Abhishek-Aishwarya: અભિષેક અને ઐશ્વર્યાના ડિવૉર્સ થાય તો, અભિનેત્રીને દર મહિને કેટલુ મળે ભરણપોષણ?
Aishwarya Rai Abhishek Bachchan: બોલિવુડના પાવર કપલ અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાયના છૂટાછેડાની અફવાઓએ જોર પકડ્યુ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે બંને વચ્ચે કંઈક બરાબર નથી. તાજેતરમાં સમાચાર આવ્યા હતા કે ઐશ્વર્યા રાય પોતાનું સાસરાનુ ઘર છોડીને માતાના ઘરે શિફ્ટ થઈ ગઈ છે. જે બાદ કપલના છૂટાછેડાના સમાચાર છવાઈ ગયા હતા.
હાલમાં જ અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય સાથે જોવા મળ્યા હતા ત્યારે આ અહેવાલોનો અંત આવ્યો હતો. બંને સ્ટાર્સ દીકરી આરાધ્યાના સ્કૂલ ફંક્શનમાં પહોંચ્યા હતા. આ દરમિયાન કપલે પાપારાઝીની સામે એકસાથે પોઝ પણ આપ્યો હતો. જોકે, કેટલાક લોકોએ દાવો કર્યો હતો કે ઐશ્વર્યા અભિષેકથી ખૂબ જ ગુસ્સામાં દેખાતી હતી. જે બાદ લોકોને લાગવા લાગ્યું કે બંને વચ્ચે કંઈક ગડબડ છે.

સોશિયલ મીડિયા પર કપલના છૂટાછેડાની અફવા પર ફેન્સ વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. આવી સ્થિતિમાં, આજે અમે તમને જણાવીશું કે જો અભિષેક અને ઐશ્વર્યાના લગ્ન તૂટી જાય અને તેઓ કાયમ માટે અલગ થઈ જાય તો અભિનેત્રીને કેટલું ભરણપોષણ મળશે. ચાલો જાણીએ આ અહેવાલમાં વિગતવાર.
અભિષેક બચ્ચનની ગણતરી બૉલિવુડના ટોચના કલાકારોમાં થાય છે. અહેવાલો અનુસાર, અભિનેતાની કુલ સંપત્તિ 280 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. અભિનેતાની માસિક કમાણી અંદાજે 1.8 કરોડ રૂપિયા છે. તેની વાર્ષિક આવક 25 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. તેની પાસે લગભગ 75 કરોડ રૂપિયાની સંપત્તિ છે. આ મુજબ તેની પત્ની ઐશ્વર્યા રાયને છૂટાછેડા પછી 25 ટકા ભરણપોષણ મળશે.
એટલે કે છૂટાછેડા પછી અભિષેક ઐશ્વર્યા રાયને દર મહિને 45 લાખ રૂપિયા આપશે. જો કે, ઐશ્વર્યા રાય અભિષેક કરતા ઘણી અમીર છે. અહેવાલો અનુસાર, ઐશ્વર્યા રાયની કુલ સંપત્તિ 100 મિલિયન ડૉલર છે એટલે કે તેની પાસે 826 કરોડ રૂપિયાની સંપત્તિ છે. અભિનેત્રી એક વર્ષમાં માત્ર બ્રાન્ડ એન્ડોર્સમેન્ટથી 90 કરોડ રૂપિયા કમાય છે. આ સિવાય તે એક ફિલ્મ માટે લગભગ 12 કરોડ રૂપિયા ચાર્જ કરે છે.












Click it and Unblock the Notifications
