Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

તલાશની ટીમ કરશે કરીનાના લગ્નની ઉજવણી

મુંબઈ, 13 ઑક્ટોબર : સૈફ-કરીનાના લગ્નની તૈયારીઓ પરાકાષ્ઠાએ પહોંચી છે. બસ હવે થોડાંક દિવસ છે અને પછી કરીના કપૂર થઈ જશે કરીના કપૂર ખાન. આ સાથે જ સૈફ અલી ખાન સાથે બેબોનું નવું જીવન શરૂ થશે.

Saif Kareena

કરીનાના આ ખાસ પ્રસંગની ઉજવણી કરવા આમિર ખાને પણ પોતાની આખી તલાશ ફિલ્મની ટીમ સાથે કેટલાંક પ્લાન્સ બનાવ્યાં છે. કરીના કપૂર અને સૈફ અલી ખાનના લગ્ન 16મી ઑક્ટોબર થવાના છે તથા 17મીએ કરીના, આમિર અને રાણી મુખર્જીના અભિનય વાળી ફિલ્મ તલાશનું સંગીત રલીઝ થઈ રહ્યું છે. આ ઇવેંટ માટે આમિરે સ્પેશિયલી પોતાના બિઝી શિડ્યુઅલમાંથી એક દિવસ કાઢ્યો છે.

હાલ તો આમિર શિકાગો ખાતે પોતાની ધૂમ 3 ફિલ્મનું શુટિંગ કરી રહ્યાં છે, પરંતુ તલાશ તેમના માટે સ્પેશિયલ છે. તેથી તેના મ્યુઝિક લૉન્ચ માટે તેઓ એક દિવસનો સમય કાઢી શિકાગોથી પરત ફરી રહ્યાં છે. આ ઇવેન્ટમાં કરીના તો શામેલ નહિં થઈ શકે, પરંતુ રાણી, નવાઝુદ્દીન સિદ્દીકી, ફરહાન અખ્તર, રીમા કાગતી તમામ ભાગ લેશે.

નિર્માતા ફરહાન સાથે મળી આમિરે યોજના બનાવી છે કે આ ઇવેન્ટ દરમિયાન તલાશની આખી ટીમ કરીનાના આ ખાસ પ્રસંગની ઉજવણી કરશે. શૅમ્પેનની બોતલો ઉછાળાશે અને પછી રાણી, આમિર, રીમા તમામ કરીના કપૂર માટે કઇંક બોલશે તથા તેમના સુખદ ભવાવી માટે પ્રાર્થના કરશે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X