Pics/Video! આશિકી 2 સિંગર અંકિત તિવારીની રેપ કેસમાં ધરપકડ!

મુંબઈ, 8 મે : આશિકી 2ના મેન લીડ સિંગર અંકિત તિવારી સામે પોતાની જ ગર્લફ્રેન્ડ સાથે બળજબરીપૂર્વક શારીરિક સંબંધો બાંધ્યાનો આરોપ મૂકાયો છે. ગર્લફ્રેન્ડે અંકિત તિવારી તથા તેમના ભાઈ અંકુર તિવારી વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. મુંબઈના વર્સોવા પોલીસ સ્ટેશનમાં બંને ભાઇઓને અટકમાં રખાયાં છે. પોલીસે જોકે આ સમાચારની પુષ્ટિ કરી છે, પરંતુ તેણે આ કેસ અંગે કોઈ પણ માહિતી મીડિયાને આપવાનો ઇનકાર કર્યો છે.

મળતી માહિતી મુજબ આજે સવારે તે સમયે લોકો આશ્ચર્યચકિત થઈ ગયાં કે જ્યારે પોલીસ એક રેપ કેસની તપાસ દરમિયાન આશિકી 2 ફૅમ મુખ્ય સિંગર અંકિત તિવારી તથા તેમના ભાઈ અંકુર તિવારીને પકડીને વર્સોવા પોલીસ સ્ટેશને લઈ ગઈ. પહેલા તો લોકોને લાગ્યું કે કોઈ બીજો કેસ હશે, પણ થોડીક વાર બાદ જ્યારે મીડિયાએ તપાસ કરી, તો જાણવા મળ્યું કે અંકિત તિવારીએ પોતાની જ ગર્લફ્રેન્ડને ફોસલાવી-લલચાવી શારીરિક સંબંધ બાંધ્યા અને તેમના ભાઈ અંકુરે તે યુવતીને ધમકાવી પણ.

પીડિતાએ પોલીસ સ્ટેશને જઈ અંકિત તથા અંકુર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી. ફરિયાદ મુજબ અંકિતે પીડિતાને લગ્નનો વાયદો કર્યો હતો અને હવે આ વાયદો તોડી દીધો. શંકા છે કે કદાચ અંકિતની ગર્લફ્રેન્ડ સગર્ભા છે. સવારે જ પોલીસ અંકિતને શોધતા તેમના ઘરે પહોંચી. મીડિયાએ જ્યારે અંકિતને ફોન કરી આ અંગે તપાસ કરાવી, તો અંકિતે હસીને જણાવ્યું કે આવું કંઇ નથી. આ બધુ ખોટુ છે.

આપ આ અંકિત તિવારીને ન ઓળખી શક્યા હોવ તો જુઓ તસવીરો અને સાંભળો આશિકી 2માં તેમનું આ ગીત :

આશિકી 2 ફૅમ સિંગર

આશિકી 2 ફૅમ સિંગર

અંકિત તિવારી આશિકી 2 ફિલ્મના ગીત સુન રહા હૈ ન તૂ... દ્વારા બૉલીવુડમાં જાણીતા થયાં છે.

ચાલી નિકળ્યું કૅરિયર

ચાલી નિકળ્યું કૅરિયર

આશિકી 2એ એવી સફળતા અપાવી કે અંકિતનું બૉલીવુડ કૅરિયર ચાલી નિકળ્યું.

અનેક ઍવૉર્ડ્સ

અનેક ઍવૉર્ડ્સ

આશિકી 2ના ગીત બદલ અંકિત તિવારીને અનેક ઍવૉર્ડ્સ હાસલ થયાં છે.

મિથુન સાથે અંકિત

મિથુન સાથે અંકિત

એક ઍવૉર્ડ્સ સમારંભમાં અંકિત તિવારી ગીતકાર અને સંગીતકાર મિથૂન સાથે જણાય છે.

માણો સુન રહા હૈ ન તૂ...

ચાલો હવે આશિકી 2નું સુન રહા હૈ ન તૂ... ગીત સાંભળો કે જેણે અંકિત તિવારીને આટલી પ્રસિદ્ધિ અપાવી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X