સત્યમેવ જયતે : ‘આમ’ માટે અમેરિકા પહોંચ્યા આમિર

આમ ઍવૉર્ડ માટે આમિરની પસંદગીનો સીધો મતલબ છે કે આમિર ખાનની ધૂમ ભારતમાં જ નહીં, પરંતુ વિદેશોમાં પણ થઈ રહી છે. આમિર ખાન આજકાલ પોતાની આવનાર ફિલ્મ ધૂમ 3 અંગે ચર્ચામાં છે કે જેમાં તેઓ વિલનનો રોલ કરી રહ્યાં છે. ફિલ્મના હીરો અભિષેક બચ્ચન અને ઉદય ચોપરા છે, તો કૅટરીના કૈફ હીરોઇન છે.
આમિર ખાનનો શો સત્યમેવ જયતે ભારતમાં પણ બહુ લોકપ્રિય થયો હતો અને તેથી જ આ શો માટે આમિર ખાનની આમ ઍવૉર્ડ માટે પસંદગી કરાઈ છે. આમિર ખાન ગઈકાલે રાત્રે મુંબઈથી વૉશિંગ્ટન ડીસી જવા રવાના થયા છે. આજે અમેરિકા ખાતે તેમને આ ઍવૉર્ડ આપવામાં આવશે.












Click it and Unblock the Notifications
