મક્કામાં આમિર ખાનનો ભેટો થઈ ગયો આફ્રિદી સાથે
મુંબઈ, 25 ઑક્ટોબર : બૉલીવુડના મિસ્ટર પરફેક્ટ એટલે કે આમિર ખાન હાલ પોતાના માતા ઝીનત સાથે હજયાત્રાએ પહોંચ્યા છે. અલ્લા પાકની આ યાત્રા દરમિયાન તેમની મુલાકાત મક્કા ખાતે પાકિસ્તાન ક્રિકેટ ટીમના સુપર સ્ટાર શાહિદ આફ્રિદી સાથે થઈ ગઈ. બંનેએ સાથે સમય પણ ગાળ્યો અને આ ખાસ ક્ષણોને કૅમેરામાં કેદ કરી ટ્વિટર ઉપર પોસ્ટ પણ કર્યાં છે.

આમિર અને આફ્રિદીએ મૌલાના તારિક જમીલ સાથે પણ મુલાકાત કરી કે જેમણે તેમને હજના મહત્વ અંગે સમજાવયાં. આપને બતાવી દઇએ કે આમિર-આફ્રિદીની મુલાકાત પૂર્વનિયોજિત નહોતી. સંજોગોવશાત્ બંનેનો મેળાપ થઈ ગયો.
આમિર ખાને પોતાના માતાને વાયદો કર્યો હતો કે જ્યારે તેમની તલાશ અને ધૂમ 3 ફિલ્મોનું શુટિંગ પૂર્ણ થઈ જશે, ત્યારે તેઓ તેમને હજયાત્રાએ લઈ જશે. શુટિંગ પૂર્ણ થતાં આમિર હજયાત્રાએ રવાના થઈ ગયાં. જોકે હજયાત્રાના કારણે તેઓ યશ ચોપરાના અંતિમ સંસ્કારમાં હાજર ન રહી શક્યાં.












Click it and Unblock the Notifications
