બેરોજગાર કહીને ચિડાવતા અભિષેક બચ્ચને આપ્યો જોરદાર જવાબ

અભિષેક બચ્ચને સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી તો એક યુઝરે તેમને બેરોજગાર લખી દીધા. આના પર અભિષેકે ટ્વિટર યુઝરને એવો જવાબ આપ્યો કે તે સોશિયલ મીડિયા પર ચર્ચામાં આવી ગયા.

અભિનેતા અભિષેક બચ્ચને સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી તો એક યુઝરે તેમને બેરોજગાર લખી દીધા. આના પર અભિષેકે ટ્વિટર યુઝરને એવો જવાબ આપ્યો કે તે સોશિયલ મીડિયા પર ચર્ચામાં આવી ગયા. ઘણી બીજા ટ્વિટર યુઝરે પણ જોરદાર તેમની પ્રશંસા કરી અને કહ્યુ કે આ થયો તગડો જવાબ.

શું પોસ્ટ કરી હતી અભિષેકે

શું પોસ્ટ કરી હતી અભિષેકે

અભિષેક બચ્ચને સોમવારે પોતાના ટ્વીટર હેન્ડલ પર એક મેસેજ શેર કર્યો જેમાં લખ્યુ હતુ, ‘મંડે મોટિવેશન...એક ઉદ્દેશ રાખો, એક લક્ષ્ય બનાવો, કંઈ પણ અશક્ય નથી જેને તમે પૂરુ કરવા ઈચ્છો છો, પછી દુનિયા સામે સાબિત કરો કે તે અસંભવ નથી.'

યુઝરે પોસ્ટ પર કરી આ કમેન્ટ

અભિષેકની પોસ્ટ પર એક યુઝરે તેમને બેરોજગાર કહી દીધા. અભિષેકના મેસેજ પર યુઝરે લખ્યુ, ‘સોમવારના દિવસે પણ ખુશ રહેનાર વ્યક્તિને તમે શું કહો છો, બેરોજગાર?' ત્યારબાદ અભિષેકે તેને જવાબ આપતા લખ્યુ, ‘ના હું એવુ નથી માનતો. અમે એને એવો લોકો કહીશુ, જે કંઈ પણ કરે છે અને તેને પ્રેમ કરે છે.' અભિષેકના જવાબની યુઝર્સ ખૂબ પ્રશંસા કરી રહ્યા છે.

ધ બિગ બુલમાં જોવા મળશે અભિષેક

ધ બિગ બુલમાં જોવા મળશે અભિષેક

અભિષેક બચ્ચન હાલમાં જ ફિલ્મ મનમર્જિયાંમાં દેખાયા હતા. ટૂંક સમયમાં તે ફિલ્મ ધ બિગ બુલમાં જોવા મળશે. આ ફિલ્મને કૂકી ગુલાટી ડાયરેક્ટ કરી રહ્યા છે. ફિલ્મમાં અભિષેક સાથે લીડ રોલમાં ઈલિયાના ડિક્રૂઝ હશે. ફિલ્મ રેફ્યુજીથી કરિયરની શરૂ કરનાર અભિષેક બચ્ચનની તુલના ઘણીવાર પોતાના પિતા અભિતાભ બચ્ચન સાથે કરાતી રહે છે અને તેમની ફ્લોપ ફિલ્મો માટે તેમના પર આ રીતની કમેન્ટ થતી રહે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X