Abhishek-Aishwarya Divorce : ખરેખર અલગ થઈ ગયા છે અભિષેક બચ્ચન-ઐશ્વર્યા રાય?

Abhishek Bachchan-Aishwarya Rai Divorce : બોલિવૂડના મોસ્ટ પોપ્યુલર કપલ અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય વચ્ચે લાંબા સમયથી અણબનાવના અહેવાલો આવી રહ્યાં છે.

સમાચારોમાં સતત દાવો કરવામાં આવી રહ્યો છે કે બન્ને અલગ થઈ ગયા છે અને અલગ ઘરમાં રહે છે. આ દાવાઓ બાદ બન્ને સાથે નથી જોવા મળી રહ્યાં છે.

Abhishek-Aishwarya Divorce

સતત ડિવોર્સના અહેવાલો વચ્ચે ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચને કોઈ નિવેદન આપ્યુ નથી. જો કે બંને એકસાથે ન જોવાતા આ અહેવાલોને સતત હવા મળી રહી છે. કેટલાક સંકેતો છે જે આ દાવાને મજબુત કરે છે.

આ દાવાના સમર્થનમાં એક દલીલ એ છે કે જ્યારે પણ ઐશ્વર્યા રાય કોઈપણ ફંક્શનમાં જાય છે ત્યારે તે એકલી જ જોવા મળે છે. તે બચ્ચન પરિવાર સાથે જોવા નથી મળી. આ કન્ફર્મ કરે છે કે કપલ વચ્ચે બધુ ઠીક નથી.

બીજો પુરાવો એ છે કે અગાઉ ઘણી વખત ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચન સાથે જોવા મળ્યા હતા પરંતુ હવે આ બંને લાંબા સમયથી સાથે જોવા મળતા નથી. બંનેને એકબીજાથી અલગ જોઈને લોકો આ દાવો કરી રહ્યાં છે.

ઐશ્વર્યા રાય મોટાભાગે દીકરી આરાધ્યા સાથે કોઈ પણ ઈવેન્ટ કે પાર્ટીમાં જાય છે. ત્રણેયને એકસાથે ન જોવાથી લોકો અફવાઓને જન્મ આપી રહ્યાં છે કે બન્ને ટૂંક સમયમાં છૂટાછેડા લેશે.

જણાવી દઈએ કે, ઐશ્વર્યા રાય પહેલા જ તેના પતિ અભિષેક બચ્ચનનું ઘર છોડીને ચાલી ગઈ છે અને હવે તે તેની પુત્રી આરાધ્યા સાથે એકલી રહે છે. આનાથી લોકોને એ વાતની પણ પુષ્ટિ થઈ છે કે હવે બંને જલ્દી જ એકબીજાથી અલગ થઈ જશે. જો કે, આ દંપતીએ અત્યાર સુધી આ મામલે મૌન જાળવ્યું છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X