For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શાહરુખ સાથે સાત વર્ષે પુનઃ કામ કરશે અભિષેક

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 22 ઑગસ્ટ : વર્ષ 2006માં કભી અલવિદા ના કહના ફિલ્મમાં શાહરુખ સાથે કામ કરનાર અભિષેક બચ્ચનને આખરે સાત વર્ષ પછી હૅપ્પી ન્યુ ઈયરમાં કિંગ ખાન સાથે ફરીથી કામ કરવાની તક મળી જ ગઈ.

abhishiek-shahrukh

અભિષેક કહે છે - મારી સાથે કામ કરવામાં શાહરુખે બહુ વધુ સમય લઈ લીધો. હૅપ્પી ન્યુ ઈયર ફિલ્મનું દિગ્દર્શન કોરિયોગ્રાફર-દિગ્દર્શક ફરાહ ખાન કરી રહ્યાં છે.

અભિષેક બચ્ચને જણાવ્યું - હું શાહરુખ ખાન સાથે કામ કરવાને લઈને ખૂબ જ ઉત્સાહિત છું. ફરાહ ખાન એક પ્રિય મિત્ર છે અને હું હૅપ્પી ન્યુ ઈયર ફિલ્મનો ભાગ બનતાં ખૂબ જ ઉત્સાહિત છું. હું શાહરુખ ખાન સાથે પ્રેમ કરુ છું.

અભિષેક બચ્ચન વધુમાં કહે છે - મેં શાહરુખ ખાન સાથે કભી અલવિદા ના કહના ફિલ્મમાં કામ કર્યુ હતું અને હું માનું છું કે બીજી ફિલ્મ કરવામાં શાહરુખે બહુ વધારે સમય લગાવી દીધો. તેમાં બહુ મજા પડવાની છે. ફરાહ ખાનને ફિલ્મ માટે હજી નાયિકાની ભૂમિકાને અંતિમ રૂપ આપવું બાકી છે. દુબઈમાં ફિલ્મનું શૂટિંગ થવાનું છે અને અભિષેક બચ્ચન આવતા મહીને દુબઈ જશે.

English summary
They did "Kabhi Alvida Naa Kehna" in 2006 and, after a gap of seven years, Abhishek Bachchan has got a chance to work with Shahrukh Khan again in "Happy New Year". He says SRK took "too much time" to work with him again.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X