પંદર માસની આરાધ્યા 54 કરોડની આસામી
મુંબઈ, 2 ફેબ્રુઆરી : કહે છે ને કે અમુક લોકો મોઢામાં ચાંદીની ચમચી લઈ પેદા હોય છે અને પેદા થતાં જ સેલિબ્રિટી બની જાય છે. એવું જ કંઈ થયું છે આરાધ્યા બચ્ચન સાથે. કવિ હરિવંશ રાય બચ્ચનની પ્રપૌત્રી, અમિતાભ બચ્ચન-જયા બચ્ચનની પૌત્રી અને અભિષેક બચ્ચન-ઐશ્વર્યા રાય બચ્ચનની પુત્રી એટલે આરાધ્યા. આરાધ્યા હજુ તો પૂરા પંદર માસની પણ થઈ નથી અને અત્યારથી જ તે કરોડોની આસામી બની ચુકી છે.
જાણવા મળતી માહિતી મુજબ અભિષેક અને ઐશ્વર્યાએ દુબઈમાં 54 કરોડની મિલ્કત ખરીદી છે કે જે આરાધ્યાના નામે છે. આપને યાદ હશે કે આરાધ્યાનો જન્મ 16મી નવેમ્બર, 2011ના રોજ થયો હતો અને આગામી 16 ફેબ્રુઆરીએ તો તે 15 માસની થશે. જોકે આરાધ્યાના પ્રથમ જન્મ દિવસે એટલે કે 16મી નવેમ્બર, 2012ના રોજ દાદા અમિતાભ બચ્ચને પૌત્રી આરાધ્યાને બીએમડબ્લ્યૂ કાર ગિફ્ટ કરી હતી. બચ્ચન પરિવારની લાડકડી આરાધ્યાને એક નજરે જોવા આખી દુનિયા આતુર રહે છે.
તાજેતરમાં જ આરાધ્યા ભોપાલમાં દેખાઈ કે જ્યાં તે પોતાના પરિવાર સાથે પોતાના દાદાની સાસરીએ ગઈ હતી. અમિતાભ બચ્ચન હાલ પોતાના સાસરિયા શહેર ભોપાલ ખાતે છે. ત્યાં તેઓ પ્રકાશ ઝાની ફિલ્મ સત્યાગ્રહનું શૂટિંગ કરી રહ્યાં છે. આ ફિલ્મ 15મી ઑગસ્ટના રોજ રિલીઝ થવાની છે. ફિલ્મમાં કહે છે કે અમિતાભ બચ્ચન અણ્ણા હઝારેનો રોલ કરી રહ્યાં છે.
-
ગુજરાતમાં હજુ વરસાદથી રાહત નહીં, વરસાદને લઈને મોટી આગાહી -
PNG Connection: ગેસ સંકટ વચ્ચે સૌથી મોટા સમાચાર! માત્ર 24 કલાકમાં દૂર થશે અછત, સરકારે ઉઠાવ્યું આ પગલું -
Dhurandhar 2 BO Collection Day 1: રણવીર સિંહની 'ધુરંધર 2' એ મચાવ્યો ધમાકો, ઓપનિંગ પર તૂટી શકે છે તમામ રેકોર્ડ -
Petrol Diesel Price: 19 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાના ભાવમાં સતત ઘટાડો, જાણો 10 ગ્રામનો લેટેસ્ટ રેટ -
Petrol Diesel Price: 20 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ઇરાન યુદ્ધના ભણકારા ભારતમાં, પ્રીમિયમ પેટ્રોલના ભાવમાં 2.09 રૂપિયાનો વધારો -
સુરતમાં ગેસની અછત વચ્ચે શ્રમિકો માટે મેગા કિચન શરૂ કરવામાં આવ્યુ -
અશાંત ધારામાં મોટા ફેરફાર: વિધાનસભામાં રજૂ થશે નવું સુધારા વિધેયક -
LPG Crisis: શું તમને પણ નથી મળી રહ્યો સિલિન્ડર? સરકારે એલપીજી સંકટને લઈને આપ્યું મોટું અપડેટ -
Gold Rate Today: યુદ્ધ વચ્ચે સોનામાં મોટો ઘટાડો, 7000 રુપિયા સસ્તું, કેમ ઘટી રહ્યા છે ભાવ? જાણો લેટેસ્ટ કિંમત -
શાહરૂખ-સલમાનને પછાડી બોક્સ ઓફિસ પર 'ધુરંધર' બન્યો રણવીર સિંહ, ટોપ 5માં સામેલ છે આ ફિલ્મો











Click it and Unblock the Notifications
