Pics : અભી તો ‘આમિર’ જવાન હૈ, પણ જુનૈદે નાનો નથી!
મુંબઈ, 27 જૂન : હજી તો ફિલ્મી પડદે અભિનેતા આમિર ખાન એક લવિંગ બૉય તરીકે ધૂમ મચાવી રહ્યાં છે. યુવતીઓ તેમની ઘેલી હોય છે, તો રીયલ લાઇફમાં તેમના પુત્ર જુનૈદ પોતે એટલા મોટા થઈ ગયાં છે કે તેમણે પોતાના માટે એક યુવતી પણ પસંદ કરી લીધી છે અને બંને એક વર્ષથી ડેટિંગ કરી રહ્યાં છે.
મળતી માહિતી મુજબ જુનૈદ ખાન પોતાની સાથે ભણતાં સોનમ વર્મા સાથે છેલ્લા એક વરસથી ઇશ્ક ફરમાવી રહ્યાં છે. સોનમ મીડિયા સ્ટડીઝમાં એમબીએ કરી રહ્યાં છે. સોનમ-જુનૈદને ખુલ્લેઆમ હાથોમાં હાથ નાંખી જોઈ શકાય છે. એમ પણ જાણવા મળે છે કે જુનૈદે સોનમની મુલાકાત આમિર ખાન સાથે પણ કરાવી દીધી છે. હવે જુનૈદે સોનમનો પરિચય આમિર સમક્ષ કયા સ્વરૂપે આપ્યો, તે તો તેઓ જ જાણે, પણ એટલું નક્કી છે કે જુનૈદે સોનમને જ પોતાના જીવનસાથી તરીકે નક્કી કરી લીધાં છે.
નોંધનીય છે કે જુનૈદ આમિર ખાનના પ્રથમ પત્ની રીનાના પુત્ર છે. રીના સાથે પણ આમિરે પ્રેમલગ્ન કર્યા હતાં. રીના પણ આમિરના સહપાઠી હતાં, પરંતુ બે બાળકો અને લગભગ વીસ વર્ષ સાથે રહ્યા બાદ આમિર-રીના વચ્ચે છુટાછેડા થઈ ગયા હતાં. પછી આમિરે કિરણ રાવ સાથે લગ્ન કર્યાં અને બંનેને સરોગેસી વડે જન્મેલ પુત્ર આઝાદ છે. જુનૈદ આજકાલ પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ નિર્માતા-દિગ્દર્શક રાજકુમાર હીરાણીના સહાયક તરીકે કામ કરી રહ્યાં છે. રાજકુમાર હાલ પીકે ફિલ્મનું દિગ્દર્શન કરી રહ્યાં છે.
આવો જોઇએ જનૈદ-સોનમની તસવીરી ઝલક :

સોનમ-જુનૈદ
આ તસવીર આજકાલ સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સ પર ખૂબ ધમાલ મચાવી રહી છે. સોનમ-જુનૈદ છેલ્લા એક વરસથી ડેટિંગ કરી રહ્યાં છે.

લૅડી લવ સોનમ
જુનૈદે પોતાના પપ્પાની પોતાના લૅડી લવ સોનમ સાથે મુલાકાત કરાવી દીધી છે. જુનૈદ પોતાની રિલેશનશિપ અંગે ખૂબ ગંભીર છે.

18 વર્ષના છે જુનૈદ
જુનૈદ હજી 18 વર્ષના છે અને રાજકુમાર હીરાણી સાથે સહાયક તરીકે કામ કરે છે.

સોનમ વર્મા
સોનમ મીડિયા સ્ટડીઝમાં એમબીએ કરી રહ્યાં છે. સોનમ-જુનૈદ એક-બીજાના હાથમાં હાથ નાંખી દેખાય છે.

જુનૈદનો પ્રેમ સોનમ
જુનૈદ આમિરના પ્રથમ પત્ની રીનાના પુત્ર છે. રીના-આમિરે પણ પ્રેમલગ્ન કર્યા હતાં.
-
Gold Rate Today: 18 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Petrol Diesel Price: 18 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather Today: યુપી-એમપી સહિત 6 રાજ્યોમાં વરસાદની આશંકા, રાજસ્થાનમાં હીટવેવનું એલર્ટ જાહેર -
IPL 2026 : સનરાઈઝર્સની કમાન ઈશાન કિશના હાથમાં, સ્ટેન્ડઈન કેપ્ટન નિયુક્ત -
IPL 2026 First Match: પહેલી મેચ ક્યારે અને ક્યાં રમાશે? આ બે ટીમો વચ્ચે થશે પ્રથમ મુકાબલો -
ગરમી વચ્ચે માવઠાની આફત, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી -
રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે આવશે, જાણો પુરો કાર્યક્રમ -
અશાંત ધારામાં મોટા ફેરફાર: વિધાનસભામાં રજૂ થશે નવું સુધારા વિધેયક -
ગેસ પુરવઠો ખોરવાતા મોરબી સિરામિક ઉદ્યોગમાં વેકેશનની જાહેરાત, આટલા દિવસ બંધ રહેશે -
ગુજરાતમાં જલ્દી બદલાઈ જશે લગ્ન અને લીવ ઈનના નિયમો, અહેવાલ સોંપાયો -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાના ભાવમાં સતત ઘટાડો, જાણો 10 ગ્રામનો લેટેસ્ટ રેટ -
જામનગર પંથકમાં કમોસમી વરસાદ, કાલથી આ જિલ્લાઓમાં આગાહી











Click it and Unblock the Notifications
