બાળક જેવી હરકતો કરે છે આમિર ખાન : અભિષેક બચ્ચન

મુંબઈ, 26 માર્ચ : આમિર ખાન આજકાલ બાળકો જેવી હરકતો કરવા લાગ્યાં છે. બાળકોની જેમ વિચિત્ર પ્રકારની વાતો કરવી અને પોતાના સાથીઓને હેરાન કરવું તેમની આદત બનતી જાય છે.

એવું અમે નહીં, પણ ધૂમ 3 ફિલ્મમાં આમિર ખાન સાથે શૂટિંગ કરી રહેલાં અભિષેક બચ્ચન કહે છે. ધૂમ 3 ફિલ્મના શૂટિંગ દરમિયાન મીડિયા સાથે વાતચીત કરતાં અભિષેક બચ્ચને જણાવ્યું - આમિર સાથે કામ કરવામાં માત્ર મજા જ નથી આવતી, પણ અમે ખૂબ મસ્તી પણ કરીએ છીએ. આમિરની અંદર આજે પણ એક બાળક સંતાયેલું છે. તેઓ વાસ્તવિક જીવનમાં ખૂબ જ શરારતી છે અને રહી-રહીને પોતાની આસપાસના વાતાવરણને હસી-મજાકનું જાળવી રાખવાનો પ્રયત્ન કરે છે.

aamir-abhishek-dhoom3

અભિષેક બચ્ચને જણાવ્યું - ખાસ બાબત એ છે કે આમ છતાં આમિર ખાનના કામમાં પરફેક્શન રહે છે અને તેઓ તે મુદ્દે ક્યારેય સમજૂતી નથી કરતાં. પછી આખી રાતેય કામ કેમ ન કરવું પડે.

અભિષેકે આગળ જણાવ્યું - આમિર ખાન વચ્ચે-વચ્ચે હસાવે છે અને અન્ય કલાકારોની નકલ પણ કરે છે. એટલું જ નહીં, ગેમ્સ રમવામાં પણ આમિર ઉસ્તાદ છે. અભિષેક બચ્ચને જણાવ્યું - એક કલાકાર તરીકે મને આમિર પાસે ઘણું બધું શીખવાની તક મળી રહી છે. સાચુ કહું તો હવે મને ખબર પડી કે મારા પપ્પા (અમિતાભ બચ્ચન) આમિરના આટલા મોટા ફૅન કેમ છે?

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X