For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બોલિવૂડે કેજરીવાલને ગણાવ્યા રીયલ હીરો

|
Google Oneindia Gujarati News

મુંબઇ, 9 ડિસેમ્બર: દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના અસાધારણ પ્રદર્શન પર બોલિવૂડની અનેક હસ્તિઓએ આપના સંરક્ષક અરવિંદ કેજરીવાલના જોરદાર વખાણ કર્યા છે. ઉલ્લેખનીય છે કે કેજરીવાલે છેલ્લા ત્રણ વખતથી એર ચક્રી શાસન ચલાવતી આવતી દિલ્હીની મુખ્યમંત્રી શીલા દીક્ષિતને નવી દિલ્હી વિધાનસભા બેઠક પર હરાવી દીધા છે.

દિલ્હી ચૂંટણીમાં ભાજપા-કોંગ્રેસનું સમીકરણ બગાડનાર આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલે દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં પોતાની પાર્ટીને રવિવારે મળેલી અસાધારણ અને ઐતિહાસિક સફળતાને જનતાની જીત ગણાવી છે. કનોટ પ્લેસમાં હનુમાન રોડ પર સ્થિત પાર્ટી કાર્યાલય સમક્ષ ઉજવણી કરી રહેલા કાર્યકર્તાઓની સામે ઉપસ્થિત થયેલા કેજરીવાલે જણાવ્યું કે 'આ જનતાની જીત છે.'

જેના માટે અરવિંદને આખો દેશ સલામ કરી રહ્યો છે બોલિવૂડે પણ કેજરીવાલને રીયલ હીરો ગણાવ્યા છે. ઘણી બોલિવૂડ હસ્તીઓએ સોશિયલ નેટવર્કિંગ સાઇટ ટ્વિટર પર કેજરીવાલના વખાણ કર્યા છે.

સ્લાઇડરમાં જુઓ કોણે શું કહ્યું....

અનુષ્કા શર્મા

અનુષ્કા શર્મા

અભિનેત્રી અનુષ્કા શર્માએ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર લખ્યું છે કે 'હું શરૂઆતથી જ એ સાંભળતી આવી છું કે 'એક વ્યક્તિના ઇચ્છવાથી શું બદલાઇ જવાનું છે.' એક વ્યક્તિએ મોટુ પરિવર્તન લાવી દીધું છે...ઇતિહાસ એક વ્યક્તિની શક્તિનો સાક્ષી બની ગયો છે.'

અનુપમ ખેર

અનુપમ ખેર

અનુપમ ખેરે જણાવ્યું કે 'કેજરીવાલ અને આપ પાર્ટીને જીતની શુભેચ્છા. અણ્ણા, કિરણ બેદી અને એ લાખો લોકોને શુભેચ્છા જેઓ આ આંદોલનના પક્ષમાં ઊભા રહ્યા હતા.' અનુપમ ખેર ઇન્ડિયા અગેઇન્સ્ટ કરપ્શન દરમિયાન ઘણી વખત કેજરીવાલના સમર્થનમાં મંચ પર દેખાયા હતા.

દીયા મિર્ઝા

દીયા મિર્ઝા

દીયા મિર્ઝાએ પોતાના ટ્વિટર એકાઉન્ટમાં લખ્યું છે કે 'જેઓ આપ પાર્ટીની મઝાક ઉડાવી રહ્યા હતા, ટોણા મારી રહ્યા હતા, અને તેમનો ઉપહાસ કરી રહ્યા હતા તેઓ હવે ખૂબ જ સારી રીતે જાણી ગયા હશે. આગળની મુસાફરી માટે ખૂબ ખૂબ શુભકામનાઓ..'

મધુર ભંડારકર

મધુર ભંડારકર

મધુર ભંડારકરે જણાવ્યું કે 'બોલિવૂડની કોઇ સ્ટાર કાસ્ટ વગરની ફિલ્મે જાણે જોરદાર ધૂમ મચાવી હોય એવી જ રીતે 'આપ' કોઇ ફિલ્મની જેમ હિટ થઇ ગયું છે.'

શેખર કપૂર

શેખર કપૂર

શેખર કપૂરે પણ શુભેચ્છા પાઠવી છે અને જણાવ્યું છે કે, 'આપ પાર્ટીને શુભેચ્છા. આપની સફળતાએ 2014ના ચૂંટણી માટે દેશભરમાં ક્રાંતિની લહેર પેદા કરી લીધી છે. ભારત પરિવર્તન માટે તૈયાર થઇ ગયું છે.'

ચેતન ભગત

ચેતન ભગત

અંગ્રેજી સાહિત્યના જાણીતા લેખક ચેતન ભગતે ટ્વિટ કર્યું છે કે 'શીલા દીક્ષિત, દિલ્હીની મુખ્યમંત્રી શીલા દીક્ષિત, હવે કંઇ નથી. અરવિંદ કેજરીવાલ, તે કેજરીવાલ જે કંઇપણ ન્હોતા. તે આજે દિલ્હી વિધાનસભાની બીજી સૌથી મોટી પાર્ટીના નેતા છે. તને સલામ છે ભારત...'

English summary
The remarkable performance by the Aam Aadmi Party (AAP) on its electoral debut in Delhi was a warning for all political parties including the BJP, Kejriwal is a real hero of India said Bollywood.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X