ છે કે જે સારી પણ છે અને ખરાબ પણ. આ ક્વૉલિટીઓ મને લુંટાવી પણ શકે અને બનાવી પણ શકે. એક મારી અંદર જે જોશ છે, ઝનૂન છે કંઈક નવું કરવાનું. સામાન્યતઃ આપ જોશ સાથે જે વસ્તુ કરો, તે કરતાં-કરતાં આપ તેમાં ખોવાઈ જાઓ છો. તે ક્યારેક-ક્યારેક આપને મુશ્કેલીમાં પણ નાંખી શકે છે. બીજી વસ્તુ છે કે હું બહુ જિદ્દી પણ છું.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X