આમિરની દીકરી આયરા સિવાય આ અભિનેત્રીઓનુ પણ પોતાના જિમ ટ્રેનર પર આવી ચૂક્યુ છે દિલ

આમિર ખાનની દીકરી આયરા ખાન સિવાય ઘણી બૉલિવુડ અભિનેત્રીઓ પોતાના જિમ ટ્રેનરને દિલ દઈ ચૂકી છે.

આમિર ખાનની દીકરી આયરા ખાને પોતાના પ્રેમી નૂપુર શિખરે સાથે સગાઈ કરી અને હવે ટૂંક સમયમાં બંને લગ્ન કરવાના છે. તમને જણાવી દઈએ કે નૂપુર શિખરે આયરા ખાનનો જિમ ટ્રેનર હતો અને ટ્રેનિંગ દરમિયાન આયરા તેને પોતાનુ દિલ દઈ બેઠી હતી. માત્ર આયરા જ નહિ પરંતુ ઘણી એવી બૉલિવુડ અભિનેત્રીઓ છે જે પોતાના જિમ ટ્રેનરને દિલ દઈ બેઠી છે.

દેવોલીનાએ તેના જિમ ટ્રેનર શાહનવાઝ શેખ સાથે કર્યા લગ્ન

દેવોલીનાએ તેના જિમ ટ્રેનર શાહનવાઝ શેખ સાથે કર્યા લગ્ન

ટીવી શો સાથ નિભાના સાથિયા ફેમ અભિનેત્રી દેવોલિના ભટ્ટાચારજીએ ગોપી બહુના રોલમાં ઘણી લોકપ્રિયતા મેળવી. દેવોલીનાએ ડિસેમ્બર મહિનામાં તેના જિમ ટ્રેનર શાહનવાઝ શેખ સાથે અચાનક લગ્ન કરીને તેના ચાહકોને ચોંકાવી દીધા હતા. જોકે લોકો દેવોલીનાનુ તેની સાથે સીરિયલ કરી રહેલા કો-એક્ટર સાથે અફેર હોવાનો દાવો કરી રહ્યા હતા. પરંતુ દેવલિનાએ ધર્મનુ બંધન તોડીને પોતાનુ દિલ તેના જિમ ટ્રેનરને આપી દીધુ અને લગ્ન કરી લીધા. દેવોલીનાને અલગ ધર્મના યુવક સાથે લગ્ન કરવાને કારણે ઘણી ટ્રોલ કરવામાં આવી હતી.

સુસ્મિતા પણ જિમ ટ્રેનને દઈ ચૂકી છે દિલ

સુસ્મિતા પણ જિમ ટ્રેનને દઈ ચૂકી છે દિલ

આ યાદીમાં પૂર્વ વિશ્વ સુંદરી સુષ્મિતા સેન પણ સામેલ છે, જેણે પોતાનુ દિલ ફિગર બનાવતી વખતે પોતાના મોડલ જિમ ટ્રેનરને આપી દીધુ હતુ. રોહનમ શૉલ આમ તો એક મોડલ હતો પરંતુ તે સુષ્મિતા સેન માટે જિમ ટ્રેનર હતો.

સુસ્મિતા-રોહમન બ્રેકઅપ પછી પણ જોવા મળે છે સાથે

સુસ્મિતા-રોહમન બ્રેકઅપ પછી પણ જોવા મળે છે સાથે

રોહનમ સાથે જીમમાં કસરત કરતા સુષ્મિતાના ઘણા વીડિયો પણ વાયરલ થયા હતા. જો કે, ગયા વર્ષે સુષ્મિતાનુ રોહનમ સાથે બ્રેકઅપ થયુ હતુ અને રોહનમ જે અગાઉ સુષ્મિતા સાથે તેના ઘરે રહેતો હતો તે બ્રેકઅપ બાદ ઘર છોડીને જતો રહ્યો હતો. વળી, લલિત મોદીએ પણ સુષ્મિતા સેન સાથેના તેમના ક્લોઝ ફોટા શેર કરીને તેમના સંબંધોની જાહેરાત કરી હતી. જોકે સુષ્મિતાએ આ દાવાને સ્પષ્ટપણે નકારી કાઢ્યો હતો.

આયરા જ્યારે ડિપ્રેશનમાં હતી ત્યારે થઈ હતી નૂપુર શિખરે સાથે મુલાકાત

આયરા જ્યારે ડિપ્રેશનમાં હતી ત્યારે થઈ હતી નૂપુર શિખરે સાથે મુલાકાત

ઓક્ટોબર 2022માં નૂપુર શિખરેએ આયરાને લગ્ન માટે પ્રપોઝ કર્યુ હતુ. આયરા અને નૂપુર શિખરે લૉકડાઉનમાં મળ્યા હતા. તે સમયે આમિર ખાનની પુત્રી ડિપ્રેશન સામે ઝઝૂમી રહી હતી. તે જ સમયે બંને મળ્યા અને બંને પ્રેમમાં પડ્યા અને બંને સાથે રહેવા લાગ્યા. નૂપુર શિખરે બૉલિવુડ સેલિબ્રિટીઝનો ટ્રેનર છે. આયરા પહેલા નૂપુર શિખરે આયરાના પિતા આમિર ખાનનો ટ્રેનર હતો. આ સિવાય નૂપુર શિખરે સુષ્મિતા સેનનો ટ્રેનર પણ રહી ચૂક્યો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X