માતા સાથે હજયાત્રાએ ઉપડ્યાં આમિર ખાન
મુંબઈ, 20 ઑક્ટોબર : આમિર ખાન મિસ્ટર પરફેક્ટ તરીકે જાણીતાં છે. તેઓ કઈં પણ કરે છે, પુરતી લગન સાથે કરે છે. કામને સમયે કામ અને મસ્તી વખતે મસ્તી. સારા કલાકાર હોવાની સાથે-સાથે આમિર ખાન એક બહુ સારા પુત્ર પણ છે. તેનું તાજું દૃષ્ટાંત છે કે તેઓ પોતાના માતા સાથે હજ યાત્રાએ ગયાં છે. આમિરે માતાને વાયદો કર્યો હતો કે તેઓ જ્યારે પોતાની ફિલ્મ તલાશનુ શુટિંગ ખતમ કરી લેશે, ત્યારે તેમને હજયાત્રાએ લઈ જશે. તેથી તેઓ પોતાના માતા સાથે હજ કરવા ગયાં છે. આમિર લગભગ 14 દિવસ સુધી હજની પોતાની આ યાત્રાએ રહેશે.
આવો આપને બતાવીએ આમિરની હજયાત્રાની તસવીરો :

અમ્મી સાથે આમિર
અમ્મી જાન સાથે હજયાત્રા માટે રવાના થતાં આમિર ખાન.

કારમાં માતા-પુત્ર
એરપોર્ટે પહોંવા માટે કારમાં જતાં માતા-પુત્ર

એરપોર્ટ પહોંચ્યાં
એરપોર્ટે પહોંચ્યા આમિર ખાન અને તેમના માતા.

વાયદો પાળ્યો
માતાને કરેલો હજયાત્રાએ લઈ જવાનો વાયદો પાળ્યો આમિરે.

વિમાનમાં આમિર
હજયાત્રા માટે વિમાનમાં સવાર થયેલ આમિર ખાન.












Click it and Unblock the Notifications
