Aamir khan new girlfriend : કોણ છે આમિર ખાનની 25 વર્ષ જૂની ગર્લફ્રેન્ડ ગૌરી સ્પ્રેટ? જાણો કેવી રીતે શરૂ થઈ લવ
Aamir khan new girlfriend : બોલિવૂડના સુપરસ્ટાર આમિર ખાને 60માં જન્મદિવસે એક મોટો ખુલાસો કર્યો છે. તેમણે જાહેરમાં કબૂલાત કરી છે કે તેઓ ગૌરી સ્પ્રેટ સાથે સંબંધમાં છે. બન્ને છેલ્લા એક વર્ષથી ડેટ કરી રહ્યા છે અને તે એકબીજાને લાંબા સમયથી ઓળખે છે.
આમિરના જણાવ્યા મુજબ, ગૌરીને તેઓએ તેમના પરિવાર અને નજીકના મિત્રોને મળાવ્યા છે. આ સંબંધની જાણ શાહરુખ ખાન અને સલમાન ખાને પણ છે. તેમનો પરિવાર પણ આ સંબંધથી ખુશ છે.

કોણ છે ગૌરી સ્પ્રેટ?
ગૌરી સ્પ્રેટ બેંગલુરુમાં રહે છે અને હાલમાં આમિર ખાનના પ્રોડક્શન હાઉસ સાથે કામ કરી રહી છે. બોલિવૂડ અને તેના ગ્લેમરથી ગૌરી વિશેષ પ્રભાવિત નથી. તેણીએ માત્ર અમુક પસંદગીની ફિલ્મો જેમ કે લગાન અને દંગલ જ જોઈ છે.
ગૌરી અડધી તમિલ અને અડધી આઇરિશ વંશની છે. તેમના દાદા સ્વતંત્રતા સેનાની હતા. ગૌરી છ વર્ષના પુત્રની માતા છે અને પોતાને સ્વતંત્ર મહિલા તરીકે ઓળખાવવાનું પસંદ કરે છે.
આમિરે ગૌરીની તસ્વીર સોશ્યલ મીડિયા પર શેર ન કરવા માટે ખાસ વિનંતી કરી છે. તેણે પાપારાઝી તેમજ મીડિયા સમક્ષ સ્પષ્ટતા કરી કે તેમનું અંગત જીવન ચર્ચાનો વિષય ન બને તે તેઓ ઇચ્છે છે.
આમિર ખાને અગાઉ રીના દત્તા અને કિરણ રાવ સાથે લગ્ન કર્યા હતા. રીના દત્તાથી તેમને પુત્રી ઇરા અને પુત્ર જુનૈદ છે, જ્યારે કિરણ રાવથી તેમને પુત્ર આઝાદ થયો હતો. 2021માં કિરણ રાવથી છૂટાછેડા લીધા બાદ હવે તે પોતાના નવા સંબંધથી ખુશ છે.
આમિર અને ગૌરીના સંબંધની આ ખબર હાલ બોલિવૂડમાં ચર્ચાનો વિષય બની છે. તેમ છતાં તેઓ પોતાનું અંગત જીવન ગુપ્ત રાખવા માટે પ્રયત્નશીલ છે. આ જ કારણે ગૌરી અને તેમનાં જીવન વિશે વધુ માહિતી હાલ સુધી બહાર આવી નથી.












Click it and Unblock the Notifications
