શાહરૂખ, દીપિકા, જ્હોન..સૌ સામે આ એક્ટરે છેડી છે જંગ!!

Written By:
Subscribe to Oneindia News

ટેલિવિઝન પર રોજ લગભગ અડધો ડઝન ફેરનેસ ક્રીમની જાહેરાતો જોવા મળતી હોય છે. હવે તો માત્ર યુવતીઓ જ નહીં, પરંતુ યુવકો માટેના ફેરનેસ ક્રીમની એડ્સ પણ જોવા મળે છે. અભય દેઓલે આ મુદ્દો સોશિયલ મીડિયા પર મુક્યો છે, તેણે આ ફેરનેસ ક્રીમની એડને રંગભેદ સાથે જોડતાં ફેરનેસ ક્રીમ પ્રમોટ કરતાં દરેક એક્ટર સામે વાંધો ઉઠાવ્યો છે.

બોલિવૂડના કિંગ શાહરૂખ ખાન થી માંડીને દીપિકા પાદુકોણ, સિદ્ધાર્થ મલ્હોત્રા, જ્હોન અબ્રાહમ, સોનમ કપૂર સૌ કોઇની ફેરનેસ ક્રીમની એડની તસવીર તેણે પોસ્ટ કરતાં તેમની એડનો વિરોધ કર્યો છે. આવો જોઇએ, અભય દેઓલે કોના વિશે શું લખ્યું છે..

નંદિતા દાસ

નંદિતા દાસ

બ્યૂટિફુલ એન્ડ બોલ્ડ એક્ટ્રેસ નંદિતા દાસનો એક ફોટો પોસ્ટ કરતાં અભય દેઓલે કંઇક આવો મેસેજ લખ્યો છે. તેણે ફેરનેસ ક્રીમની તમામ એડ્સને રંગભેદ સાથે સરખાવી છે. નંદિતાની એક પોસ્ટ શેર કરતાં તેણે લખ્યું છે કે, આ મૂર્ખામીભર્યું છે કે આજે પણ નંદિતાએ આપણને એ શીખવવું પડે છે કે સુંદરતાનો અર્થ માત્ર ગોરો વાન જ નથી હોતો.

શાહરૂખ ખાન

શાહરૂખ ખાન

બોલિવૂડના કિંગ ખાન શાહરૂખ પણ ફેર એડ હેન્ડસમ પ્રોડક્ટની એડ કરે છે. શાહરૂખની આ એડના ડાયલોગ ‘મર્દ હો કે લડકિયોં કી ફેરનેસ ક્રીમ ક્યોં?' પર અભયે વ્યંગ કર્યો છે.

દીપિકા પાદુકોણ

દીપિકા પાદુકોણ

અભય દેઓલે દીપિકાની એક ફેમસ એડને પોસ્ટ કરતાં લખ્યું છે, ‘આ 2 ઇન 1 ફેરનેસ ક્રીમ છે અને તમે ધ્યાન આપ્યું હોય તો આ એડમાં દીપિકાની આંખોનો રંગ પણ તેના અસલી રંગ કરતાં ઝાંખો જોવા મળે છે. એટલે કે તમે આ ક્રીમ આંખમાં પણ લગાવી શકો છો, જો તમને આંખોનો રંગ ઝાંખો કરવાની ઇચ્છા હોય તો..'

જ્હોન અબ્રાહમ

જ્હોન અબ્રાહમ

ફેરનેસ ક્રીમની આ એડમાં જ્હોનના હાથમાં શેડ કાર્ડ જોવા મળે છે, જેના દ્વારા તમે તમારું સ્કિન કોમ્પ્લેક્શન કેટલા શેડ લાઇટ થયું એ ચેક કરી શકો છો. આ એડને અભયે રંગભેદ સાથે જોડતાં લખ્યું છે, ‘We are not a racist country!'

સિદ્ધાર્થ મલ્હોત્રા

સિદ્ધાર્થ મલ્હોત્રા

સિદ્ધાર્થ મલ્હોત્રા પણ ફેરનેસ ક્રીમની એડ કરી ચૂક્યો છે, જેની પર ટિપ્પણી કરતાં અભયે લખ્યું છે, ‘ધ્યાનથી જોતાં તમને સિદ્ધાર્થના કપાળ પર થોડો મેલ જોવા મળશે. કારણ કે તે સમયે તે મોઢા પર લગાવેલ આ ‘ફેર એન્ડ લવલી' નામનું ક્રીમ ધોઇ રહ્યો હતો.'

સોનમ કપૂર

સોનમ કપૂર

સોનમ કપૂરની ફેરનેસ ક્રીમની બ્રાન્ડની પ્રમોશન સ્ટ્રેટેજી પર વ્યંગ કરતાં અભય દેઓલે લખ્યું છે, શું બ્રાન્ડ ભારતની માફક જ આખી દુનિયામાં રંગભેદ ફેલાવે છે?

રંગભેદ

રંગભેદ

આ આખા અભિયાન પાછળ અભય દેઓલનો એક જ હેતુ છે કે તેઓ બોલિવૂડ સ્ટાર્સને આવી એડ્સ દ્વારા રંગભેદની રેસમાં ઉતરતા રોકવા માંગે છે. જો કે, સોનમ કપૂરે અભયના આ ઇનિશિએટિવને કદાચ થોડો ખોટી રીતે લીધો છે.

સોનમ કપૂરને અભયનો જડબાતોડ જવાબ

સોનમ કપૂરને અભયનો જડબાતોડ જવાબ

અભયની પોસ્ટ જોયા બાદ, પહેલા તો સોનમ કપૂરે પોતાની ભૂલ સ્વીકારતાં લખ્યું કે, હા આ ઓયગ્ય છે. આ મુદ્દો ઉઠાવવા માટે તમારો ધન્યવાદ. જો કે, એના થોડા સમય બાદ જ તેણે અભયની કઝિન એશા દેઓલની એક ફેરનેસ ક્રીમની એડ પોસ્ટ કરતાં લખ્યું કે, અભય આ અંગે તમારો શું વિચાર છે? તો અભયે તુરંત જ લખ્યું કે, ‘આ પણ ખોટું જ છે. આ અંગે મારા વિચારો વાંચવા માટે મારો બ્લોગ વાંચો.'

English summary
Abhay Deol slams all the bollywood stars who are promoting fairness cream. From Shah Rukh Khan to Deepika Padukon. Read whole story here.
Please Wait while comments are loading...