For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

NCBની ગાડીમાં હસતો દેખાયો આર્યન ખાન, લોકોએ કર્યો ગુસ્સો - 'ધરપકડ બાદ પણ શરમ નથી'

સોશિયલ મીડિયા પર આર્યન ખાનના અમુક એવા ફોટા સામે આવ્યા છે જેને લઈને આર્યન ખાનને ટ્રોલ કરવામાં આવી રહ્યો છે.

|
Google Oneindia Gujarati News

મુંબઈઃ શાહરુખ ખાનના દીકરા આર્યન ખાનની ડ્રગ્ઝ કેસમાં મુસીબત ઘટવાનુ નામ નથી લઈ રહી. શુક્રવારે આર્યન ખાનની જામીન અરજી કોર્ટ દ્વારા ફગાવી દેવામાં આવી. હાલમાં આર્યન ખાન આર્થર રોડ જેલમાં બંધ છે. વળી, બીજી તરફ સોશિયલ મીડિયા પર આર્યન ખાનના અમુક એવા ફોટા સામે આવ્યા છે જેને લઈને તેને ટ્રોલ કરવામાં આવી રહ્યો છે. વાસ્તવમાં તે પોલિસ સાથે ગાડીમાં બેઠેલો છે અને હસતો દેખાઈ રહ્યો છે. આ જોઈને શાહરુખ ખાનના દીકરાને ટ્રોલ કરવામાં આવ્યો.

aryan khan

શુક્રવારે આર્યન ખાન એનસીબીની ગાડીમાં બેઠેલો કોર્ટની બહાર જોવા મળ્યો. આ દરમિયાન તે અમુક ફોટામાં હસતો દેખાયો જે ફોટા પર સોશિયલ મીડિયા પર એક નવો વિવાદ ઉભો થઈ ગયો છે. કોર્ટની બહાર પાડવામાં આવેલા આ ફોટામાં આર્યન ખાનના હસતા ચહેરાને જોઈને લોકોએ ગુસ્સો વ્યક્ત કરી રહ્યા છે. સાથે જ શાહરુખ ખાનને ટ્રોલ કરવામાં આવી રહ્યો છે.

અમુક યુઝર્સે કહ્યુ કે આર્યન ખાન ડ્રગ્ઝ કેસમાં જેલમાં છે પરંતુ હજુ પણ તેને પસ્તાવો નથી. વળી, અમુક યુઝર્સે લખ્યુ કે શાહરુખ ખાનના અમે ફેન છીએ પરંતુ આ ફોટાએ અમને નિરાશ કરી દીધા. વળી, બીજી તરફ અન્ય એક યુઝર્સે લખ્યુ કે આર્યન ખાન કસ્ટડીમાં હસી રહ્યો છે, હું ચોંકી ગયો છે. અમુક લોકોએ આર્યન ખાનને સપોર્ટ કર્યો છે. શાહરુખ ખાનના ફેન્સ તેના અને દીકરા આર્યનના સપોર્ટમાં આવ્યા. ફેન્સે લખ્યુ કે ફોટા પાછળની અસલી સચ્ચાઈ શું છે એ અમે નથી જાણતા પરંતુ જાણ્યા વિના કોઈના વિશે આવુ વિચારવુ ખોટુ છે.

14 દિવસના ન્યાયિક કસ્ટડીમાં છે આર્યન ખાન

7 ઓક્ટોબરે અદાલતે ડ્ર્ગ્ઝ કેસમાં આર્યન ખાન સહિત અન્ય આરોપીઓને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલ્યા હતા. 8 ઓક્ટોબરે આર્યન ખાનની જામીન અરજી પર કોર્ટમાં સુનાવણી થઈ. શુક્રવારે કોર્ટે આર્યન ખાન, અરબાઝ મર્ચન્ટ અને મુનમુન ધમેચાની જામીન અરજી ફગાવી દીધી. શાહરુખ ખાનના દીકરા આર્યન ખાને કોર્ટમાં કહ્યુ કે એનસીબીને શિપ પર તેની પાસેથી ડ્રગ્ઝ મળ્યુ નહોતુ અને તેમની પાસે હજુ સુધી તેના વિરુદ્ધ કોઈ પુરાવા મળ્યા નથી. જો કે આ દલીલો કામ ન લાગી અને તેની જામીન અરજી ફગાવી દેવાઈ.

ગૌરી ખાનની હાલત ખરાબ

શાહરુખ ખાનની પત્ની ગૌરી ખાન દીકરા આર્યન ખાનને જામીન ન મળવાથી નિરાશ અને દુઃખી થઈ ગઈ છે. જણાવવામાં આવ્યુ કે તેને કારમાં રોતી જોવામાં આવી. તે આર્યન ખાનને લઈને ચિંતિત છે અને તેની હાલત પણ ઠીક નથી.

English summary
Aaryan khan laughing photos in police car, social media troll shah rukh khan son
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X