અભિષેક બચ્ચને વેચ્યુ પોતાનુ આલીશાન ઘર, જાણો કિંમત, કરોડોની માલિક છે પત્ની ઐશ્વર્યા!
જ્યાં અજય દેવગણ અને કેજીએફ સ્ટાર યશે ઘર ખરીદ્યુ તો અભિષેક બચ્ચને ઘર ખરીદવાના બદલે વેચવાનુ કામ કર્યુ છે. જાણો કિંમત.
મુંબઈઃ કોરોના મહામારી વચ્ચે બૉલિવુડ સ્ટાર્સમાં ઘર અને ગાડી ખરીદવા સાથે હવે વેચવાનો સિલસિલો પણ શરૂ થઈ ગયો છે. હાલમાં જ જ્યાં અજય દેવગણ અને કેજીએફ સ્ટાર યશે ઘર ખરીદ્યુ તો અભિષેક બચ્ચને ઘર ખરીદવાના બદલે વેચવાનુ કામ કર્યુ છે. મુંબઈમાં ઘર બનાવવાનુ સરળ કામ નથી. વળી, બચ્ચન પરિવાર પાસે મુંબઈમાં પ્રોપર્ટીની કમી નથી. અમિતાભ બચ્ચન, અભિષેક બચ્ચન, ઐશ્વર્યા રાય બચ્ચન પાસે ઘર બાબતે કરોડોની પ્રોપર્ટી પહેલેથી જ છે.

આટલી કિંમતમાં વેચ્યુ અપાર્ટમેન્ટ
અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાયે મુંબઈ સ્થિત પોતાના કરોડોની કિંમતના એક અપાર્ટમેન્ટને વેચી દીધુ છે. જેની કિંમત હાલમાં ચર્ચાનો વિષય બનેલી છે. એક મીડિયા રિપોર્ટ મુજબ ખુદ કરોડોના ઘરમાં રહેતા અભિષેક બચ્ચને મુંબઈના વર્લી એરિયાના પોતાના આલીશાન અપાર્ટમેન્ટ કે જે ઑબેરૉય 360 વેસ્ટ ટાવર્સના 37માં માળે છે તેને 45.75 કરોડની કિંમતે વેચી દીધુ છે.

આટલા કરોડનો અભિષેક બચ્ચનને થયો ફાયદો
આ અપાર્ટમેન્ટ અભિષેક બચ્ચને વર્ષ 2014માં 41 કરોડની કિંમતે ખરીદ્યુ હતુ. વધુ ફાયદો ન જોઈને 4 કરોડના ફાયદા સાથે અભિષેક બચ્ચને આ ઘરને વેચી દીધુ છે. આ બિલ્ડિંગમાં અભિષેક બચ્ચન ઉપરાંત અક્ષય કુમાર અને શાહિદ કપૂરના પણ ફ્લેટ છે. આ આલીશાન ઘરની કિંમત 45 કરોડ હોવા સાથે તે મુંબઈના એક પૉશ વિસ્તારમાં આવેલુ છે. આ ફ્લેટ 7527 સ્કવેર ફૂટનુ છે. આ બિલ્ડીમાં શાહિદ કપૂરનો ફ્લેટ 56 કરોડ અને અક્ષય કુમારનો ફ્લેટ 52 કરોડનો છે.

અભિષેક બચ્ચનની પ્રોપર્ટી
અભિષેક બચ્ચન ફ્લેટમાં રહેવાના બદલે બંગલામાં રહેવાનુ પસંદ કરે છે. અભિષેક બચ્ચને એક બંગલો વર્ષ 2011માં ખરીદ્યો હતો. જેની કિંમત 36.5 કરોડ છે. કમાણીની દ્રષ્ટિએ જોઈએ તે અભિષેક બચ્ચનનો ગ્રાફ થોડો ઓછો જરૂર છે પરંતુ તેમછતાં પણ તે 20 કરોડ રૂપિયા સુધીની કમાણી કરી લે છે. અભિષેક બચ્ચન પાસે કુલ મળીને 6 લક્ઝરી કાર પણ છે જેની કિંમત 6 કરોડ આસપાસ છે.

ઐશ્વર્યા રાય બચ્ચન કમાય છે આટલા કરોડ
ઐશ્વર્યા રાય બચ્ચનની વાત કરવામાં આવે તો પતિના મુકાબલે તે પાછળ નથી. ઐશ્વર્યા રાય બચ્ચન માત્ર એક ટીવી એડથી 1 કરોડની કમાણી કરી લે છે. ફિલ્મ માટે પણ ઐશ્વર્યા રાય બચ્ચનની ફી 7થી 8 કરોડ વચ્ચેની છે. ફીની દ્રષ્ટિએ ઐશ્વર્યા રાય બચ્ચનની કમાણી પતિ અભિષેક બચ્ચનથી વધુ છે.

ઐશ્વર્યા રાય બચ્ચન પાસે છે આટલી પ્રોપર્ટી
ઐશ્વર્યા રાય પાસે મુંબઈના બાંદ્રામાં એક અપાર્ટમેન્ટ છે જેની કિંમત 30 કરોડ આસપાસ છે. દુબઈમાં પણ ઐશ્વર્યા રાય પાસે કરોડોનુ વિલા છે. ઐશ્વર્યા રાય બચ્ચન, અભિષેક બચ્ચન, અમિતાભ બચ્ચન અને જયા બચ્ચન સાથે મુંબઈના ઘર જલસામાં સાથે રહે છે. અભિષેક પ્રો કબડ્ડી ટીમ જયપુર પિંક પેંથરના માલિક પણ છે. રિપોર્ટ મુજબ અભિષેક બચ્ચનની નેટ વર્થ 30 મિલિયન ડૉલર એટલે કે 227 કરોડ રૂપિયા છે.
-
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Jewar Airport: આવતીકાલે ખુલશે એશિયાનું સૌથી મોટું એરપોર્ટ! PM માટે સુરક્ષાનો અભેદ્ય કિલ્લો, ક્યારે ટેકઓફ થશે ફ







Click it and Unblock the Notifications
