Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Pics : નિશાળે જવા લાગી આરાધ્યા, જાતે સ્ટંટ કરી ‘જઝ્બા’ બતાવશે ઐશ્વર્યા રાય

મુંબઈ, 20 મે : આરાધ્યા હવે મોટી થઈ ગઈ છે. નિશાળે પણ જવા લાગી છે. આ સાથે જ બચ્ચન વહુ ઐશ્વર્યા રાયની આરાધ્યાની સારસંભાળ માટેની જવાબદારીઓ ધીમે-ધીમે ઓછી થતી જાય છે. એટલે જ તો ઐશ્વર્યા રાય બૉલીવુડમાં કમબૅકની તૈયારી કરી રહ્યાં છે.

આરાધ્યાએ પ્લે સ્કૂલ જવાનું શરૂ કર્યું છે અને એટલે જ ઐશ્વર્યા રાયે ફિલ્મ દિગ્દર્શક સંજય ગુપ્તાની ફિલ્મ જઝ્બા દ્વારા બૉલીવુડમાં ધમાકેદાર કમબૅક કરવાની તૈયારી કરી છે. ઐશ્વર્યા રાય માતા બન્યા બાદથી મોટા પડદેથી ગાયબ છે અને અનેક વખત તેના કમબૅકની વાતો ચાલે છે, પરંતુ હવે ફાઇનલી તેઓ સંજય ગુપ્તાની જઝ્બા દ્વારા કમબૅક કરવાનાં છે. જઝ્બા મારધાડ ધરાવતી ફિલ્મ છે અને ઐશની મારધાડ ધરાવતી કદાચ આ પહેલી ફિલ્મ છે.

ચાલો તસવીરો સાથે જાણીએ વધુ માહિતી :

મણિરત્નમની ફિલ્મ અટકી

મણિરત્નમની ફિલ્મ અટકી

એવુ લાગતુ હતું કે ઐશ્વર્યા રાય મણિરત્નમની ફિલ્મ દ્વારા કમબૅક કરશે, પરંતુ તે ફિલ્મ હાલ અટકી પડી છે.

જઝ્બાનું શૂટિંગ આવતા વર્ષે

જઝ્બાનું શૂટિંગ આવતા વર્ષે

સંજય ગુપ્તાની જઝ્બા ફિલ્મ વર્ષ 2011 બાદ ઐશની કમબૅક ફિલ્મ ગણાશે. જઝ્બાનું શૂટિંગ આવતા વર્ષના આરંભે શરૂ થશે.

કૅન્સ 2015માં બતાવીશું જઝ્બા

કૅન્સ 2015માં બતાવીશું જઝ્બા

સંજય ગુપ્તાએ જણાવ્યું - અમે જાન્યુઆરી-2015માં જઝ્બાનું શૂટિંગ શરૂ કરી રહ્યાં છીએ. અમે કૅન્સ ફિલ્મ ઉત્સવ 2015માં જઝ્બા બતાવીશું.

મહિલા પ્રધાન નથી

મહિલા પ્રધાન નથી

સંજય ગુપ્તાએ સ્પષ્ટ કર્યું કે જઝ્બા મહિલા પ્રધાન ફિલ્મ નથી.

ઐશ્વર્યા હીરો છે

ઐશ્વર્યા હીરો છે

સંજય ગુપ્તાએ જણાવ્યું - કારણ કે ફિલ્મમાં ઐશ્વર્યા રાય છે, માત્ર એટલા માટે જ આપણે ફિલ્મને મહિલા પ્રધાનનો તમગો આપી દેવુ જોઇએ નહીં. મારા માટે ઐશ્વર્યા ફિલ્મના હીરો છે.

ધૂમ 2માં કર્યા હતાં સ્ટંટ

ધૂમ 2માં કર્યા હતાં સ્ટંટ

ઐશ્વર્યા રાયે ધૂમ 2માં કેટલાંક મારધાડના દૃસ્યો કર્યા હતાં, પરંતુ તેમમણે તેવા સ્ટંટ નહોતા કર્યાં કે જેવા હૃતિક રોશને કર્યા હતાં.

હવે પોતે સ્ટંટ કરશે ઐશ

હવે પોતે સ્ટંટ કરશે ઐશ

સંજય ગુપ્તાની ફિલ્મ જઝ્બામાં ઐશ્વર્યા રાય વગર કોઈ બૉડી ડબલની મદદે પોતાના તમામ સ્ટંટ પોતે કરશે.

તાલીમ શરૂ

તાલીમ શરૂ

ઐશ્વર્યા રાયે જઝ્બ ફિલ્મમાં આ ભૂમિકા માટે તેમણે તાલીમ લેવાનું પણ શરૂ કરી દીધું છે.

બે અભિનેતાઓ હશે

બે અભિનેતાઓ હશે

જઝ્બા ફિલ્મમાં ઐશ્વર્યા રાય સાથે બે મુખ્ય અભિનેતાઓ હશે કે જેમનું કાસ્ટિંગ હજી બાકી છે.

જઝ્બા બાદ ખોટે સિક્કે

જઝ્બા બાદ ખોટે સિક્કે

સંજય ગુપ્તા અભિષેક બચ્ચન સાથે ખોટે સિક્કે ફિલ્મ પણ કરી રહ્યાં છે, પરંતુ જઝ્બા બાદ જ ખોટે સિક્કેનું શૂટિંગ શરૂ થશે.

સ્ક્રિપ્ટમાં જોતરાયા ગુપ્તા

સ્ક્રિપ્ટમાં જોતરાયા ગુપ્તા

સંજય ગુપ્તાએ જણાવ્યું - હું હવે એક પછી એક સ્ક્રિપ્ટ લખી રહ્યો છું. શરૂઆત અનિલ કપૂર, જ્હૉન અબ્રાહમ, વિવેક ઓબેરૉય અને મનોજ બાજપાઈ અભિનીત મુંબઈ સાગા દ્વારા થઈ રહી છે. તે પછી જઝ્બા અને પછી ખોટે સિક્કે આવશે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X