Photos: ABCD 2માં શ્રદ્ધા કપૂર અને વરુણનો ન્યૂ લૂક
જે ફિલ્મની દર્શકો લાંબા સમયથી રાહ જોઇ રહ્યા છે તે ફિલ્મ ABCD 2નું ટેલેર હાલમાં જ લોન્ચ થયું અને આ ટેલર લોન્ચ થયા બાદ દર્શકોમાં આ ફિલ્મને જોવાનો ઉત્સાહ વધી ગયો છે.
વરુણ ધવન અને શ્રદ્ઘા કપૂરની ક્યૂટ જોડી આ ફિલ્મમાં પહેલી વાર એકી સાથે જોવા મળવાની છે. ત્યારે ફિલ્મનું ટેલર જોઇને તેટલું તો ચોક્કસથી કહી શકાય છે રીલ પર આ બન્નેની કેમેસ્ટ્રી લાગી રહી છે જોરદાર.
ત્યારે આ ફિલ્મની કેટલીક ખાસ માહિતી અને ખાસ તસવીરો અમે તમને આજે બતાવાના છીએ જે માટે જુઓ આ સ્લાઇડર

વરુણ અને શ્રદ્ધાની કેમેસ્ટ્રી
ABCD 2માં દર્શકો પહેલી વાર ફિલ્મ રીલ પર જોશે વરુણ ધવન અને શ્રદ્ઘા કપૂરને. આ ક્યૂટ જોડીની કેમેસ્ટ્રી જોતા જ બને છે.

લવ ટ્રાયેગલ
જો કે આ ફિલ્મમાં છે લવ ટ્રાયેગલ. વરુણ અને શ્રદ્ધાની લવસ્ટોરીમાં, કબાબમાં હડ્ડી બનશે જાણીતી ડાન્સર લોરેન.

ફિલ્મની સ્ટોરી
આ ફિલ્મની સ્ટોરી ચાર ડાન્સરોના જીવન પર આધારિત છે જેમને લાસ વેગાસમાં એક ડાન્સ કોમ્પિટિશનમાં ભાગ લેવા માટે આમંત્રણ મળે છે. કંઇ રીતે આ લોકો આ કોમ્પિટિશન જીતે છે તે આ ફિલ્મમાં બતાવામાં આવ્યું છે.

પ્રભુ દેવા
આ ફિલ્મ તેની પહેલાની ફિલ્મનું સિક્વલ છે. પણ આ ફિલ્મમાં એક સમયે પ્રભુદેવા ડાન્સને હંમેશા હંમેશા માટે છોડી જતો રહે છે ત્યારે વરુણ ધવન તેને કોમ્પિટિશનમાં પાછો ફરવા વિનવે છે.

10 સોંગ 10 અદ્દભૂત ડાન્સ
આ ફિલ્મમાં 10 સોંગ છે અને દરેક સોંગમાં તમને જોવા મળશે અદ્ધભૂત ડાન્સ પરફોર્મન્સ. જે માટે વરુણ અને શ્રદ્ધાએ જોરદાર મહેનત કરી છે.

સચિન જીગર મ્યુઝિક
ABCDની સફળતા બાદ ABCD 2માં પણ સચિન જીગરનું ધમાકેદાર મ્યુઝિક અને સાઉન્ડ ટ્રેક તમને જોવા મળશે.

વરુણ ધવનનો ડેરડેવિલ સ્ટંટ
આ ફિલ્મ માટે વરુણ ધવને કર્યું છે ડેરડેવિલ સ્ટંટ. આ ફિલ્મના એક સોંગ માટે વરુણે કૈલિફોર્નિયાની ગ્રાન્ડ કૈનનમાં 5000 ફૂટ ઉંડી પહાડી પરથી માર્યો કૂદકો. વરુણે કોઇ પણ સ્ટંટમેન મદદ વગર આ સીન કરી બધાને સ્તબ્ધ કરી દીધા.

લાસ વેગાસમાં શૂટિંગ
ABCD 2 ફિલ્મનું મોટાભાગનું શૂટિંગ લાસ વેગાસમાં થયું છે. ત્યારે આ ફિલ્મમાં તમને લાસ વેગાસના સુંદર નજારા જોવા મળશે.
ફિલ્મનું ટેલર
આજે જ લોન્ચ થયેલા આ ફિલ્મના ટેલર પર એક નજર કરો.












Click it and Unblock the Notifications
